બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / vibrant gujarat global summit 2024 tesla and other auto sector companies likely to do big announcements

BIG NEWS / વાઇબ્રન્ટ સમિટ 2024: આ વખતે તૂટી શકે છે જૂનાં તમામ રેકૉર્ડ, ટેસ્લાથી લઈને સેમીકંડક્ટર કંપનીઓ કરી શકે છે મોટા એલાન

Last Updated: 02:44 PM, 3 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Vibrant Summit 2024 : થોડા જ દિવસમાં ગુજરાતમાં 10મી વાઇબ્રન્ટ સમિટ યોજાશે જેમાં ટેસ્લા અને મારુતિ જેવી કંપનીઓ દ્વારા મોટા એલાન થઈ શકે છે.

  • 10થી 12મી જાન્યુઆરી સુધી ગુજરાતમાં વાઇબ્રન્ટ સમિટ 
  •  ગ્લોબલ ટ્રેડ શૉમાં સંબોધન કરશે વડાપ્રધાન 
  • 10મી સમિટમાં નવા રેકૉર્ડ સર્જાશે 

વાઇબ્રન્ટ સમિટ પહેલા નવમી જાન્યુઆરીએ પ્રધાનમંત્રી મોદી ગુજરાતના પ્રવાસે પહોંચશે. 10મી વાઇબ્રન્ટ સમિટના ગ્લોબલ ટ્રેડ શૉમાં પ્રધાનમંત્રી સંબોધન પણ કરશે. બાદમાં 10મી તારીખે સમિટની શરૂઆત કરવામાં આવશે. 

બે દાયકા પહેલા થઈ હતી શરૂઆત 
સમિટમાં દુનિયાભરમાં દિગ્ગજ ઉદ્યોગપતિઓ અને રોકાણકારો ગુજરાત આવી રહ્યા છે. છેલ્લા બે દાયકાથી દર બે વર્ષે આ સમિટનું આયોજન કરવામાં આવે છે, જોકે કોરોના વાયરસના વિઘ્નના કારણે આ વખતે ચાર વર્ષ બાદ સમિટ યોજાઇ રહી છે. છેલ્લી સમિટ 2019માં યોજાઇ હતી. પ્રધાનમંત્રી મોદી જ્યારે ગુજરાતનાં મુખ્યમંત્રી હતા ત્યારે ગુજરાતમાં ઉદ્યોગોને આકર્ષવા માટે આ સમિટની શરૂઆત કરાવી હતી. 

નવા રેકૉર્ડ તૂટે તેવી શક્યતા 
10મી વાઇબ્રન્ટ સમિટ રાજ્ય માટે મહત્વપૂર્ણ સાબિત થશે. આ વખતે 20 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. સાથે સાથે રોકાણના નવા રેકૉર્ડ પણ સર્જાય તેવી શક્યતા છે. આ વખતે સમિટ પહેલા જ સરકારે ગિફ્ટ સિટીમાં દારૂની છૂટ આપવાનો મોટો નિર્ણય પણ કર્યો છે, જેની અસર પણ સમિટ પર જોવા મળી શકે છે. 

ટેસ્લા કંપનીનો પ્લાન્ટ બનશે ગુજરાતમાં? 
આ વખતે વાઇબ્રન્ટ સમિટમાં ઘણા બધા એલાન થઈ શકે છે જેમાં સૌથી વધુ ફોકસ ઓટો સેક્ટર પર રહેશે. ઈલેક્ટ્રિક કાર બનાવતી વિશ્વની સૌથી મોટી કંપની ટેસ્લા ગુજરાતમાં પ્લાન્ટ બનાવવાનું એલાન પણ કરી શકે છેઃ. આ સિવાય મારુતિ કંપની પણ એલાન કરે તેવી શક્યતા છે. ઓટો સેક્ટર સિવાય સેમીકંડક્ટર સેક્ટરની કંપનીઓ પણ ગુજરાતમાં નવા બિઝનેસની શરૂઆતને લઈને મોટા એલાન કરી શકે છે. 

READ MORE : ગુજરાતની વાઇબ્રન્ટ સમિટમાં ક્લાઇમેટ ચેન્જ જેવા વૈશ્વિક પડકારો પર થશે ચર્ચા, ધોલેરામાં યોજાશે ટૂર અને ટ્રેડ શો

સંકળાયેલા મુદ્દાઓ

Tesla Vibrant Gujarat 2024 Vibrant Gujarat Global Summit 2024 Vibrant Summit 2024 Vibrant Gujarat 2024
Parth
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ