બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / વડોદરાના સમાચાર / Vadodara Boat incident: Ink was thrown on Binit Kotia by a congress member
ADVERTISEMENT
વડોદરા હરણી તળાવમાં બનેલી દુર્ઘટના ક્યારેય ન ભૂલી શકાય તેવી ઘટના છે.. જેમાં 14 માસૂમોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.આ કેસમાં પોલીસ તો પોતાની કામગીરી કરી જ રહી છે.વડોદરા હરણી તળાવમાં બોટ દુર્ઘટનાનો આરોપી બિનીત કોટિયા ગઈકાલે ઝડપાયો હતો. SITએ આરોપી બિનીત કોટિયાની ધરપકડ કરી હતી. બોટ દુર્ઘટનામાં અત્યાર સુધી 8 આરોપી ઝડપાયા છે. અત્રે ઉલ્લેખનીય છે કે દુર્ઘટનાનાં મુખ્ય આરોપી પરેશ શાહ અને નિલેશ જૈન હજુ ફરાર છે. બિનિત કોટિયાની આ બોટ પ્રોજેક્ટમાં 5% હિસ્સેદારી હોવાનું સામે આવ્યું છે. આજે જ્યારે બિનિત કોટિયા કોર્ટમાંથી બહાર જઈ રહ્યો હતો ત્યારે કોંગ્રેસનાં કાર્યકરે તેના પર શાહી ફેંકીને રોષ ઠાલવ્યો હતો. જો કે શાહી ફેંકનારાની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે.
ADVERTISEMENT
રિમાન્ડની માંગ
આરોપી બિનીત કોટિયાને આજે પોલીસે કોર્ટમાં રજુ કર્યો હતો. પોલીસે બિનીત કોટિયાને કોર્ટમાં રજુ કરી 10 દિવસના રિમાન્ડ માંગ કરી છે. માહિતી અનુસાર બિનીત કોટિયાના 5 અને તેના પિતા હિતેશ કોટિયાના સમગ્ર પ્રોજેક્ટ માં 15 ટકા શેર છે.
ADVERTISEMENT
મંજૂરી વગર મિકેનિકલ બોટ ચલાવવાનો ખુલાસો
વડોદરામાં હરણી તળાવ દુર્ઘટના કેસમાં ગંભીર બેદરકારીનો ખુલાસો થયો છે. કોટિયા પ્રોજેક્ટ મંજૂરી વગર જ મિકેનિકલ બોટ ચલાવતા હોવાનો ઘટસ્ફોટ થયો છે. VMCએ પેડલ બોટ ચલાવવા મંજૂરી આપી હોવાનું તપાસમાં સામે આવ્યું છે. પેડલ બોટની મંજૂરી હોવા છતા કોટિયા પ્રોજેક્ટ દ્વારા મિકેનિકલ બોટ ચલાવવામાં આવતી હતી. પોલીસે વધુ તપાસ માટે VMC અને કંપની વચ્ચે થયેલા મૂળ કરારની કોપીની માગ કરી છે. કરારમાં લાઈફ સેવિંગ જેકેટ, સર્વેલન્સ અને સિક્યોરિટીની સુવિધાનો નિયમ હોવા છતા સુરક્ષાની કોઈ સુવિધા કરવામાં આવી ન હતી.
ADVERTISEMENT
દુર્ઘટના બાદ વડોદરા મહાનગરપાલિકા તંત્ર જાગ્યું છે. કારણકે, શહેરમાં બાળમેળામાં એડવેન્ચર ઝોન રદ કરવાનો શિક્ષણ સમિતિ દ્વારા આદેશ કરવામાં આવ્યો છે. VMC કમિશનરે જુદી-જુદી ઈમારતો અને રાઈડ્સની NOC લેવા તાકીદ કરી છે. સમયમર્યાદા પૂર્ણ થયા બાદ મનોરંજનના સાધનોને બંધ કરવા આદેશ આપવામાં આવ્યા છે. તો કોમ્યુનિટી હોલ, સ્વિમિંગ પૂલ, બગીચામાં ચાલતી રાઈડ્સનું ચેકીંગ કરવા પણ સૂચના આપવામાં આવી છે.
ADVERTISEMENT
વડોદરાના હરણી તળાવ દુર્ઘટના કેસમાં આરોપી સામે રોષ, બિનિત કોટિયા પર કોંગ્રેસના કાર્યકરે ફેંકી શાહી#vadodara #vadodaraHarniLake #vtvgujarati pic.twitter.com/IatdThmIKa
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) January 24, 2024
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.