બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 10:17 PM, 3 January 2024
ADVERTISEMENT
ટીમ ઇન્ડિયાના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી ICC ટેસ્ટ રેન્કિંગમાં સુધારો થયો છે અને તેનો ટોપ-10 ની યાદીમાં વધુ એક વખત સમાવેશ થયો છે. ચાર સ્થાન પરથી કદુકો લગાવી તે 9મા સ્થાને પહોંચી ગયો છે. માર્ચ 2022 બાદ વિરાટ કોહલીએ ટોપ-10માં જગ્યા બનાવી છે સાથે જ ટોપ-10માં સ્થાન મેળવનાર એકમાત્ર ભારતીય બેટ્સમેન પણ બન્યો છે. જ્યારે રોહિત શર્માનું સ્થાન ચાર પોઇન્ટ ગગડી ગયું છે.

ADVERTISEMENT
વિરાટ કોહલીએ રેન્કિંગમાં વાપસી કરી છે
દક્ષિણ આફ્રિકા સામેની પ્રથમ ટેસ્ટ મેચમાં 38 અને 76 રનની ઈનિંગના સાથે વિરાટ કોહલીએ રેન્કિંગમાં વાપસી કરી છે. બીજી તરફ દક્ષિણ આફ્રિકા સામેની બોક્સિંગ ડે ટેસ્ટ મેચમાં રોહિતે બંને ઈનિંગ્સમાં માત્ર 5 રન જ બનાવ્યા હતા. જેને પરિણામે ભારતીય કેપ્ટન રોહિત શર્માને મોટું નુકસાન થયું છે. તે 10મા સ્થાનેથી ચાર સ્થાન નીચે 14મા સ્થાને પહોંચી ગયો છે. તે પ્રથમ દાવમાં તે 5 રનમાં અને બીજી ઇનિંગમાં તે 0 પર આઉટ થયો હતો.
ADVERTISEMENT
રિષભ પંત 12માં સ્થાને છે
બને વખત આફ્રિકન ફાસ્ટ બોલર કાગીસો રબાડાએ રોહિતને આઉટ કર્યો હતો. જેથી તે 14મા સ્થાને ધકેલાઈ ગયો છે. ઇજાગ્રસ્ત ઋષભ પંત રોહિત બાદ ટોપ-15માં સ્થાન મેળવનાર બીજો ભારતીય બેટ્સમેન છે. રેન્કિંગમાં ટોપરની વાત કરવામાં આવે તો ન્યૂઝીલેન્ડનો કેન વિલિયમસન ICC ટેસ્ટ રેન્કિંગમાં ટોચ પર છે. જ્યારે બીજા સ્થાન પર ઈંગ્લેન્ડનો જો રૂટ છે. તથા ત્રીજા સ્થાને ઓસ્ટ્રેલિયાનો સ્ટીવ સ્મિથ અને ન્યૂઝીલેન્ડનો ડેરિલ મિશેલ ચોથા સ્થાને છે. તથા ઓસ્ટ્રેલિયાનો ઉસ્માન ખ્વાજા પાંચમા સ્થાને પહોંચી ગયો છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.