બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / Viral / VIDEO : પરણેલામાં ખુશીની લહેર! આ 3 વસ્તુમાં જ પત્ની થઈ જશે ખુશ, ખુબસુરત મહિલાએ સમજાવ્યું
Last Updated: 10:07 AM, 18 May 2025
આજકાલ સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક મહિલાએ રમુજી રીતે સમજાવ્યું છે કે પુરુષને તેની પત્નીને હંમેશા ખુશ રાખવા માટે કયા ગુણોની જરૂર છે. આ વીડિયો ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ vandanapandey06 પરથી શેર કરવામાં આવ્યો છે અને અત્યાર સુધીમાં લાખો વખત જોવામાં આવ્યો છે. વીડિયોમાં, મહિલાએ હસતાં હસતાં કહ્યું કે સ્ત્રીની ખુશી માટે પુરુષ પાસે ફક્ત ત્રણ વસ્તુઓ હોવી જોઈએ.
ADVERTISEMENT
(1) સુંદર શરીર - એટલે કે વ્યક્તિ દેખાવમાં આકર્ષક હોવો જોઈએ, અર્થાત તમારે તમારા શરીરને એટલું આકર્ષક બનાવવું પડશે
(2) ભરેલું ખિસ્સું- ભરેલું ખિસ્સું કોને ન ગમે? એટલે તમે સારુ કમાતાં હોવ તો પત્ની તમારાથી ખુશ રહેશે એ નક્કી છે તેવું આ મહિલાનું કહેવું છે.
ADVERTISEMENT
(3) 'એ આયો',અવાજ સાંભળીને તરત જ હાજર થઈ જાઓ - જ્યારે પત્ની ફોન કરે, ત્યારે તમારે કોઈ પણ વિલંબ કર્યા વિના હાજર રહેવું જોઈએ.
લોકોએ શું પ્રતિક્રિયાઓ આપી?
આ વીડિયો જોયા પછી, સોશિયલ મીડિયા યુઝર્સની પ્રતિક્રિયાઓ પણ ખૂબ જ રસપ્રદ હતી. એક યુઝરે લખ્યું, “તમે બિલકુલ સત્ય કહ્યું છે!” જ્યારે બીજાએ ટિપ્પણી કરી, "જ્યાં પૈસા છે, ત્યાં છોકરીઓ છે." વીડિયોની આ કટાક્ષપૂર્ણ રજૂઆત પર ઘણા લોકો હસવાનું રોકી શક્યા નહીં અને પોતાની પ્રતિક્રિયાઓ શેર કરી. કેટલાકને તે રમુજી લાગ્યું, જ્યારે કેટલાકે તેના પર હળવાશથી ઊંડા વિચારો વ્યક્ત કર્યા.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.