ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / અજબ ગજબ / Video of a young woman cooking for the first time went viral

સાવધાન / VIDEO:આ મહિલાએ પહેલીવાર જ રસોડામાં મૂક્યો પગ, લાઇવ દરમિયાન થયુ એવું કે તમે ચોંકી જશો

Published By: Khyati

Last Updated: 02:10 PM, 16 May 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પહેલીવાર રસોઇ બનાવનાર યુવતી હતી એટલી ઉત્સાહી કે તેણે શરુ કર્યુ લાઇવ, અને પછી અચાનક રસોડામાંથી નીકળવા લાગ્યા ધુમાડા

ADVERTISEMENT

  • પહેલીવાર રસોઇ બનાવી રહી હતી યુવતી
  • લાઇવ વીડિયો દરમિયાન બની ઘટના
  • અચાનક જ ભભૂકી ઉઠી આગ

રસોઇ બનાવવી તો એકદમ સરળ પરંતુ એ કોના માટે જેને રસોઇ કરતા આવડતી હોય.  જો કે રસોઇ શીખવી એ પણ એક  કળા જ છે. ત્રણ ટાઇમ ભોજન બનાવીને આપવુ એ કંઇ સરળ કામ નથી. જે લોકો રસોઇ કરે છે તેમને ખબર હોય છેકે કેટલી મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ભોજન બળે નહી, ટેસ્ટી બને, ક્યાંક મરી મસાલા ઓછા ન પડે.. ગેસ હાઇ ફ્લેમ પર ન હોય અને બીજુ ઘણુ બધું. ત્યારે સોશિયલ મીડિયામાં એક એવો વીડિયો વાયરલ થયો છે જે જોઇને તમારી આંખો પહોળી થઇ જશે. 

માંડ માંડ બચી..

જો તમે પહેલીવાર રસોડામાં રસોઇ કરવા ગયા છો, તો તમારે વધુ ધ્યાન રાખવાની જરૂર છે. વાસ્તવમાં, આ મહિલા પહેલીવાર રસોડામાં રસોઈ બનાવવા ગઈ હતી. આ દરમિયાન તેમની સાથે મોટો અકસ્માત થાય છે. આ વિડિયો જોઈને તમારું મન ચોક્કસ બગડી જશે. વીડિયોમાં જોઈ શકાય છે કે મહિલા રસોડામાં ભોજન બનાવવા ગઈ હતી, ત્યારે જ ત્યાં ભીષણ આગ લાગી હતી. મહિલા સોશિયલ મીડિયા સ્ટાર હતી. તેથી જ તે પહેલીવાર વીડિયો બનાવીને લોકો સાથે રસોઈનો અનુભવ શેર કરવા માંગતી હતી.

પહેલીવાર રસોઇ કરી રહી હતી યુવતી

જો તમે રસોઇ પહેલી વાર કરી રહ્યા હોવ તો વધુ સાવચેતી રાખવાની જરુર છે. કારણ કે સોશિયલ મીડિયામાં એક એવો વીડિયો વાયરલ થયો છે જેમાં પહેલીવાર રસોઇ કરતી યુવતી સાથે અકસ્માત સર્જાય છે. આ વીડિયોમાં જોઇ શકાય છે કે યુવતી ભોજન બનાવી રહી અને અચાનક જ તવા પર આગ લાગે છે. આ યુવતી સોશિયલ મીડિયા સ્ટાર છે. તે રસોઇનો અનુભવ શેર કરવા માંગતી હતી જેથી તેણે આ વીડિયો લાઇવ કર્યો હતો. પરંતુ જેવી તે રસોઇ કરવા ગઇ તે પેનમાં આગ લાગી ગઇ અને યુવતી માંડ માંડ બચી.

રસોઇ લાઇવ કરી રહી હતી મહિલા

વીડિયોમાં મહિલા ઓન કેમેરા રસોઇ બનાવી રહી હતી.  કેલી કેરોન નામની આ મહિલા અમેરિકાના ફ્લોરિડામાં રહે છે. સોશિયલ મીડિયામાં તેના અનેક વીડિયો વાયરલ થઇ ચૂક્યા છે. તે મોટાભાગે વીડિયો સોશિયલ મીડિયામાં પોસ્ટકરતીરહે છે. જ્યારે તે પહેલીવાર રસોઇ બનાવવા ગઇ તેનો વીડિયો પણ બધા સાથે શેર કરવા માંગતી હતી. 

પેનમાં લાગે છે આગ

તમે જોઈ શકો છો કે તે રસોડામાં ઊભી છે. આ દરમિયાન ચારેબાજુ ધુમાડો દેખાય છે. થોડી જ વારમાં પેનમાં આગ લાગી જાય છે. આ પછી તે આગ ઓલવવા
 બેસિન પાસે તવો લઇ જાય છે તો આગ ઘટવાને બદલે વધી જાય છે. ત્યાર પછી મહિલા બચાવો બચાવોની બૂમો પા઼ડીને રસોડામાંથી બહાર જતી રહે છે. આખુ રસોડું ધૂમાડો ધૂમાડો થઇ જાય છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Video viral આગ લાગી રસોઇ લાઇવ વીડિયો વીડિયો વાયરલ Viral Video

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ