ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 05:51 PM, 20 September 2022
ADVERTISEMENT
ADVERTISEMENT
સાંકળા નાલામાંથી શખ્સે કાઢી લીધી ગાડી
એવા ઘણા લોકો છે, જે દાવો કરે છે કે તેમનાં કરતાં સારું ડ્રાઇવિંગ કોઇ કરી જ નથી શકતું. ખુલ્લા અને પહોળા રસ્તાઓ પર તો દરેક પોતાની ડ્રાઇવિંગ સ્કિલનું પ્રદર્શન કરી શકે છે, પણ સાંકળા અને દુર્ગમ રસ્તાઓ પર ગાડી ચલાવવી કોઈ બાળકોનો ખેલ નથી. ભલે ત્યાં ટ્રાફિક ન હોય, પણ અસલ ડ્રાઇવિંગ ટેસ્ટ તો તેને જ કહેવાય. હાલમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક શખ્સની ડ્રાઇવિંગ સ્કિલ જોઈને તમે પણ તેમના ફેન બની જશો. આ વાયરલ ક્લિપમાં શખ્સ એવી જગ્યા પર ગાડી ડ્રાઈવ કરી રહ્યો છે, જે જોઈને તમારી પણ ચીસ નીકળી જશે.
ADVERTISEMENT
The behind the wheel part of the drivers exam is alittle different than in the U.S. 😳😬🤯🚐 pic.twitter.com/EnqRxktVcF
— Fred Schultz (@FredSchultz35) September 18, 2022
ADVERTISEMENT
વીડિયો થયો સોશિયલ મીડિયા પર વાયરલ
વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે મેદાન વચ્ચે એક મોટું નાલુ છે, જેના પર લાકડીઓ આધાર માટે રાખેલી છે. તમે વિચારી પણ નહીં શકો, જે લાકડીઓ પર ચાલીને નાલુ પાર કરવું મુશ્કેલીભર્યું હોય શકે છે, તેના પર એક શખ્સ ડ્રાઈવ કરીને નીકળી જાય છે.
ADVERTISEMENT
સોશિયલ મીડિયા યુઝર્સે આપ્યા જાતજાતના રીએક્શન
what is more shocking? The driver's skill or the fact those 2 sticks of wood would support a van?
— Grover Thompson (@groverthompson) September 18, 2022
ADVERTISEMENT
I caught myself holding my breath watching this 🥴
— J LpZ (@janelpz30) September 19, 2022
ADVERTISEMENT
My dad taught me to drive and always said “know where the wheels are”, but this is too much for my nerves.
— David Bayer (@drbayer) September 19, 2022
એક દિવસ પહેલા ટ્વીટર પર શેર કરવામાં આવેલો આ વિડીયો ખળભળાટ મચાવી રહ્યો છે. 2 મિનિટ 18 સેકન્ડના વિડિયોમાં આ વ્યક્તિ તેની અદભૂત ડ્રાઇવિંગ કુશળતા દર્શાવે છે. વીડિયોને 4 લાખથી વધુ વ્યૂઝ મળ્યા છે, જ્યારે 6 હજારથી વધુ લાઈક્સ અને 900 રિટ્વીટ મળ્યા છે. આ સંખ્યા સતત વધી રહી છે. એક યુઝર કોમેન્ટ કરતાં લખે છે કે, આ જોઈને મારું દિલ મોંમાં આવી ગયું. જ્યારે એક અન્ય યુઝરે કોમેન્ટ કરતા લખ્યું છે, ઓહ તેરી કી. ડ્રાઇવિંગ શું છે. અન્ય એક યુઝરે કોમેન્ટ કરીને લખ્યું, અમેરિકનોનો પાર્કિંગમાં પરસેવો છૂટી જાય છે. આ વ્યક્તિ અદ્ભુત છે.
સંકળાયેલા મુદ્દાઓ