બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 05:52 PM, 27 December 2023
ADVERTISEMENT
વરૂણ ધવનને આજે કોઈ ઓળખાણની જરૂર નથી. વરૂણ ધવન પોતાની શાનદાર એક્ટિંગ અને તેના કેરેક્ટર માટે ખુબ જ જાણીતો છે. હાલમાં વરૂણ ધવન પોતાની આગામી ફિલ્મ વીડી 18ના શૂટીંગમાં વ્યસ્ત છે. ત્યારે આ બધાની વચ્ચે વરૂણ ધવનના ફેન્સ માટે એક બેડ ન્યૂઝ સામે આવ્યાં છે. એક રિપોર્ટ મુજબ વરૂણ ધવનને શૂટિંગ દરમિયાન ઈજા થઈ છે. જેની તસવીર તેને પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર મુકી છે.

ADVERTISEMENT
વરુણ ફરી ઈજાગ્રસ્ત થયો
તમને જણાવી દયે કે વરૂણ ધવને તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક તસવીર શેર કરી છે. જે તસ્વીરમાં જોઈ શકાઈ છે કે તે બેઠો છે અને તેનો એક પગ ખુરશી પર છે.. જેના પર પાટો બાંધવામાં આવ્યો છે.. વરૂણ ધવને આ પોસ્ટ શેર કરતા લખ્યું હતું કે વીડી 18ના શૂટીંગ દરમિયાન ફરી એકવાર આવુ થયું. અભિનેતાની આ પોસ્ટ બાદ તેના ફેન્સ ખુબ જ ચિંતામાં જ અને તેના સાજા થવા માટે પ્રાર્થના કરી રહ્યાં છે.
અગાઉ 17 ડિસેમ્બરે એક તસવીર પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર શેર કરી
ADVERTISEMENT
વરૂણ ધવન આ પહેલા પણ ફિલ્મના સેટ પર ઈજાગ્રસ્ત થયો હતો. આ પહેલા તેને 17 ડિસેમ્બરે એક તસવીર પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર શેર કરી હતી જેમાં તેનો પગ સોજેલો જોવા મળ્યો હતો...આ તસવીરમાં તેના પગ લાલ દેખાતા હતા. તેને આ તસવીર વિશે ખુલાસો કરતા કહ્યું કે લોખંડના પાઈપ સાથે પગ અથડાતા પગ સોજી ગયો છે. જે બાદ ઓગસ્ટમાં વીડી 18નું શૂટિંગ ફરી શરૂ થયું ત્યારે પણ તે ઈજાગ્રસ્ત થયો હતો. જેની તસવીર તેને ખુદ પોતાના સોશિયલ મીડિયા પર શેર કરી હતી.
વરૂણ ધવને પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર પોસ્ટ કરેલી તસવીરમાં એક્ટરે પોતાના શરીરના ઉપરના ભાગનો ફોટો શેર કર્યો હતો. જે ફોટો શેર કરીને લખ્યું હતું કે કોઈ દુખાવો નહીં કોઈ ફાયદો નહીં.. વીડી 18. તમને જણાવી દઈએ કે વરુણ ધવન હાલમાં તમિલ ફિલ્મમેકર કાલિસ દ્વારા નિર્દેશિત ફિલ્મ 'વીડી 18'ના શૂટિંગમાં વ્યસ્ત છે. આ ફિલ્મમાં વરૂણ ધવનની સાથે કીર્તિ સુરેશ અને વામિકા ગબ્બી પણ જોવા મળશે. આ ફિલ્મ આવતા વર્ષે એટલે કે વર્ષ 2024માં રિલીઝ થશે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.