બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / Video: 25 વર્ષ બાદ તુલસીનું કમબેક, જોઇ લો 'ક્યોંકી સાસ ભી કભી બહુ થી'નો દમદાર પ્રોમો

ટેલિવિઝન / Video: 25 વર્ષ બાદ તુલસીનું કમબેક, જોઇ લો 'ક્યોંકી સાસ ભી કભી બહુ થી'નો દમદાર પ્રોમો

Priyankka Triveddi

Last Updated: 09:46 AM, 8 July 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એકતા કપૂર નિર્મિત 'ક્યુંકી સાસ ભી કભી બહુ થી' ફરી એકવાર ટીવી પર પરત ફરી રહી છે. 25 વર્ષ પછી સ્મૃતિ ઈરાની ફરી એકવાર તુલસીની ભૂમિકામાં જોવા મળશે. જેનો પ્રોમો રિલીઝ થઈ ગયો છે.

Kyunki Saas Bhi Kabhi Bahu Thi: લોકપ્રિય ટીવી શો 'ક્યુંકી સાસ ભી કભી બહુ થી' ફરી એકવાર ટીવી સ્ક્રીન પર જોવા મળશે. ટીવીનો સૌથી લોકપ્રિય શો જે 25 વર્ષ પહેલાં તે દર્શકોનો પ્રિય શો હતો. હજુ પણ તેનો ચાહક વર્ગ એટલો ને એટલો જ છે. જ્યારથી તે ટીવી પર ફરીથી પ્રસારિત થવાની જાહેરાત કરવામાં આવી છે. ત્યારથી ચાહકો આ શો માટે ઉત્સાહિત છે. એમાં પણ જ્યારથી દર્શકોને તુલસીના પાત્રમાં સ્મૃતિ ઈરાનીના પરત ફરવાની ખબર પડી ત્યારે તે ચાહકો માટે ભેટથી ઓછું નહોતું. આવી સ્થિતિમાં હવે શોનો પ્રોમો રિલીઝ થઈ ગયો છે. જેમાં સ્મૃતિ ઈરાનીનો ફર્સ્ટ લુક સામે આવ્યો છે. આ પ્રોમોની સાથે તેની ઓન-એર તારીખ અને સમય પણ જણાવવામાં આવ્યો છે.

8 વર્ષ સુધી લોકપ્રિય, 25 વર્ષ પછી વાપસી

2000થી 2008 સુધી 8 વર્ષ સુધી સ્ટાર પ્લસ પર રાજ કરનાર શો 'ક્યોંકી સાસ ભી કભી બહુ થી' જોરદાર વાપસી કરી રહ્યો છે. તુલસી અને મિહિર ફરીથી શોમાં સાથે જોવા મળશે. પહેલા આ સિરિયલ જુલાઈના પહેલા અઠવાડિયામાં શરૂ થવાની હતી પરંતુ એકતા કપૂર કેટલીક બાબતો પરફેક્ટ ઇચ્છતી હતી. તેથી અમર ઉપાધ્યાયે કહ્યું હતું કે તેની રિલીઝમાં વિલંબ થઈ શકે છે. પરંતુ હવે તે રાહ ટૂંક સમયમાં પૂરી થવા જઈ રહી છે.

સોશિયલ મીડિયા પર રિલીઝ થયેલા શો 'ક્યોંકી સાસ ભી કભી બહુ થી' ના પ્રોમોમાં તુલસીના પાત્રમાં સ્મૃતિ ઈરાનીની પહેલી ઝલક જોવા મળે છે . તે 25 વર્ષ જૂનો માહોલ આપી રહ્યો છે. પ્રોમોમાં તે તુલસીના છોડને પાણી અર્પણ કરતી અને કહેતી જોવા મળે છે કે તે ચોક્કસપણે ટીવી પર આવશે કારણ કે તેનો દર્શકો સાથે 25 વર્ષ જૂનો સંબંધ છે. ભાજપ નેતા અને અભિનેત્રી કહે છે 'તમને ફરીથી મળવાનો સમય આવી ગયો છે.'

વધુ વાંચો: રણવીરની 'ડોન 3'માં શાહરૂખ ખાનની થશે એન્ટ્રી, દિગ્દર્શક ફરહાન અખ્તર બનાવ્યો ખાસ પ્લાન

Vtv App Promotion 1

'ક્યૂંકી સાસ ભી કભી બહુ થી' 21 દિવસ પછી ઓન એર થશે

પ્રોમોની સાથે જો આપણે ટીવી શો 'ક્યુંકી સાસ ભી કભી બહુ થી' પ્રસારિત થઈ રહ્યો છે તેની વાત કરીએ તો તે ટૂંક સમયમાં તમારી સામે ટીવી પર આવશે. રાહ જોવાની સમય સીમા પૂરી થવા જઈ રહી છે. 21 દિવસ પછી આ શો ઓન એર થશે. આ શો આગામી 29 જુલાઈના રોજ રાત્રે 10.30 વાગ્યાથી સ્ટાર પ્લસ અને ડિઝની હોટસ્ટાર પર જોઈ શકશો. તેની જાહેરાત પછી ચાહકોની ખુશીનો કોઈ પાર નથી. તો 21 દિવસ પછી ફરી દરેક ઘરમાં ફરી એ જ 25 વર્ષ જૂનો માહોલ જોવા મળશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Smriti Irani first look KSBKBT Release date Kyunki Saas Bhi Kabhi Bahu Thi Promo
Priyankka Triveddi

Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ