બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ગુજરાત / વડોદરા / Vadodara 3 video spreading communalism arrested, police statement

કાર્યવાહી / 'હિંદુ યુવકને મોબ લિંચિંગ કરવાનું પ્લાનિંગ..', ગુજરાતમાં રમખાણો, કોમીવાદ થાય તેવો ઈરાદો, વડોદરા કેસમાં પોલીસે ખોલ્યો કાળો ચિઠ્ઠો

Dinesh

Last Updated: 08:15 PM, 28 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Vadodara News: સમગ્ર મામલે DCP ઝોન 2 અભય સોનીએ જણાવ્યું કે, ત્રણ આરોપીને ઝડપ્યા છે તેઓ રમખાણો, કોમીવાદ થાય તેવી તેમજ બ્લેકમેઈલની પ્રવૃત્તિ કરતા હતા.

 

  • વડોદરામાં કોમવાદ ફેલાવતો વીડિયો બનાવનાર 3ની ધરપકડ
  • સમગ્ર મામલે DCP ઝોન 2 અભય સોનીનું નિવેદન 
  • "યુવાનોની આખી ટીમ છે જે યુવતીઓ પર નજર રાખે છે"


Vadodara news : વડોદરામાં કોમી વૈમનસ્ય ફેલાય તેવો વીડિયો બનાવવા મુદ્દે પોલીસ દ્વારા તપાસ કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસે ત્રણ યુવકોને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. સમગ્ર મામલે ડીસીપી અભય સોનીએ જણાવ્યું કે, આ આરોપી વોટ્સએપમાં ગ્રૂપ ચલાવતા હતા, જે માધ્યમથી તેમને જાણ થતી કે બે અલગ અલગ ધર્મના યુવક યુવતી સાથે ફરી રહ્યાં છે. ત્યાર બાદ તે લોકોના ફોટા પાડી લેતા હતા, ત્યારબાદ બ્લેકમેઈલ કરતા હતા.

'ત્રણય ગ્રૂપ એડમિનની ધરપકડ કરી'
ડીસીપી અભય સોનીએ જણાવ્યું કે, વોટ્સએપ ગ્રૂપ ચલાવતા ત્રણય ગ્રૂપ એડમિનની ધરપકડ કરી છે તેમજ અન્ય લોકોની પણ પૂછપરછ હાથ ધરી છે.  વિગતવાર માહિતી આપતા જણાવ્યું કે, આ યુવાનોની આખી ટીમ છે જે યુવતીઓ પર નજર રાખતી હતી. ત્યારબાદ તેમને જાણ થતી કે, બે અલગ અલગ ધર્મના યુવક યુવતી સાથે બેઠેલા છે તો તેઓ તરત ત્યાં પહોંચી જતા અને ફોટો વીડિયો લઈ હોબાળો પણ મચાવતા હતા. પરિવારને વીડિયો બતાવી વાયરલ કરવાની ધમકીઓ પણ આપતા હતા. 

ડીસીપી અભય સોની

'આોરોપીઓ એક ગ્રુપ 4 મહિના જ એક્ટિવ રાખતાં'
અભય સોનીએ જણાવ્યું કે, આ આોરોપીઓ એક ગ્રુપ બનાવીને તેને ફક્ત 4 મહિના જ એક્ટિવ રાખતાં હતા, ત્યારબાદ ડિલિટ કરી નાખતાં હતા. બાદમાં નવું ગ્રુપ બનાવી ફરીથી કોમી વૈમનસ્ય ફેલાય તેવા વીડિયો નાખતાં હતા. તેઓ બોમ્બ લીન્ચિંગ પણ કરતા હતાં. રમખાણો થાય, કોમી ભડકો થાય તેવી પ્રવૃત્તિ પણ કરતા હતા.

આરોપીઓના નામ
- મુસ્તકીન ઈમ્તિયાઝ શેખ - ફતેપુરા
- બુરાનવાલા નજુમિયા સૈયદ - પાણીગેટ
- સાહિલ સહાબુદ્દીન શેખ - રાજમહેલ રોડ
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ