બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / તમારા કામનું / SBIમાં અધિકારી બનવાની તક, જાણો પગાર-લાયકાત સહિતની તમામ વિગતો

સુવર્ણ તક / SBIમાં અધિકારી બનવાની તક, જાણો પગાર-લાયકાત સહિતની તમામ વિગતો

Chintan Chavda

Last Updated: 07:52 PM, 12 July 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

SBI Recruitment for SCO: જો તમે લાંબા સમયથી બેંકમાં નોકરી શોધી રહ્યા છો, તો આ સમાચાર તમારા માટે ખૂબ ઉપયોગી થઈ શકે છે. SBI એ સ્પેશિયાલિસ્ટ કેડર ઓફિસર માટે ભરતીની જાહેરાત કરી છે. જાણો ભરતીની સમગ્ર ડિટેલ્સ..

જો તમે લાંબા સમયથી બેંકમાં નોકરી શોધી રહ્યા છો, તો આ ચોક્કસપણે તમારા માટે એક ગોલ્ડન ચાન્સ છે. SBI એ સ્પેશિયાલિસ્ટ કેડર ઓફિસર માટે ભરતી બહાર પાડી છે, જેના માટે અરજી પ્રોસેસ શરૂ થઈ ગઈ છે. ઈચ્છુક ઉમેદવારો સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈને તેના માટે અરજી કરી શકે છે. ભરતી માટે અરજી કરવાની છેલ્લી તારીખ 30 જુલાઈ 2025 છે.

sBI

કેટલી પોસ્ટ પર થશે ભરતી?

SBI ની આ ભરતી કુલ 33 જગ્યાઓ માટે કરવામાં આવશે. આમાંથી મહત્તમ 18 જગ્યાઓ ડેપ્યુટી મેનેજર માટે છે. આ પછી, 14 જગ્યાઓ આસિસ્ટન્ટ વાઇસ પ્રેસિડેન્ટ માટે છે અને 1 જગ્યા જનરલ મેનેજર માટે છે. એવામાં, અરજી કરતા પહેલા, ઉમેદવારોએ સૂચના ધ્યાનથી વાંચવી જોઈએ કારણ કે આ જગ્યાઓ માટે અલગ અલગ લાયકાત અને વય મર્યાદા નક્કી કરવામાં આવી છે.

શૈક્ષણિક લાયકાત

ડેપ્યુટી મેનેજર - આ પોસ્ટ માટે, ઉમેદવાર પાસે કમ્પ્યુટર સાયન્સ, સોફ્ટવેર એન્જિનિયરિંગ, આઇટી, ઇલેક્ટ્રોનિક્સમાં બીઇ/બીટેક ડિગ્રી હોવી જોઈએ. સાથે, CISA (સર્ટિફાઇડ ઇન્ફર્મેશન સિસ્ટમ્સ ઓડિટર)-ISACA યુએસએનું ડીગ્રી જરૂરી છે.

આસિસ્ટન્ટ વાઇસ પ્રેસિડેન્ટ - આ પોસ્ટ માટે, ઉમેદવાર પાસે ઓછામાં ઓછા 50% સાથે કમ્પ્યુટર સાયન્સ, સોફ્ટવેર એન્જિનિયરિંગ, આઇટી, ઇલેક્ટ્રોનિક્સમાં BE/B.Tech અથવા સમકક્ષ ડિગ્રી હોવી જોઈએ. આ ઉપરાંત, CISA (સર્ટિફાઇડ ઇન્ફર્મેશન સિસ્ટમ્સ ઓડિટર) - ISACA USA તરફથી ISO 27001:2022 LA - NABCB તરફથી બંને ડીગ્રી ફરજિયાત છે.

જનરલ મેનેજર- આ પોસ્ટ માટે, ઉમેદવારો પાસે કમ્પ્યુટર સાયન્સ, કમ્પ્યુટર સાયન્સ અને એન્જિનિયરિંગ, આઇટી, ઇન્ફર્મેશન સિક્યુરિટી, ઇલેક્ટ્રોનિક્સ, ઇલેક્ટ્રોનિક્સ અને કોમ્યુનિકેશન એન્જિનિયરિંગ, સોફ્ટવેર એન્જિનિયરિંગમાં બી.ઇ., બી.ટેક અથવા ફિઝિક્સ એમ.ટેક/એમ.એસસી ડિગ્રી હોવી આવશ્યક છે.

app promo2

પગાર અને વય મર્યાદા કેટલી છે?

ડેપ્યુટી મેનેજર - પગાર MMGS-II સ્કેલ મુજબ હશે. ઉંમર 25 થી 35 વર્ષની વચ્ચે હોવી જોઈએ.

આસિસ્ટન્ટ વાઇસ પ્રેસિડેન્ટ - વાર્ષિક પગાર 44 લાખ રૂપિયા સુધી હોઈ શકે છે. ઉંમર ઓછામાં ઓછી 33 વર્ષ અને વધુમાં વધુ 45 વર્ષ હોવી જોઈએ.

જનરલ મેનેજર- વાર્ષિક પગાર 1 કરોડ રૂપિયા સુધી હોઈ શકે છે. 30 જૂન 2025 ના રોજ ઓછામાં ઓછી 45 વર્ષ અને મહત્તમ 55 વર્ષની ઉંમર ધરાવતા લોકો અરજી કરી શકે છે.

વધુ વાંચો:ITI પાસ ઉમેદવારો માટે સરકારી કંપનીમાં નોકરીનો મોકો, ફટાફટ કરો એપ્લાય

કેવી રીતે અરજી કરવી?

આ SBI ભરતી માટે, તમારે bank.sbi/web/careers/current-openings વેબસાઇટની મુલાકાત લો.

અહીં તમારે advertisement no. CRPD/SCO/2025-26/05 પર ક્લિક કરવાનું રહેશે અને નોટીફીકેશન ધ્યાનથી વાંચવી.

હવે એપ્લાય ટેબ પર ક્લિક કરો અને ફોર્મ યોગ્ય રીતે ભરો અને બધા દસ્તાવેજો સાથે ફોર્મ સબમિટ કરો.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

State Bank of India Bank Jobs Government Jobs
Chintan Chavda

Chintan Chavda is working with VTV Gujarati as a copywriter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ