ન્યૂઝ અપડેટ્સ
ADVERTISEMENT
ADVERTISEMENT
પોતાના લગ્નને યાદગાર બનાવવા તેમજ લોકો પણ વખાણ કરે તે પ્રમાણે દુલ્હા અને દુલ્હન કંઇક હટકે કરવાનો આગ્રહ રાખે છે. ક્યાંક લગ્ન મંડપમાં એન્ટ્રી અનોખી હોય તો ક્યારેક જાનૈયા કંઇક અલગ જ અંદાજમાં જાન લઇને પહોંચે. આપણે મેરેજના આવા અનેક વીડિયો જોઇએ છીએ જેમાં અત્યારની દુલ્હન પહેલાની જેમ શરમાતી નથી. એકદમ બિંદાસ્ત અને હસતી જોવા મળે છે. ત્યારે હાલમાં જ એક એવો વીડિયો સામે આવ્યો છે જેમાં દુલ્હને જાહેરમાં પોતાના મનની વાત કહીને બધાને ચોંકાવી દીધા.
બોનેટ પર બેસીને દુલ્હાના ઘરે પહોંચી દુલ્હન
ADVERTISEMENT
આમ તો સામાન્ય રીતે લગ્ન થયા પછી સજોડે દુલ્હન તેવા જીવનસાથીના ઘરે પહોંચે છે. પરંતુ એક એવો વી઼ડિયો વાયરલ થયો છે જેમાં લગ્ન પહેલા જ દુલ્હન એકલી જ વરરાજાના ઘર આંગણે જઇને ઉભી રહી. એ પણ પાછુ કારના બોનેટ પર બેસીને. જી હા, આ વીડિયો સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થઇ રહ્યો છે. કારના બોનેટ પર બેસીને દુલ્હને રોમેન્ટિક અંદાજમાં લગ્ન કરવા માટે પ્રપોઝ કરતી જોવા મળી રહી છે. દુલ્હન લગ્નના જોડામાં સજ્જ છે. લગ્ન કરવામાં કલાકોની જ વાર છે તે પહેલા જ તે દુલ્હાના ઘરે પહોંચીને રોડ પરથી જ બૂમો પાડતી જોવા મળે છે. તેને સાંભળીને દુલ્હેરાજા પણ બાલ્કનીમાં આવે છે. ત્યારે ઉત્સાહી દુલ્હન પોતાના દિલની વાત જાહેરમાં કહે છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
કારના બોનેટ પર બેસીને કરે છે પ્રપોઝ
દુલ્હન બોનેટ પર બેસીને જ્યારે દુલ્હાના ઘર નીચે આવે છે. વરરાજાને જોતા જ તે એક ફિલ્મી ડાયલૉગ બોલે છે. તે કહે છે કે મુજે તુમસે શાદી કરના ચાહતી હું, તો સામે જવાબ આપે છે કે હૈ ? તો દુલ્હન પૂછે છે યે સવાલ વાલા હા કે હા વાલા હા ? આ જલેબી ફિલ્મનો ડાયલોગ છે. જેની પર દુલ્હને પોતાના લગ્નને યાદગાર બનાવવા માટે આ વીડિયો બનાવ્યો હતો..સોશિયલ મીડિયામાં લોકો દુલ્હનના વખાણ કરી રહ્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ