બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / VTV વિશેષ / સેલિબ્રિટી ઇન્ટરવ્યુ / 'હું આજે પણ ચાર રસ્તે અમુક શબ્દો બોલવાનું ટાળું છું', જાણો ‘શૈતાન’ના ‘વશ’માં થનાર જાનકી બોડીવાલાની રિયલ લાઇફ વિશે

મનોરંજન / 'હું આજે પણ ચાર રસ્તે અમુક શબ્દો બોલવાનું ટાળું છું', જાણો ‘શૈતાન’ના ‘વશ’માં થનાર જાનકી બોડીવાલાની રિયલ લાઇફ વિશે

Priyankka Triveddi

Last Updated: 05:26 PM, 12 March 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ફિલ્મ 'છેલ્લો દિવસ' આ અભિનેત્રીના કરિયરનો પહેલો દિવસ લઈને આવી હતી. 'છેલ્લો દિવસ', 'નાડી દોષ', 'વશ' અને 'ત્રિશા ઑન ધ રોક્સ' આ એ ફિલ્મોના નામ છે જે તમે બધાએ જોઈ છે અને તેમાં તેની એક્ટિંગને વખાણી પણ છે. હાલમાં જ તેણે તેની પહેલી હિન્દી ફિલ્મ 'શૈતાન' માટે IIFA એવોર્ડસમાં બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસનો એવોર્ડ જીત્યો છે. જી તમે બિલકુલ સાચું સમજ્યા, આજે એક ખાસ મુલાકાત ગુજરાતની ચુલબુલી, ગર્લ નેક્સ્ટ ડૉર, સ્વીટ ને બબલી જાનકી બોડીવાલા સાથે.

9 માર્ચની સાંજ ગુજરાતીઓ માટે ખૂબ યાદગાર રહી. ગુજરાત અને ભારતમાં જો કોઈ વસ્તુને સૌથી વધુ પસંદ કરવામાં આવતું હોય તો તે છે ક્રિકેટ અને સિનેમા. અને 9 માર્ચે આ બંનેનો ખૂબ સુંદર સમન્વય થયો. એક તરફ દુબઈ સ્ટેડિયમ ખાતે આઇસીસી ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતે ન્યુઝીલેન્ડને હરાવીને ટાઇટલ પોતાના નામે કર્યું તો બીજી તરફ મહિલા દિવસના બીજા દિવસે હિન્દી સિનેમાના પોપ્યુલર એવોર્ડ શો માં બે ગુજરાતી દીકરીઓએ ડંકો વગાડ્યો. એક સ્નેહા દેસાઇ કે જેમને ફિલ્મ લાપતા લેડિઝ માટે બેસ્ટ સ્ક્રીનપ્લેનો એવોર્ડ મળ્યો તો બીજી આપણી અમદાવાદની જાનકીને તેની ફિલ્મ શૈતાન માટે બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસનો એવોર્ડ મળ્યો. આ ખુશીના પ્રસંગે જાનકીને તેના એચિવમેન્ટ માટે VTV ડિજિટલની ટીમે ખાસ સંપર્ક કર્યો અને તેની પાસેથી આ અનુભવ વિશે જાણવાનો પ્રયત્ન કર્યો. ત્યારે ચાલો કરીએ એક નાની મુલાકાત જાનકી બોડીવાલા સાથે.

સૌથી પહેલા તો જાનકીને જ્યારે અમે પૂછ્યું કે IIFA એવોર્ડ શાહરૂખ ખાનના હાથે મળવાનો અનુભવ કેવી રીતે વર્ણવશો તો તેણે કહ્યું, "હું હજુ સુધી આ મોમેન્ટને એક વર્ડમાં નહીં કહી શકું. પણ હા, આ મારા માટે ખૂબ મોટી મોમેન્ટ હતી. ઓનેસ્ટલી હું તો એક ઓડિયન્સ તરીકે માત્ર એવોર્ડ શોની ફિલ લેવા ગઈ હતી. મને સહેજપણ આશા નહોતી કે મારું નામ બોલાશે. જ્યારે મારું નામ અનાઉન્સ થયું ત્યારે હું સાવ 'numb' થઈ ગઈ હતી. તમે મારા વિડીયોમાં પણ જોશો તો ખ્યાલ આવશે કે મારા ફેસ પર કોઈ જ expression નહોતા. હું સાવ બ્લેન્ક હતી. infact મે તો thank you સ્પીચ પણ તૈયાર કરી નહોતી."

તમારા ફેમિલીનો રિસ્પોન્સ કેવો હતો?

જાનકી કહે છે કે મારા જેટલાં જ ખુશ મારા પેરેન્ટ્સ હતા. તેઓ હજુ પણ સ્માઈલ કરી રહ્યા છે. અને તેમનો ઉત્સાહ એટલો હતો કે તેઓ મને એરપોર્ટ લેવા ઢોલ-નગારા સાથે આવેલા અને એક અદ્દલ ગુજરાતીની જેમ મારા પરિવારે ટ્રેડિશનલ ગરબા પણ રમ્યા હતા.

'વશ' અને 'શૈતાન' - આ બંનેનો અનુભવ કેવી રીતે અલગ રહ્યો?

જાનકી એ વશ વિશે વાત કરતાં જણાવ્યું કે વશની વાર્તાના મૂળ ફિલ્મના ડિરેક્ટર કેડી સર ( કૃષ્ણદેવ યાજ્ઞિક)ને કોઈ જગ્યાએ જતાં રસ્તામાં એક વિચાર આવ્યો હતો. કે જો તે કોઈ જાદુ કે વશીકરણથી ટ્રાફિક ગાયબ કરી શકે તો? બસ ત્યાંથી વાર્તાના મૂળ નંખાયાં અને ફિલ્મની વાર્તા ડેવલપ થઈ. બંને ફિલ્મના કેરેક્ટર માટે કોઈ ખાસ તૈયારીની જરૂર એટલા માટે નહોતી પડી કારણ કે સ્ક્રિપ્ટ પૂરી ડિટેલમાં હતી અને બંને ફિલ્મ પહેલા મેં બંને ડિરેક્ટર કૃષ્ણદેવ યાજ્ઞિક અને વિકાસ બહેલ સાથે 1 અઠવાડિયાની વર્કશોપ કરી હતી. અને હું ડિરેક્ટરની એક્ટર છું એટલે હું મારા ડિરેક્ટર પર પૂરેપરો ભરોસો રાખું છું. I just deliver what they ask for.

બંને ફિલ્મનો અનુભવ આમ જોવા જવું તો એક જ જેવો રહ્યો કારણ કે જ્યારે મેં વશ કરી ત્યારે તે પહેલા મેં હિતેન સર કે હિતુ સર કે નીલમ પંચાલ સાથે ક્યારેય કામ કર્યું નહોતું. વશ કરી એ પહેલા જ તેણે 'રાડો' જોઈ હતી. તો બીજી તરફ અજય સર, માધવન સર અને જ્યોતિકા મેમ સાથે પણ પહેલો જ અનુભવ હતો. આમ મારા માટે આ બંને સેટ પર બધા જ કલાકારો સિનિયર અને ખૂબ experienced હતા. અને બંને જગ્યાએ મારે મારી જાતને પ્રુવ કરવાની હતી. so i just believed in my self and universal flow. I tried to give my 200% હા, એ વાત સાચી કે વશ ફિલ્મ કરેલી એટલે શૈતાન માટેની અડધી મહેનત તો થઈ જ ગયેલી.

શું તમે અંધશ્રદ્ધામાં માનો છો?

"સુપર નેચરલ પાવર પર ફિલ્મ કરી છે. હું માનુ છું અને નથી પણ માનતી. મારું માનવું છે કે જો તમે તેમાં માનો તો તે છે અને ના માનો તો નથી. પણ હા સાવ નથી માનતી એવું પણ નથી. આજે પણ હું ચાર રસ્તે અમુક શબ્દો બોલવાનું ટાળું છું."

હવે ફિલ્મ શૈતાનની વાત થાય અને અજય દેવગનની વાત નીકળે એટલે બધાને ખબર છે કે અજય દેવગન એક મોટો prankster છે. તો અમે જાનકીને પૂછ્યું કે તેની સાથે કોઈ મજાકની મોમેન્ટ આજે દેવગન સાથેની?

જાનકી: " વેલ, હા એ વાત સાચી કે અજય સર પ્રેન્ક કરે છે. તેમના નાના મોટા મજાક મસ્તી ચાલતી રહેતી હોય. પણ આ ફિલ્મની ફિલ જ એટલી સિરિયસ હતી કે કોઈ ખાસ એવું પ્રેન્ક એમણે મારી સાથે કર્યું નથી. પણ હા, એક સીન યાદ છે કે હું ચેર (ખુરશી) પર ઊભી હતી અને ચેર પુલ કરીને તેમણે મને પકડવાની હતી. તો શરૂઆતમાં જ્યારે આ સીન થયો ત્યારે કદાચ મારું વજન થોડું ઓછું હશે અને ફરી જ્યારે એ સીન થોડા દિવસો પછી કરવાનો આવ્યો તો મને અજય સરે કહ્યું કે 'વઝન બઢ ગયા હે તેરા..' આમ તો સેટ આખો હંમેશા મસ્તીવાળો જ રહેતો. સીન ના ચાલતો હોય ત્યારે માધવન સર હોય કે અંહિયા હિતુ સર બધા હંમશા મજાક કરતાં એટલે ફિલ્મની ગંભીરતા એટલી પણ મગજ પર અસર ના કરે."

આ ઉપરાંત પણ એક મોમેન્ટ યાદ કરતાં તેણે કહ્યું કે, "વશના સેટ પર એક સિરિયસ સીન હતો. એ સીન જેમાં પેન્ટમાં પી કરવાની છે. તો સીન શરૂ થતાં પહેલા જ નીલમ મેમ અને હિતેન સરે એવો જોક ક્રેક કર્યો કે એ સીન કરતાં પહેલા અને સીન પછી અમે ખડખડાટ હસતાં હતા."

હવે what is next ?

આ સવાલનો જવાબ આપતા જાનકીએ કહ્યું કે હું જેમ જેમ કામ આવતું જાય છે અને મને ગમતું જાય છે તેમ તેમ તે લેતી જાઉ છું. મને 'વશ' પછી 'ત્રિશા ઓન ધ રોક્સ' ઓફર થઈ હતી. મને તેની સ્ટોરી ખૂબ ગામી. મને લાગ્યું કે એ આપણી આસપાસની જ સ્ટોરી છે. મારા-તમારા જેવા લોકોની જ વાત છે તો મેં એ તરત સ્વીકારી લીધી.

શૈતાન પછી કોઈ અપકમિંગ હિન્દી પ્રોજેક્ટ?

આ વિશે જાનકીએ હાલ ચુપકીદી સેવતા કહ્યું કે હાલ કશું કહી શકાય તેમ નથી. પણ તેની વાતોના ઇશારા એ તરફ જઇ રહ્યા હતા કે 'વશ' પછી 'ત્રિશા ઑન ધ રોક્સ' નું જો હિન્દી વર્ઝન આવે તો નવાઈ નહીં.

જાનકી પહેલાથી જ એક્ટ્રેસ બનવા માંગતી હતી ?

આ સ્ટીરીયો ટાઈપ સવાલનો જવાબ આપતા જાનકીએ કહ્યું કે મેં ક્યારેય નહોતું વિચાર્યું કે હું ફિલ્મોમાં આવીશ. in fact હું એક્ટ્રેસ ના હોત તો શું હોત એ વિશે પણ ક્યારેય વિચાર્યું નહોતું. મેં BDS ( Bachelors in Dental Science) માં એડમિશન લીધી હતું પણ દોઢેક વર્ષ કર્યા પછી મને ના મજા આવી તો મેં છોડી દીધું.

વધુ વાંચો: OTTની આ એક્ટ્રેસે વધાર્યું ઈન્ટરનેટનું તાપમાન, હોટનેસથી ફેન્સ થયા પાણી પાણી, જુઓ Photos

અને અંતે જતાં જતાં અમે જે બધાના મનમાં છે એ સવાલ પણ હિંમત કરીને પૂછી જ લીધો કે જાનકી ક્યારે લગ્ન કરે છે?

આના જવાબમાં જાનકી જોરથી હસી પડી અને કહ્યું કે "હજુ એના માટે ઘણી વાર છે." જો કે સાથે વશ લેવલ 2 નું શૂટિંગ પૂરું થઈ ગયું છે તો એ નજીકના સમયમાં થિયેટરમાં જોઈ શકાશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Janki Bodiwala IIFA Awards Entertainment
Priyankka Triveddi

Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ