બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / વિશ્વ / vladimir putin used deadly vacuum bomb in russian strikes

ઘાતક / રશિયાએ યુક્રેન પર છોડ્યો પ્રતિબંધિત 'Father of all bombs', જાણો કેટલો ખતરનાક હોય છે આ 'વેક્યુમ બોમ્બ'

Dhruv

Last Updated: 01:10 PM, 1 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વિશ્વના શક્તિશાળી દેશોમાંનો એક દેશ રશિયા યુક્રેન (Russia-Ukraine Crisis) પર સતત હુમલાઓ વધારતું જ જઇ રહ્યું છે. એવામાં યુક્રેનની રાજદૂત ઓક્સાના માર્કારોવા (Oksana Markarova) એ ચોંકાવનારો દાવો કર્યો છે. તેઓએ જણાવ્યું કે, યુદ્ધના પાંચમા દિવસે રશિયાએ યુક્રેન વિરૂદ્ધ પ્રતિબંધિત થર્મોબૈરિક હથિયારનો ઉપયોગ કર્યો છે.

  • રશિયાએ  ઉપયોગ કર્યો યુક્રેન વિરૂદ્ધ પ્રતિબંધિત થર્મોબૈરિક હથિયારનો
  • 'વેક્યુમ બોમ્બ' 44 ટન TNTની શક્તિથી કરી શકે છે વિસ્ફોટ
  • થર્મોબેરિક બોમ્બની ગણતરી વિશ્વના સૌથી ઘાતક પરમાણુ હથિયારોમાં

તેઓએ જણાવ્યું કે, રશિયાએ સોમવારનાં વેક્યુમ બોમ્બનો ઉપયોગ કર્યો છે કે જે જેનેવા કન્વેશન અંતર્ગત પ્રતિબંધિત છે. થર્મોબૈરિક હથિયારોમાં પારંપરિક ગોળા-બારૂદનો ઉપયોગ નથી થતો. તે એક ઉચ્ચ-દબાણવાળા વિસ્ફોટકથી ભરેલ હોય છે. તે શક્તિશાળી વિસ્ફોટ કરવા માટે આસપાસના વાતાવરણમાંથી ઓક્સિજન શોષે છે.

રિપોર્ટ અનુસાર, થર્મોબેરિક બોમ્બની ગણતરી વિશ્વના સૌથી ઘાતક પરમાણુ હથિયારોમાં થાય છે. તેને 2007 માં રશિયા દ્વારા વિકસાવવામાં આવ્યું હતું. જ્યારે 7100 કિલો વજનના આ બોમ્બનો ઉપયોગ કરવામાં આવે છે ત્યારે તે રસ્તામાં આવેલી ઈમારતો અને માણસોને તબાહ કરી નાખે છે. તેને 'એરોસોલ બોમ્બ' તરીકે પણ ઓળખવામાં આવે છે. પોર્ટ્સમાઉથ યુનિવર્સિટીના પીટર લીનું કહેવું છે કે, રશિયાએ 2016 માં સીરિયા પર આ 'વેક્યુમ બોમ્બ' નો ઉપયોગ કર્યો હતો. આ ખૂબ જ ખતરનાક બોમ્બ છે. તે 44 ટન TNTની શક્તિથી વિસ્ફોટ કરી શકે છે.

જાણો શું છે વેક્યુમ બોમ્બની વિશેષતા?

આ વેક્યુમ બોમ્બની બીજી વિશેષતા એ છે કે, તે ઓક્સિજનને શોષી લે છે અને ખૂબ મોટા પાયે વિસ્ફોટ કરે છે. આવાં વિસ્ફોટોને કારણે અલ્ટ્રાસોનિક શોકવેવ તેમાંથી બહાર આવે છે અને વધુ વિનાશ લાવે છે. આથી તે અન્ય શસ્ત્રો કરતાં વધુ શક્તિશાળી માનવામાં આવે છે. રશિયાએ પણ આ બોમ્બ એટલાં માટે તૈયાર કર્યો હતો કે, તે દુનિયાને જણાવી શકે કે તે કેટલો શક્તિશાળી છે અને ગમે ત્યારે કોઈ પણ દેશ રશિયા પર હુમલો કરતા પહેલાં અનેક વખત વિચારે છે.

'ફાધર ઓફ ઓલ બોમ્બ' 300 મીટરની ત્રિજ્યામાં નુકસાન પહોંચાડી શકે છે. આ વિનાશક શસ્ત્રને જેટમાંથી છોડવામાં આવે છે અને તે હવાની વચ્ચે વિસ્ફોટ કરે છે. તે હવામાંથી ઓક્સિજન ખેંચે છે અને નાના પરમાણુ હથિયાર જેવી જ અસર પેદા કરે છે. આ શક્તિશાળી બોમ્બ પરમાણુ હથિયારોથી વિપરીત પર્યાવરણ માટે કોઈ ખતરો નથી.

બોમ્બ બનાવવામાં અમેરિકાનો પણ હાથ

આ ખતરનાક બોમ્બ તૈયાર કરવા પાછળ અમેરિકાનો સૌથી મોટો હાથ છે. યુએસએ 2003 માં 'મધર ઓફ ઓલ બોમ્બ' (Mother of all bomb) તૈયાર કર્યો હતો કે જેનું નામ GBU-43/B છે. તે 11 ટન ટીએનટીની શક્તિથી વિસ્ફોટ કરી શકે છે, જ્યારે રશિયન બોમ્બ 44 ટન ટીએનટીની શક્તિથી બ્લાસ્ટ કરવામાં સક્ષમ છે. અમેરિકામાં તૈયાર થયેલા આ બોમ્બના જવાબમાં રશિયાએ 'ફાધર ઓફ ઓલ બોમ્બ' તૈયાર કર્યા.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ