ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / અજબ ગજબ / viral video of cat resting on a classroom bench

OMG ! / ક્લાસરૂમમાં બિલાડી પહોંચી ભણવા ! વિદ્યાર્થીઓ ભણતા રહ્યા પણ બિલાડીએ કર્યુ એવું કે સોશિયલ મીડિયામાં વીડિયો થયો વાયરલ

Published By: Khyati

Last Updated: 03:42 PM, 16 May 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સોશિયલ મીડિયામાં વીડિયો થયો વાયરલ, બેંચ પર બેસીને આરામ ફરમાવી રહી છે બિલાડી અને વિદ્યાર્થીઓ શાંતિથી ભણી રહ્યા છે

ADVERTISEMENT

  • ક્લાસમાં પહોંચી બિલાડી
  • ચાલુ ક્લાસમાં વિદ્યાર્થીઓ વચ્ચે બેસી બિલાડી
  • બેંચ પર ફરમાવી રહી છે આરામ


સ્કૂલ કે કોલેજમાં ચાલુ લેક્ચર દરમિયાન ઉંઘ આવી ન હોય તેવુ તો ભાગ્યે જ બન્યુ હશે. કારણ કે દરેક લોકોએ આ તબક્કામાં બોરિંગ ક્લાસનો અનુભવ કર્યો જ હશે. આવા સમયે ઝોંકા આવે તે તો પાકુ જ છે અને આવા સમયે ટીચર જોઇ જાય તો આવી જ બન્યુ સમજો. ત્યારે સોશિયલ મીડિયામાં એક ક્યૂટ વીડિયો વાયરલ થયો છે જેમાં સ્ટુડન્ટની સાથે બિલાડી પણ લેક્ચર અટેન્ડ કરી રહી છે. 

બિલાડી વર્ગમાં બેસીને ભણી રહી છે

ઈન્ટરનેટ પર વાયરલ થયેલા આ વીડિયોમાં તમે એક બિલાડી ક્લાસની બેંચ પર સૂતી જોવા મળી રહી છે. આ વીડિયોમાં જોઇ શકાય છે કે બાળકો એકાગ્ર થઇને ભણી રહ્યા છે અને તે બધાની વચ્ચે આ બિલાડી પાટલી પર બેસીને આળસ મરડી રહી છે. બિલાડીનો આ ફની વીડિયો સોશિયલ મીડિયામાં શેર કરવામાં આવ્યો છે જેને લોકો ઘણો પસંદ કરી રહ્યા છે. વિડિયોની શરૂઆતમાં તમે જોઈ શકશો કે કેવી રીતે કૉલેજના ક્લાસમાં લેક્ચર દરમિયાન એક બિલાડી ટેબલ પર સૂઈ રહી છે. બિલાડીને જોઇને વિદ્યાર્થીઓનું ધ્યાન સ્હેજ પણ ડગ્યુ નથી. 

 

ખૂબ પસંદ કરી રહ્યા છે આ બિલાડીને

આ વાયરલ વીડિયોના કેપ્શનમાં લખ્યું છે કે, 'આ મારો અપર ક્લાસમેન છે.' આ ફની વીડિયો જોયા બાદ ઘણા યુઝર્સે પોત-પોતાની પ્રતિક્રિયાઓ આપી છે. કોમેન્ટ બોક્સ હસતા ચહેરાના ઈમોજીથી ભરેલું છે. કૉલેજના ક્લાસમાં આળસુ બિલાડીનો વીડિયો જોઈને તમને બગાસું આવી જશે. આ વીડિયો બે દિવસ પહેલા વાયરલ થયો હતો જેને અત્યાર સુધીમાં  2,500થી વધુ અપવોટ્સ મળી ચૂક્યા છે. 
 

સંકળાયેલા મુદ્દાઓ

cat sleeping college lecture upper classman viral video વીડિયો વાયરલ Viral Video

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ