બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / બિઝનેસ / vijay shekhar sharma Resignation who will become the new chairman of paytm payments bank

બિઝનેસ / હવે કોણ બનશે Paytmના બિગ બોસ? ચેરમેને રાજીનામું આપતા પેમેન્ટ્સ બેંકના મેનેજમેન્ટમાં હલચલ

Arohi

Last Updated: 12:35 PM, 27 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Vijay Shekhar Sharma: પેટીએમ પેમેન્ટ્સ બેંકના ફાઉન્ડર વિજય શેખર શર્માએ ચેરમેન પદથી રાજીનામું આપી દીધુ છે. પેટીએમ પેમેન્ટ્સ બેંકે પોતાના નિર્દેશન મંડળનું ફરી ગઠન કર્યું છે.

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના એક્સનના લગભગ 1 મહિના બાદ પેટીએમ પેમેન્ટ્સ બેંકના ફાઉન્ડર વિજય શેખર શર્માએ ચેરમેન પદ પરથી રાજીનામુ આપી દીધુ છે. ત્યાં જ મૂળ કંપની વન97 કમ્યુનિકેશંસના નોમિની ડાયરેક્ટર ભાવેશ ગુપ્તાએ પણ બોર્ડમાંથી રાજીનામું આપી દીધુ છે. 

વિજય શેખર શર્માની જાણીતી બેંકિંગ સેક્ટરમાં એક ફિનટેક ઉધ્યમીના રૂપમાં તેમના સાત વર્ષના કાર્યકાળનો અંત છે. જોકે તે પેટીએમ બ્રાન્ડ અને એપ વન97 કોમ્યુનિકેશન્સનું નેતૃત્વ કરવાનું ચાલું રાખશે. પેટીએમ પેમેન્ટ્સ બેંક 2017માં સ્થાપિત કરવામાં આવ્યું હતું. પેટીએમ પેમેન્ટ્સ બેંકે પોતાના નિર્દેશક મંડળનું ફરી ગઠન કર્યું છે. પીપીબીએલના ભવિષ્યના વ્યાપાર નવું બોર્ડ જ જોશે. 

આ લોકોને કરવામાં આવ્યા શામેલ 
પેટીએમ પેમેન્ટ્સ બેંક લિમિટેડના સેન્ટ્ર બેંક ઓફ ઈન્ડિયાના પૂર્વ ચેરમેન શ્રીનિવાસ શ્રીધરની નિયુક્તિની સાથે પોતાના નિર્દેશક મંડળનું પુનર્ગઠન કર્યું છે. રિટાયર્ડ આઈએએસ અધિકારી દેબેંદ્રનાથ સારંગી, બેંક ઓફ બરોડાના પૂર્વ કાર્યકારી નિર્દેશક અશોક કુમાર ગર્ગ અને રિટાયર્ડ આઈએએસ રજની સેખરી સિબ્બલને નવગઠિત બોર્ડમાં શામેલ કરવામાં આવ્યા છે તે હાલમાં બેંકમાં સ્વતંત્ર નિર્દેશકના રૂપમાં શામેલ થયા છે. 

બાકી બોર્ડમાં પંજાબ એન્ડ સિંઘ બેંકના પૂર્વ ઈડી અરવિંદ કુમાર જૈન શામેલ છે. જે એક સ્વતંત્ર નિર્દેશકના રૂપમાં કાર્ય કરે છે. પેટીએમ પેમેન્ટ્સ બેંકના એમડી અને સીઈઓ સુરિંદર ચાવલા છે. 

ટૂંક સમયમાં જ થશે નવા અધ્યક્ષની નિયુક્તિ 
પેટીએમના નવા ચેયરમેનની હાલ જાહેરાત નથી થઈ. હવે પેટીએમ પેમેન્ટ્સ બેંક ટૂંક સમયમાં જ એક નવા અધ્યક્ષની નિયુક્તિ કરશે. હાલ વિજય શેખર શર્માની પાસે પેટીએમ પેમેન્ટ્સ બેંકમાં 51 ટકા ભાગીદારી છે. જ્યારે વન97 કમ્યુનિકેશન્સની પાસે બાકીને શેર છે. એક રિપોર્ટ બાદ સોમવારે પેટીએમના શેરમાં 5 ટકાનો ઉછાળ જોવા મળ્યો હતો. 

વધુ વાંચો: ફૂલ એક્શનમાં RBI: SBI સહિત આ બેંકો પર કરાઇ મસમોટી કાર્યવાહી, ફટકાર્યો આટલાં કરોડનો દંડ

બેંકિંગના 39 વર્ષોના અનુભવ વાળા નવા બોર્ડ સદસ્ય અશોક કુમાર ગર્ગે પહેલા ન્યૂયોર્કમાં બેંક ઓફ બરોડાના અમેરિકી સંચાલનનું નેતૃત્વ કર્યું હતું. તે યુગાંડામાં બેંક ઓફ બરોડાના એમડી હતા. સારંગી દક્ષિણી પેટ્રોકેમિકલ ઈન્ડસ્ટ્રીઝ અને વોલ્ટાસના બોર્ડમાં એક સ્વતંત્ર નિર્દેશકના રૂપમાં કાર્ય કરે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ