બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / Rule Change : 1 ડિસેમ્બરથી દેશમાં આ 6 મોટા ફેરફારો થશે, જાણો તમારા ખિસ્સાને શું અસર કરશે ?
7 ફોટો ગેલેરી
Last Updated: 07:16 AM, 1 December 2025
1/7
ડિસેમ્બર 2025 નો મહિનો આજથી શરૂ થઈ ગયો છે. અને તેની સાથે જ ઘણા મહત્ત્વના નિયમો અને સેવાઓમાં ફેરફારો લાગુ થવા જઈ રહ્યા છે. આ ફેરફારો સીધા તમારા રસોડાના બજેટથી લઈને પેન્શન, ટેક્સ, મુસાફરી અને બેંકિંગ સુધી દરેક જગ્યાએ અસર કરશે. ચાલો જાણીએ 1 ડિસેમ્બરથી લાગુ થનાર આ 6 મોટા ફેરફારો વિશે વિગતવાર.
2/7
દર મહિનાની પ્રથમ તારીખે OMCs (તેલ માર્કેટિંગ કંપનીઓ) LPG સિલિન્ડરનો ભાવ અપડેટ કરે છે. 19 કિલોના કોમર્શિયલ LPG સિલિન્ડરના ભાવમાં છેલ્લા કેટલાક મહિનામાં ઘણા ફેરફારો થયા છે. 1 નવેમ્બરે 19 કિલો સિલિન્ડરના ભાવમાં ₹6.50નો ઘટાડો થયો હતો. પરંતુ 14 કિલોના ઘરેલુ LPG સિલિન્ડરના ભાવ લાંબા સમયથી સ્થિર છે. આથી 1 ડિસેમ્બરે નવા દર જાહેર થવાની પૂરી શક્યતા છે, જે તમારા રસોડાના ખર્ચને અસર કરી શકે છે.
3/7
LPG ની જેમ જ ATF (Aviation Turbine Fuel) ના ભાવ પણ દર મહિના પ્રથમ તારીખે જારી થાય છે. 1 ડિસેમ્બરે ATFના ભાવ બદલાય તો તેનો સીધો અસર ફ્લાઇટ ભાડા પર થઈ શકે છે. તે સિવાય, કેટલાક રાજ્યોમાં CNG અને PNGના નવા દરો પણ જાહેર થઈ શકે છે, જે વાહનચાલકો અને ઘરગથ્થુ ઉપભોક્તાઓ બંનેને અસર કરશે.
4/7
5/7
વરિષ્ઠ નાગરિકો માટે આ બહુ મહત્વપૂર્ણ છે. Life Certificate (જીવન પ્રમાણપત્ર) સબમિટ કરવાની આ છેલ્લી તારીખ 30 નવેમ્બર હતી. જો સમયમર્યાદા લંબાવવામાં નહીં આવે અને તમે પ્રમાણપત્ર સબમિટ ન કર્યું હોય તો તમારું પેન્શન ડિસેમ્બરથી અટકી શકે છે.
6/7
ઓક્ટોબર મહિનામાં કાપવામાં આવેલા TDS માટે, કલમ 194-IA, 194-IB, 194M અને 194S હેઠળ સ્ટેટમેન્ટ સબમિટ કરવાની છેલ્લી તારીખ 30 નવેમ્બર હતી. તે સિવાય, કલમ 92E હેઠળ રિપોર્ટ સબમિટ કરનાર કરદાતાઓ માટે પણ આ છેલ્લી તક હતી. 1 ડિસેમ્બર પછી આ સ્ટેટમેન્ટ સબમિટ કરી શકાશે નહીં.
7/7
ડિસેમ્બર મહિનામાં બેંકિંગ કામકાજ પર પણ મોટી અસર જોવા મળશે. RBI દ્વારા જાહેર કરાયેલ યાદી મુજબ, ડિસેમ્બર મહિનામાં કુલ 17 દિવસ બેંકો બંધ રહેશે. રવિવાર, બીજા અને ચોથા શનિવાર, રાજ્યો પ્રમાણે અલગ અલગ તહેવારોની રજાઓ. આથી, જો તમને બેંકમાં કોઈ મહત્વનું કામ હોય, તો ઘરેથી નીકળતા પહેલા RBIની રજાઓની યાદી ચકાસવી જરૂરી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
ટોપ સ્ટોરીઝ