બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / VIDEO: 'ખાખી'ની દબંગગીરી! પોલીસકર્મીએ જનતા પર લાઠીઓનો કર્યો વરસાદ

ગુજરાત / VIDEO: 'ખાખી'ની દબંગગીરી! પોલીસકર્મીએ જનતા પર લાઠીઓનો કર્યો વરસાદ

Published By: Dinesh Chaudhary

Last Updated: 08:18 PM, 21 April 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ધોળકામાં પોલીસે જ જનતા પર લાઠીઓ વરસાવતા લોકોમાં આક્રોશ, પોલીસ કર્મચારીએ નશો કર્યો હોવાનો પણ પીડિતનો દાવો

રાજ્યમાં ફરી એકવાર 'ખાખી'ને કલંકિત કરતી ઘટના સામે આવી છે, આમ તો પોલીસ એટલે નાગરિકો માટે સુરક્ષિત અને રક્ષિત એટલે કે, રક્ષા કરનાર કહેવાય પરંતુ કેલાક કલંકિત પોલીસ કર્મીઓના કારણે નાગરિકોમાં તેમના પ્રત્યે ખરાબ છાપ ઉપસી રહી છે. ધોળકામાં પોલીસ જ જનતા પર લાઠીઓ વરસાવતી હોય તેવી ઘટના સામે આવી છે. પોલીસસ કર્મી નશાની હાલતમાં લોકોને લાઠી વડે માર માર્યાનો વીડિયો વાયરલ કરી આક્ષેપ કરાયો છે

લાઠીઓનો વરસાદ..!

ધોળકામાં પોલીસની દાદાગીરી વિરુદ્ધ લોકોમાં આક્રોશ ફેલાયો છે. જાહેરમાં એક વ્યકિતને લાકડી વડે ફટકાર્યાનો વીડિયો સામે આવ્યો છે. જેમાં જોઈ પણ શકાય છે કે, એક આધેડ વયનો વ્યક્તિ બેફામ લાઠીઓનો વરસાદ વરસાવી રહ્યો છે. પોલીસ કર્મચારીએ નશો કર્યો હોવાનો પણ પીડિતનો દાવો છે.

પોલીસ કર્મચારીનો વીડિયો વાયરલ

અત્રે જણાવીએ કે, પ્રહલાદ પોલીસ ચોકીના પોલીસ કર્મચારીનો વીડિયો વાયરલ થયો છે. પહેલા એક બાળકને માર માર્યો હોવાનો દાવો કરાયો છે અને જે બાળકની મદદે આવનાર વ્યક્તિ ઉપર પણ પોલીસ કર્મીએ લાઠીઓ વરસાવી હોવાનો આક્ષેપ કરાયો છે. ત્યારે ઘાયલ બિપીનભાઈ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. જે સમગ્ર મામલે ધોળકા પોલીસ મથકમાં પોલીસ કર્મચારી વિરુદ્ધ અરજી દાખલ કરી છે.

આ પણ વાંચો: ગુજરાતમાં અકસ્માતની 5 ઘટનામાં 6 લોકોએ ગુમાવ્યા જીવ, પરિવારજનો પર આભ ફાટ્યું

તે ભાઈ છોકરાને મૂકીને મને મારવા લાગ્યા હતા: ભોગ બનનાર

ભોગ બનનાર વ્યક્તિએ કહ્યું કે, ''રોડ ઉપરથી પસાર થઈ રહ્યો હતો તે દરમિયાન એક 12 વર્ષના છોકરાને એક આધેડવયનો વ્યક્તિ માર મારતો હતો, ત્યારે મેં મારો એક્ટિવા ઉભો રાખ્યો હતો અને તે આધેડ વ્યક્તિને પૂછ્યું કે, કેમ આ છોકરાને માર મારો છો ? ત્યારે છોકરાએ મને કહ્યુ કે, મારો ફોન પણ આ ભાઈએ લઈ લીધો છે, એટલામાં તે ભાઈ છોકરાને મૂકીને મને મારવા લાગ્યા હતા, ત્યારે પોલીસવાળા લોકોને બાલવવામાં આવ્યો ત્યારે ખ્યાલ આવ્યો કે, આ ભાઈ પોલીસમાં જ છે અને તે ફૂલ નશામાં છે અને બધાને મારે છે''

બધાજ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/ એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Dholka Police Bullying Dholka Police Video Viral Dholka Beating Video

Published by

Dinesh Chaudhary

Dinesh Chaudhary is a journalist at VTV Gujarati, covering breaking news, politics, and social issues with deep insights and a commitment to truth.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ