ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / પતિ-પત્ની બંનેને મળશે રૂ. 10000નું પેન્શન, સરકારની આ સ્કીમ અપાવશે જોરદાર લાભ

photo-story

6 ફોટો ગેલેરી

તમારા કામનું / પતિ-પત્ની બંનેને મળશે રૂ. 10000નું પેન્શન, સરકારની આ સ્કીમ અપાવશે જોરદાર લાભ

Last Updated: 12:51 PM, 23 June 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

જે લોકો અસંગઠિત ક્ષેત્રમાં કામ કરે છે અને તેઓ નિવૃત્તિ બાદ પોતાનું ભવિષ્ય સુરક્ષિત કરવા માંગે છે તો તેઓ એક સરકારી પેન્શન યોજનામાં જોડાઈ શકે છે.

1/6

photoStories-logo

1. અટલ પેન્શન યોજના

લોકોને નિવૃત્તિ બાદના આર્થિક ભવિષ્ય અંગે ચિંતા હોય છે. કારણ કે તેમની પાસે કોઈ સ્થિર આવકનો સ્ત્રોત નથી હોતો. આ સ્થિતિમાં નિવૃત્તિ યોજનાઓ કામમાં આવે છે. એના માટે ઘણી ખાનગી અને સરકારી યોજનાઓ ચાલે છે. જો આપણે આ વિશે વાત કરીએ તો અટલ પેન્શન યોજના પણ ખૂબ જ સારી યોજના માનવામાં આવે છે. જેમાં પતિ-પત્ની બંનેને એકસાથે 10 હજાર રૂપિયા સુધીનું પેન્શન મળી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. અસંગઠિત ક્ષેત્ર

સરકારે આ યોજના અસંગઠિત ક્ષેત્રના લોકોને ધ્યાનમાં રાખીને શરૂ કરી હતી. આ યોજનાનો ઉદ્દેશ્ય એ છે કે ઓછી આવક ધરાવતા લોકોને પણ પેન્શન મળી શકે. આ યોજનામાં જોડાવાથી તમે અને તમારા જીવનસાથી નિવૃત્તિ બાદ બંને આજીવન પેન્શન મેળવી શકો છો.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/6

photoStories-logo

3. 60 વર્ષની ઉંમર બાદ પેન્શન

અટલ પેન્શન યોજના હેઠળ 60 વર્ષની ઉંમર બાદ માસિક 1000 થી 5000 રૂપિયાનું પેન્શન આપવામાં આવે છે. જો પતિ-પત્ની બંને તેમાં અલગ-અલગ ખાતા ખોલાવે છે તો બંનેને 5000 રૂપિયા એટલે કે કુલ 10000 રૂપિયા પેન્શન મળી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. નાની ઉંમરમાં કરો અરજી

આ યોજનામાં જોડાવા માટે તમારી ઉંમર 18 થી 40 વર્ષની વચ્ચે હોવી જોઈએ. તમે યોજના માટે જેટલી નાની ઉંમરમાં અરજી કરશો તેટલું ઓછું માસિક પ્રીમિયમ તમારે ચૂકવવું પડશે. જે તમારા બેંક ખાતામાંથી ઓટો-ડેબિટ થશે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/6

photoStories-logo

5. વ્યક્તિ દીઠ 5,000 રૂપિયા પેન્શન

આ યોજનાનો લાભ મેળવવા માટે વ્યક્તિ 30 વર્ષની ઉંમરે જોડાય છે અને તેને માસિક 5,000 રૂપિયાનું પેન્શન જોઈએ છે તો તેને માસિક લગભગ 577 રૂપિયા ચૂકવવા પડશે. જો કોઈ 35 વર્ષની ઉંમરે આ યોજનામાં જોડાય તો તેને માસિક લગભગ 902 રૂપિયા ચૂકવવા પડશે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. દસ્તાવેજ

તમે આ યોજના માટે નજીકની બેંક અથવા પોસ્ટ ઓફિસમાં અરજી કરી શકો છો. આધાર કાર્ડ, મોબાઇલ નંબર અને બેંક એકાઉન્ટ જેવા જરૂરી દસ્તાવેજો જમા કરાવવાના રહેશે. તમને જણાવી દઈએ કે આ સુવિધા ઘણી બેંકોમાં ઓનલાઈન પણ ઉપલબ્ધ છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Retirement Pension Atal Pension Yojana
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ