બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / સ્પોર્ટસ / Cricket / Virat Kohli removed for 76, SA humiliate IND by an innings and 32 run win in Centurion

ક્રિકેટ / સેંચુરિયન ટેસ્ટમાં ટીમ ઈન્ડીયાનો કારમો પરાજય, સીરિઝ જીતવાનું સપનું તૂટ્યું, આ રહ્યાં હારના મોટા કારણ

Published By: Hiralal

Last Updated: 09:53 PM, 28 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સેંચુરિયન ટેસ્ટમાં ટીમ ઈન્ડીયનો ઘોર પરાજય થયો છે. સાઉથ આફ્રિકાએ ઈનિંગ્સ અને 32 રનથી પહેલી ટેસ્ટ જીત લઈને 1-0થી સરસાઈથી મેળવી લીધી છે.

  • સેંચુરિયન ટેસ્ટમાં ટીમ ઈન્ડીયાનો કારમો પરાજય
  • સાઉથ આફ્રિકાની ઈનિંગ્સ અને 32 રનથી જીત 
  • રોહિત બ્રિગેડનો એક પણ બેટર કે બોલર ન ચાલ્યો

સાઉથ આફ્રિકામાં ટેસ્ટ સીરિઝ જીતવાનું ભારતનું સપનું રોળાઈ ગયું છે. રોહિત બ્રિગેડનો એક પણ ખેલાડી ન ચાલવાને કારણે સાઉથ આફ્રિકાએ એક ઈનિંગ અને 32 રનથી પહેલી ટેસ્ટ જીતી લીધી હતી. ભારત હવે માત્ર બીજી ટેસ્ટ મેચ જીતીને શ્રેણીની બરોબરી કરી શકે છે. બીજી ટેસ્ટ મેચ 3 જાન્યુઆરીથી કેપટાઉનમાં રમાવાની છે. ટીમ ઇન્ડિયાની બેટિંગ બંને ઇનિંગ્સ ખૂબ જ ખરાબ રહી હતી. પ્રથમ ઈનિંગમાં કેએલ રાહુલ અને બીજી ઈનિંગમાં વિરાટ કોહલી સિવાય ટીમ ઈન્ડિયાનો અન્ય કોઈ બેટ્સમેન સાઉથ આફ્રિકાના ફાસ્ટ બોલરોનો સામનો નહોતો કરી શક્યાં. 

આખી ટીમ 131 રનમાં જ ધરાશાયી 
પ્રથમ ઈનિંગમાં 163 રનથી પાછળ રહ્યા બાદ ભારતીય બેટ્સમેનો પાસેથી સારા દેખાવની અપેક્ષા રાખવામાં આવી રહી હતી. જો કે, આવું થઈ શક્યું નહીં. બીજી ઈનિંગમાં ભારતીય ટીમની ઈનિંગ શરૂઆતથી જ આઉટ ઓફ ટ્રેક લાગતી હતી. ઓવરઓલ ભારત બીજી ઈનિંગમાં માત્ર 34.1 ઓવર જ રમી શક્યું હતુ અને તેમની આખી ટીમ 131 રનમાં જ ધરાશાયી થઈ ગઈ હતી. વિરાટ કોહલી બીજી ઇનિંગમાં ભારત માટે શાનદાર પ્રદર્શન કરી શક્યો હતો. કોહલીએ 82 બોલમાં 12 ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 76 રન બનાવ્યા હતા.

દક્ષિણ આફ્રિકાએ બનાવ્યા 408 રન
અગાઉ સાઉથ આફ્રિકાએ ત્રીજા દિવસે પાંચ વિકેટે 256ના સ્કોરથી આગળ રમવાનું શરુ કર્યું હતુ. અણનમ બેટ્સમેન ડીન એલ્ગર અને માર્કો જેનસેને ઇનિંગ્સને શાનદાર રીતે લંબાવી હતી. એલ્ગર અને જેનસેને છઠ્ઠી વિકેટ માટે 111 રનની ભાગીદારી કરી હતી, જેના કારણે આફ્રિકાએ શાનદાર સ્થિતિમાં લાવી દીધું હતુ.દક્ષિણ આફ્રિકાએ પોતાના પ્રથમ દાવમાં 408 રન બનાવ્યા હતા અને 163 રનની મોટી લીડ મેળવી હતી. ડીન એલ્ગરે 287 બોલનો સામનો કરતાં 185 રન ફટકાર્યા હતા, જેમાં 28 ચોગ્ગા સામેલ હતા. તે જ સમયે, માર્કો જેનસેને 11 ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી અણનમ 84 રન બનાવ્યા હતા. કેપ્ટન ટેમ્બા બાવુમા ઈજાના કારણે બેટીંગમાં ઉતર્યો નથી. ભારત માટે જસપ્રિત બુમરાહે ચાર અને મોહમ્મદ સિરાજે બે વિકેટ ઝડપી હતી.

1. ટોપ ઓર્ડર ફ્લોપ
સેન્ચુરીયન ટેસ્ટની બંને ઈનિંગમાં ભારતીય ટીમનો ટોપ ઓર્ડર ફ્લોપ સાબિત થયો. મેચના બંને દાવમાં ટીમ ઇન્ડિયાની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. મેચની બંને ઈનિંગમાં કેપ્ટન રોહિત શર્મા, યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ અને શ્રેયસ અય્યર ખરાબ રીતે ફ્લોપ રહ્યા હતા.

2. બોલિંગમાં ફ્લોપ ટીમ ઇન્ડિયા
પ્રથમ ટેસ્ટ મેચમાં ટીમ ઇન્ડિયાની બોલિંગ ઘણી જ ખરાબ રહી હતી. આ મેચમાં ભારતીય બોલરોને પ્રથમ ઈનિંગમાં બોલિંગ કરવાની તક મળી હતી. જસપ્રિત બુમરાહ સિવાય કોઈ બોલર કિફાયતી સાબિત થયો નથી. જ્યારે સાઉથ આફ્રિકાના ફાસ્ટ બોલરોએ તેમની ઝડપ અને બાઉન્સને સહારે ટીમ ઈન્ડિયાના બેટ્સમેનોને પરેશાન કર્યા હતા, ત્યારે ભારતીય ફાસ્ટ બોલરો પણ કમાલ દેખાડી શક્યા નહતા.

3. રોહિત શર્મા નિષ્ફળ
સેન્ચુરીયન ટેસ્ટમાં રોહિત શર્મા પાસેથી ચાહકોને ઘણી મોટી અપેક્ષાઓ હતી, પણ રોહિત શર્માએ બંને ઈનિંગમાં ચાહકોને નિરાશ કર્યા હતા. રોહિતે પ્રથમ ઇનિંગમાં 5 રન બનાવ્યા હતા, ત્યારબાદ બીજી ઇનિંગમાં રોહિત ખાતુ ખોલાવ્યા વગર જ આઉટ થઇ ગયો હતો. 

૪. અનુભવનો અભાવ
પ્રથમ ટેસ્ટમાં ભારતીય બેટિંગ ઘણી નબળી રહી હતી. પ્રથમ ઈનિંગમાં કેએલ રાહુલ અને બીજી ઈનિંગમાં વિરાટ કોહલીને બાદ કરતાં બાકીના બેટ્સમેનોએ ટીમને ઘણી નિરાશ કરી હતી. ભારતીય બેટિંગમાં અનુભવનો ઘણો અભાવ હતો. શુબમન ગીલથી લઈને યશસ્વી જયસ્વાલ સુધી વિદેશની ભૂમિ પર ટેસ્ટ ક્રિકેટનો ખાસ અનુભવ નથી. જે તેની બેટિંગ દરમિયાન પણ જોવા મળી હતી.

5. આયોજનમાં નિષ્ફળ રહી ટીમ ઇન્ડિયા
ક્રિકેટ નિષ્ણાતોના મતે પ્રથમ ટેસ્ટમાં ભારતીય ટીમના આયોજનનો અભાવ જોવા મળ્યો છે. ઘણા નિષ્ણાતો માને છે કે, ટેસ્ટ મેચ અગાઉ ટીમે વધુને વધુ પ્રેક્ટિસ કરવી જોઈએ અને જ્યાં મેચ યોજાવાની છે ત્યાં પ્રેક્ટિસ પણ કરવી જોઈએ.

સંકળાયેલા મુદ્દાઓ

Centurion test news India vs South Africa 1st Test India vs South Africa Test Centurion test news

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ