ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / Viral / VIDEO: ખુલ્લમ ખુલ્લા પ્યાર કરેંગે હમ દોનો! સ્કૂટી પર ખુલ્લેઆમ ફિલ્મી સ્ટાઇલમાં યુવક-યુવતીનો Kissing વીડિયો વાયરલ

વાયરલ / VIDEO: ખુલ્લમ ખુલ્લા પ્યાર કરેંગે હમ દોનો! સ્કૂટી પર ખુલ્લેઆમ ફિલ્મી સ્ટાઇલમાં યુવક-યુવતીનો Kissing વીડિયો વાયરલ

Published By: Priyankka Triveddi

Last Updated: 02:29 PM, 30 April 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સોશિયલ મીડિયાના આ જમાનામાં એવા એવા વિડીયો રોજ લોકો પોસ્ટ કરે છે અને એમાંથી ઘણા ખાસ ધ્યાન ખેંચે અને વાયરલ થાય છે. ઘણા વિડીયો ખૂબ ડેન્જરસ હોય છે. અને ઘણા એવા કે તમે જોઈને હસી-હસીને બેવડ વળી જાવ. ક્યાંક કોઈ દેસી જુગાડનો વિડીયો હોય તો ક્યાંક જાનવર સાથે કુસ્તી કરતો વિડીયો. અમુક એવા વિડીયો હોય કે જે જોઈને દિવસ સુધરી જાય. ત્યારે આવા અવનવા વિડીયોમાં એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે.

ADVERTISEMENT

મધ્યપ્રદેશની રાજધાની ભોપાલનો એક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયો જાહેરમાં બેશરમ કૃત્યનો છે. જે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વાયરલ વીડિયોમાં એક છોકરો અને છોકરી રાત્રે રસ્તા પર ચાલુ સ્કૂટર પર એકબીજાને કિસ કરતા જોવા મળે છે. સ્કૂટરની પાછળ આવતી કારમાં બેઠેલા લોકોએ આ વીડિયો બનાવ્યો અને સોશિયલ મીડિયા પર અપલોડ કર્યો જેના પછી આ વીડિયો વાયરલ થયો. આ વીડિયો X પર @CameramanTarun નામના એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે.

રસ્તા પર બેશરમી

જે વીડિયો વાયરલ થઈ રહ્યો છે તે રાતના સામેનો છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે બે યુવકો અને એક છોકરી સ્કૂટર પર સવારી કરી રહ્યા છે. એક યુવક સ્કૂટર ચલાવી રહ્યો છે અને તેની પાછળ બેઠેલા યુવક અને યુવતી બેશરમીની બધી હદો વટાવીને ચાલતા સ્કૂટર પર એકબીજાને કિસ કરી રહ્યા છે. બંનેમાંથી કોઈને જાહેર રસ્તાની કે રસ્તે જતાં લોકોની કોઇ પરવાહ નથી. તેઓ ચાલુ સ્કૂટરે તેમની મસ્તીમાં મશગુલ છે. કાર સવાર પાછળથી હોર્ન પણ વગાડે છે પણ તેની તેમના પર કોઈ અસર થતી નથી.

વધુ વાંચો: OTT અને સોશિયલ મીડિયા પર બંધ થશે અશ્લીલતા? સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને ફટકારી નોટિસ

સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ

સ્કૂટર પર ત્રિપલ સવારી અને પછી આવી બેશરમી જોઈને લોકો સોશિયલ મીડિયા પર વિવિધ કમેન્ટ્સ કરી રહ્યા છે. શહેરની વચ્ચોવચ્ચ રસ્તા પર આ પ્રકારની અશ્લીલતા પર કેટલાક લોકોએ નારાજગી પણ વ્યક્ત કરી છે. આ વીડિયો વાયરલ થતાં અમુક યુઝર્સમાં રોષ છે અને હવે તેઓ આ મામલે પોલીસ કાર્યવાહીની રાહ જોઈ રહ્યા છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Bhopal News Viral Video Couple Kissing Video

Published by

Priyankka Triveddi

Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ