ન્યૂઝ અપડેટ્સ
VTV / મનોરંજન / બોલિવૂડ / veena kapur is not dead reaches police station and files complaint against her murder rumour
ADVERTISEMENT
ADVERTISEMENT
સિનેમા જગતની દુનિયામાં થોડાંક દિવસો પહેલા એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા હતા. જેમાં ટીવી અભિનેત્રી વીણા કપૂરની તેના જ દીકરાએ હત્યા કરી નાખી હોવાનું સામે આવ્યું હતું. એવું કહેવાયું હતું કે, અભિનેત્રીના દીકરાએ પ્રોપર્ટી માટે આ ખેલ પાડ્યો હતો. પરંતુ હવે અભિનેત્રી વીણા કપૂરે મુંબઇના દિંડોશી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી છે કે તેઓ હજુ જીવિત છે.

ADVERTISEMENT
પોલીસે ફરિયાદ દાખલ કરી
આ મામલો જરાક વિચિત્ર જરૂરથી લાગશે કે પરંતુ મૃતક મહિલા કેવી રીતે ફરિયાદ નોંધાવી શકે પરંતુ આ હકીકત છે. વાસ્તવમાં બન્યું એવું કે આ હત્યા ટીવી એક્ટ્રેસ વીણા કપૂરની ન હોતી થઇ પરંતુ મુંબઈના જુહુ વિસ્તારમાં થઈ હતી અને તે મૃતક મહિલાનું નામ હતું વીણા કપૂર. જેની હત્યા તેના પુત્ર સચિન કપૂરે કરી હતી. બંનેના એક જ નામના કારણે લોકોમાં મૂંઝવણ ઊભી થઇ હતી અને લોકો અભિનેત્રી વીણા કપૂરને મૃત માનવા લાગ્યા હતા. આવી સ્થિતિમાં લોકોએ સોશિયલ મીડિયા પર અભિનેત્રીને શ્રદ્ધાંજલિ આપવાનું શરૂ કરી દીધું હતું. એટલું જ નહીં તેના પુત્રને પણ જોરદાર ટ્રોલ કરવામાં આવ્યો હતો. ત્યારે હવે અભિનેત્રી વીણા કપૂરની સ્વ ફરિયાદના આધારે પોલીસે અજાણ્યા લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધી આ સમગ્ર મામલાની તપાસ હાથ ધરી છે.
ખોટા સમાચારથી અભિનેત્રી દુ:ખી
અભિનેત્રી વીણા કપૂરે પોલીસને ફરિયાદ કરી છે કે તે જીવિત છે અને તેના મૃત્યુના ખોટા સમાચાર સોશિયલ મીડિયા પર ફેલાવવામાં આવી રહ્યાં છે. અભિનેત્રીએ કહ્યું કે સોશિયલ મીડિયા પર તેને શ્રદ્ધાંજલિ આપતી વખતે લોકો તેના પુત્રનું અપમાન કરી રહ્યાં છે, જેના કારણે તે ખૂબ દુઃખી છે. અભિનેત્રી વીણા કપૂર તેના મૃત્યુની અફવાથી પરેશાન થઈ જતા તેણે પોલીસનો સંપર્ક સાધવાનું પસંદ કર્યું.
ADVERTISEMENT
અભિનેત્રી અફવાઓથી પરેશાન
અભિનેત્રી વીણા કપૂરે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે, 'હું ખૂબ પરેશાન છું. મારો ફોટો વાયરલ થયો છે અને લોકો મને શ્રદ્ધાંજલિ આપી રહ્યાં છે. મને લોકોના ફોન આવી રહ્યાં છે અને હું મારા કામ પર પણ ધ્યાન કેન્દ્રિત નથી કરી શકતી. હું બધાને કહેવા માંગુ છું કે મારા દીકરાએ મને નથી મારી. મારા મૃત્યુના ખોટા સમાચાર ફેલાવવામાં આવ્યા છે. આ ખોટી અફવાના કારણે મને કામ મળવાનું પણ બંધ થઈ ગયું છે.' તમને જણાવી દઇએ કે, જે મહિલાની હત્યા કરવામાં આવી તેનું નામ પણ વીણા કપૂર જ છે.
સંકળાયેલા મુદ્દાઓ