બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / ગુજરાત / રાજકોટ / Vigyan Jatha's Jayant Pandya challenges Bageshwar Baba

વિવાદ / રાજકોટમાં બાબા બાગેશ્વરની કથામાં અમારા 50 માણસો હશે, ડરતા નથી...: વિજ્ઞાન જાથાની ઓપન ચેલેન્જ

Malay

Last Updated: 03:26 PM, 18 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Rajkot News: રાજકોટમાં બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીના કાર્યક્રમને લઇને વિજ્ઞાન જાથાના જયંત પંડ્યાએ કહ્યું અમે ધીરેન્દ્ર શાસ્ત્રીને ચેલેન્જ કરીશું, અમારા 50 લોકો દિવ્ય દરબારમાં હશે, બાબા તેઓના નામ જાહેર કરે.

 

  • ધીરેન્દ્ર શાસ્ત્રીના કાર્યક્રમને લઇ આવેદન
  • જયંત પંડ્યાએ કલેક્ટરને આપ્યું આવેદન પત્ર
  • આવા તત્વો સામે કાર્યવાહી થવી જોઈએઃ જયંત પંડ્યા

બાગેશ્વર ધામ સરકારના નામથી પ્રખ્યાત થયેલા ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. બાગેશ્વર ધામ સરકારના પીઠાધીશ્વર ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીના અમદાવાદ, સુરત અને રાજકોટમાં દિવ્ય દરબાર ભરાવાના છે. ત્યારે રાજકોટમાં બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીના કાર્યક્રમને લઇ આવેદન આપવામાં આવ્યું છે. વિજ્ઞાન જાથાના ચેરમેન જયંત પંડ્યાએ કલેક્ટરને આવેદન પત્ર આપ્યું છે. આવેદન પત્રમાં તેમણે બાબાના દરબાર યોજવા મંજૂરી ન આપવા અથવા મંજૂરી આપે તો શરતોનું પાલન કરવામાં આવે તેવી કલેક્ટરને વિનંતી કરી છે. 

બાગેશ્વર બાબા વિશે તો તદ્દન નવું જાણવા મળ્યું, દિગ્ગજ નેતાનું મોટું એલાન થઈ  ગયું વાયરલ, ભક્તોમાં ખુશી I bageshwar dham pandit dhirendra shastri is one  of hanuman ji 8 ...

ધીરેન્દ્ર શાસ્ત્રી લોકોને કરે છે ગુમરાહઃ જયંત પંડ્યા
કલેક્ટરને આવેદન પત્ર આપ્યા બાદ જયંત પંડ્યાએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું છે કે, આજે કલેક્ટરને આવદન પત્ર આપીને રજૂઆત કરવામાં આવી કે 1 અને 2 જૂનના રોજ રેસકોર્સ મેદાનમાં બાગેશ્વર ધામના ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી કે જેઓ દિવ્ય દરબારમાં અવૈજ્ઞાનિક, લોકોને ગુમરાહ, ભાવના સાથે ખીલવાડ, કોઈપણ જાતના લાયસન્સ વગર મેડિકલ સારવાર વગેરે કાર્યવાહી કરે છે તો તેને પાબંધી આપવી. આવા તત્વો સામે કાર્યવાહી થવી જોઈએ. તેવી વિજ્ઞાનજાથાની સ્પષ્ટ માંગણી છે. 

અમે બાબા બાગેશ્વરને આપીશું ચેલેન્જઃ જયંત પંડ્યા 
જયંત પંડ્યાએ જણાવ્યું કે, જ્યારે રાજકોટમાં બાબા બાગેશ્વરનો દરબાર ભરાશે ત્યારે અમે આશ્ચર્યજનક કાર્યક્રમ આપવાના છીએ, રેલી યોજવાના છીએ. સાથે દરબારમાં અમે બાબા બાગેશ્વરને ચેલેન્જ આપીશું કે દરબારમાં અમારા 50 વ્યક્તિઓ છે, તેમના નામ કહીને બતાવે તેમના ખીસ્સામાં શું છે? ખીસ્સામાં રહેલા રૂપિયાની નોટના નંબર શું છે અથવા પાનકાર્ડના નંબર શું છે?. 

'અમારા શબ્દકોષની અંદર ડર કે ભય જેવો શબ્દ નથી'
તેમણે જણાવ્યું કે, એટલે માત્રને માત્ર ફેસ રિડિંગને કારણે લોકોને ગુમરાહ કરે છે, આવા ઈસમ સામે કાર્યવાહી થવી જોઈએ. વિજ્ઞાન જાથા 32 વર્ષથી કામ કરે છે, વિજ્ઞાન જાથા બોલે છે એ પ્રમાણે કાર્યક્રમો આપે છે. વિજ્ઞાનજાથાના શબ્દકોષની અંદર ડર કે ભય જેવો શબ્દ નથી. અમે અમારા કાર્યક્રમ આપીશું અને અમે ચેલેન્જને ઉપડે એવી પણ વિનંતી કરીશું. આ તેમની વિશ્વાસનીયતા સાબિત કરવાનો અવસર છે. હિન્દુ ધર્મ કે સનાતનને અમે પણ માનીએ છીએ. પરંતુ સનાતન ધર્મના ઓઠા હેઠળ જે કૃત્ય કરે છે તે માફ કરવા યોગ્ય નથી.  અમે તેમના વિરુદ્ધ પુરાવા ભેગા કરી રહ્યા છીએ. પેન ડ્રાઇવમાં આ પુરાવા પોલીસ કમિશનરરને આપીશું. અમારી સંસ્થાનું કામ લોકોને જાગૃત કરવાનું છે.

ત્રણ શહેરોમાં યોજાશે બાબાનો દિવ્ય દરબાર 
ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી ગુજરાતના ત્રણ શહેરોમાં દિવ્ય દરબાર યોજશે. જેમાં અમદાવાદ, સુરત અને રાજકોટનો સમાવેશ થાય છે. જેની તારીખો પણ સામે આવી ચૂકી છે. સુરત, અમદાવાદ અને રાજકોટમાં 2-2 દિવસ બાબાના દિવ્ય દરબાર યોજાશે. જેને લઈને ગુજરાતમાં વિરોધ શરૂ થઈ ચૂક્યો છે. એક તરફ ધીરેન્દ્ર શાસ્ત્રીનું સમર્થન થઈ રહ્યું છે તો બીજી તરફ ધીરેન્દ્ર શાસ્ત્રીનો વિરોધ થઈ રહ્યો છે.

ક્યા અને ક્યારે યોજાશે દિવ્ય દરબાર?
- 26 અને 27 મેના રોજ સુરતના નિલગીરી મેદાન ખાતે
- 29 અને 30 મેના રોજ અમદાવાદના ઘાટલોડીયાના ચાણક્યપુરી ખાતે
-  1 જૂન અને 2 જૂનના રોજ રાજકોટના રેસકોર્સ મેદાનમાં 


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ