ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 05:35 PM, 8 October 2022
ADVERTISEMENT
ADVERTISEMENT
ડોગીએ કરી જબરદસ્ત એક્ટિંગ
આજના સમયમાં સૌ કોઈની અંદર એક્ટિંગનો કીડો જાગી રહ્યો છે, ફિલ્મો તથા વેબ સીરિઝની લોકપ્રિયતા લોકોના માથા પર ચઢી ગઈ છે. કોઈને જો કોઈ ડાયલોગ પસંદ પડી જાય છે, તો તેના પર રિલ્સ બનાવવાનું શરૂ કરી દે છે. જો તમને લાગે છે કે ફિલ્મોની આ દિવાનગી માત્ર માણસોમાં જ જોવા મળે છે, તો તમે ખોટા છો કેમકે એક્ટિંગના મામલામાં પ્રાણીઓ પણ કોઇથી પાછળ નથી. પણ તેઓ તો માણસો કરતાં સારી એક્ટિંગ કરી જાણે છે. આ બાબત સાબિત કરતો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
ADVERTISEMENT
સોશિયલ મીડિયા પર વિડીયો થઈ રહ્યો છે વાયરલ
આમ તો તમે ફિલ્મોમાં કામ કરનાર ઘણા ડોગીઝ જોયા હશે, જે પોતાની એક્ટિંગથી લોકોનાં દિલ જીતી લે છે કેમકે તેમને ટ્રેનિંગ આપવામાં આવે છે, પણ જરૂરી નથી કે માત્ર ફિલ્મોમાં જ કામ કરનારા ડોગી એક્ટિંગ કરી શકે, ઘરમાં રહેતા ડોગીઝ પણ આ મામલામાં પાછળ નથી. હવે સામે આવી રહેલા આ વિડીયોને જુઓ કે કેવી રીતે ડોગીના પગ પર એક રમકડું આવી ચઢે છે અને પછી તે ઘાયલ થવાની એક્ટિંગ કરે છે, જેને જોઈને મોટા મોટા એક્ટર્સ પણ શરમાઈ જાય.
ADVERTISEMENT
The Oscar goes to.. 😅 pic.twitter.com/m6o3rlRXVp
— Buitengebieden (@buitengebieden) October 4, 2022
ADVERTISEMENT
વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે ડોગીએ ટી-શર્ટ પહેર્યું છે. આ દરમિયાન એક રમકડાની કાર તેના પગ સાથે અથડાઈ જાય છે, પછી તે એવું વર્તન કરે છે કે જાણે તેણે ઘણું સહન કર્યું હોય અને પગ ઉપાડીને લંગડાવા લાગે છે, પછી કેમેરાને જોઈને તે તરત જ અભિવ્યક્તિ બદલી નાખે છે. જાણે તે સમજી ગયો હોય કે તેના માલિક તેનું નાટક સમજી ગયા છે.
લોકોએ કહ્યું કે ઓસ્કાર તો મળવો જ જોઈએ
ADVERTISEMENT
આ વિડીયોને ટ્વિટર પર @buitengebieden નામના અકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે, જેને એક કરોડ કરતાં પણ વધારે વ્યૂઝ મળી ચૂક્યા છે. એક યુઝર લખે છે કે આ ડોગીને આ એક્ટિંગ માટે ઓસ્કાર તો મળવો જ જોઈએ, જ્યારે અન્ય યુઝરે લખ્યું કે આ ડોગીની એક્ટિંગે મારુ દિલ જીતી લીધું.
સંકળાયેલા મુદ્દાઓ