બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Video made by a married woman from Patan before committing suicide
ADVERTISEMENT
પાટણમાં પરિણીતાના આપઘાતનો વીડિયો વાયરલ થયો છે. પરિણીતાનો આપવીતી દર્શાવતો વીડિયો વાયરલ થયો છે. વીડિયોમાં મોરબીના વિષ્ણુ નામના વ્યક્તિ પર પરિણીતા આક્ષેપ લગાવી રહી છે. અને પરિણીતાના સાસરિયામાં પણ ફોન કર્યા હોવાનો આક્ષેપ કરાયો છે. લગ્નની લાલચ આપી જિંદગી બગાડ્યાથી આપઘાત કર્યાનો ઉલ્લેખ પરિણીતા વીડિયોમાં કરી રહી છે. આ વીડિયો તંબોળીયા ગામે પસાર થતી કેનાલનો હોવાનું અનુમાન છે. અને વીડિયો બનાવનાર પરિણીતા ખીમિયાણા ગામની રહેવાસી છે. ત્યારે હાલ ચાણસ્મા પોલીસે પરિણીતાની શોધખોળ હાથ ધરી છે.
ADVERTISEMENT
મળતી માહિતી પ્રમાણે ખીમિયાણા ગામની રહેવાસી પરિણીતાને વિષ્ણુ નામના યુવક સાથે પ્રેમસબંધ બંધાયો હતો. પ્રેમસબંધ દરમિયાન પરિણીતા સાથે લગ્ન કરવાનાા વાયદા કર્યા હતા. પરંતુ થોડા સમય બાદ વિષ્ણુ બીજી યુવતીના પ્રેમમાં સપડાયો હતો. આ વાતની જાણ થતાં પરિણીતએ વિષ્ણુને તેના સાથે આવું ન કરવા જણાવ્યું.
પરિણીતા યુવતીનું કેહવું છે કે, મારા સાથે લગ્નના વાયદા કર્યા બાદ હવે બીજી યુવતી સાથે પ્રેમસબંધ બાંધ્યો છે . અને હવે જ્યારે મે લગ્ન માટે કહ્યું તો મને બદનામ કરે છે અને મારા સાસરિયામાં પણ ફોન કરીને મને બદનામ કરી દીધી છે. પરિણીતા યુવતીના કેહવા પ્રમાણે વિષ્ણુ નામના યુવકે મારી જિંદગી ખરાબ કરી દીધી હોવાથી મારા પાસે મરવા સિવાય કોઈ રસ્તો નથી રહ્યો .
ADVERTISEMENT
પાટણની પરિણીતા દ્વારા પોતાના આપઘાત પેહલા વિડિયો બનાવી પોતાની આપવીતી જણાવી હતી, આપવીતી જણાવ્યા બાદ યુવતીએ કેનાલમાં જંપલાવી દીધું હોવાનું માનવામાં આવી રહ્યું છે. મળતી માહિતી અનુસાર તંબોળીયા ગામથી પસાર થતી કેનાલનો વીડિયો હોવોનું માનવામાં આવી રહ્યું છે. ચાણસ્મા પોલીસે પરિણીતાની શોધખોળ હાથ ધરી અને તપાસનો દોર શરૂ કર્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.