બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / ભારત / Voter helpline application is helpful for voters during elections with new features added

ચૂંટણી 2024 / મતદાતાઓની ઓલ ઈન વન App એટલે..., એક ક્લિક પર અનેક ફીચર્સ વોટર્સના હાથમાં

Vaidehi

Last Updated: 04:40 PM, 15 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

2019ની સાલમાં ચૂંટણી આયોગે વોટર હેલ્પલાઈન એપ લૉન્ચ કરી હતી જેમાં હવે અનેક નવા ફિચર્સ એડ કરવામાં આવ્યાં છે. એપની મદદથી મતદાતાઓને ચૂંટણી દરમિયાન ઘણી સરળતા રહેશે.

  • ચૂંટણીને લગતી બાબતો જાણવા માટે એપ લૉન્ચ
  • 2019માં વોટર હેલ્પલાઈન એપ કરાઈ હતી લૉન્ચ
  • મતદાતાઓ સરળતાથી ચૂંટણીને લગતી માહિતી શોધી શકે છે

લોકસભા ચૂંટણી 2024ની તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે. દેશનાં નિર્વાચિન ચૂંટણી પંચની પ્રક્રિયાને સરળ બનાવવા માટે હવે ઘણો ઓછો સમય રહી ગયો છે. મતદાતાઓની સુવિધા માટે વર્ષ 2019માં આયોગે Voter Helpline App બનાવી હતી જેમાં મતદાતાઓની સુવિધા માટે અનેક ફીચર્સ એડ કરવામાં આવ્યાં છે. આ એપ ચૂંટણી સંબંધિત જરૂરિયાતો માટે વન-સ્ટોપ ડેસ્ટિનેશન છે. તેવામાં આ એપલિકેશન દ્વારા વોટર્સને શું-શું સુવિધાઓ આપવામાં આવે છે તે વિશે જાણો.

વોટર હેલ્પલાઈન એપ
મતદાતાઓની લિસ્ટમાં નામ:
એપની મદદથી વોટર્સ મતદાતાઓની લિસ્ટમાં પોતાનું નામ શોધી શકે છે. આ સાથે જ તેઓ એવું પણ ચેક કરી શકશે કે તેઓ વોટ આપવા માટે યોગ્ય છે કે નહીં.

વોટર રજિસ્ટ્રેશન: જો તમારો વોટ રજિસ્ટર્ડ નથી તો આ એપની મદદથી વોર્ટસ ચૂંટણીની લિસ્ટમાં પોતાનો વોટ રજિસ્ટર કરાવી શકે છે.  આ સાથે જ રજિસ્ટ્રેશન ડિટેલ્સમાં સુધારો પણ કરી શકે છે.

વોટર સ્લિપ ડાઉનલોડ: આ એપથી વોટિંગ માટે યોગ્ય યૂઝર્સ ઈલેક્ટ્રલ રોલ કે ડિજિટલ ફોટો વોટર સ્લિપ ડાઉનલોડ કરી શકે છે.

ચૂંટણી સંબંધિત ડિટેલ્સ: આ એપ પર યૂઝર્સ ચૂંટણી સંબંધિત જાણકારીઓ, રિઝલ્ટ અપડેટ અને ઉમેદવારો વિશેની ડિટેલ્સ જાણી શકે છે.

મતદાતાઓની લિસ્ટમાં નામ શોધવા શું કરવું?

  • વોટર હેલ્પલાઈન એપની મદદથી યૂઝર્સ મતદાતાઓની લિસ્ટમાં પોતાનું નામ શોધી શકે છે. મતદાતા લિસ્ટમાં નામ સર્ચ કરવા માટે તમારે એપનાં હોમ પેજ પર દેખાતાં સર્ચબાર પર ક્લિક કરવું પડશે. 
  • સર્ચબાર પર ટેપ કરતાંની સાથે નવું પેજ ઓપન થશે જેમાં મોબાઈલ નંબર, ક્યૂઆર કોડ, ડિટેલ્સ કે EPIC નંબર એડ કરીને યૂઝર્સ મતદાતાઓની લિસ્ટમાં પોતાનું નામ શોધી શકશે.
     

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો:
https://whatsapp.com/channel/0029Va9Pzs50gcfLWGaYSv35

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ