બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / NRI News / વિશ્વ / USA elections dates approaching NRIs all set to vote their preferences

US Elections 2020 / અમેરિકાની ચુંટણીના પડઘમ નજીક, જાણો ભારતીય અમેરિકનો કોના પક્ષે?

Published By: Shalin

Last Updated: 05:53 PM, 21 October 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમેરિકાના ચૂંટણી નજીક આવી રહી છે અને ડોનાલ્ડ ટ્રમ્પ પોતાની સત્તા ટકાવી રાખીને બીજી વખત જીતવાની લક્ષ્ય રાખી રહ્યા છે.

અમેરિકાની ચૂંટણી 3 નવેમ્બરે થવા જઈ રહી છે અને ડોનાલ્ડ ટ્રમ્પે આજે તેમની રેલીમાં હુંકાર કર્યો છે કે તેઓ 2016 કરતા વધુ બહુમતીથી જીતીને વિપક્ષ એટલે કે ડેમોક્રેટિક પાર્ટીને પ્રજાનો મિજાજ દેખાડી દેશે. 

અમેરિકાની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પની સામે લિબરલ ડેમોક્રેટિક પાર્ટીના રાષ્ટ્રપતિના પ્રતિસ્પર્ધી જોઈ બાયડન અને ઉપરાષ્ટ્રપતિના હરિફ કમલા હેરિસ ઉભા છે. જોઈ બાયડન પોલ્સ પ્રમાણે ડિબેટમાં ઘણું સારું પ્રદર્શન કરી રહ્યા છે જો કે બીજી તરફ ડોનાલ્ડ ટ્રમ્પની રેલીમાં વધુ સમર્થકો ઉમટે છે જે ટ્રમ્પની લોકપ્રિયતા દર્શાવે છે. 

પ્રતિસ્પર્ધી કમલા હેરિસ ભારતીય મૂળના અમેરિકન

જોઈ બાયડનના વાઇસ પ્રેસિડેન્ટના પ્રતિસ્પર્ધી કમલા હેરિસ ભારતીય મૂળના અમેરિકન છે. તેઓ ભારતીય અમેરિકન મતદારોને પોતાની તરફ આકર્ષવાનો પ્રયત્ન કરી રહ્યા છે. હાલના એક સર્વે પ્રમાણે નમસ્તે ટ્રમ્પ અને હાઉડી મોદી જેવા કાર્યક્રમો છતાં પણ ભારતીય મતદારો તેમનું સમર્થન ડેમોક્રેટિક પાર્ટીને આપે છે. એક સર્વે પ્રમાણે તો તોતિંગ 88% ભારતીય અમેરિકનો ડેમોક્રેટિક પાર્ટીના સમર્થનમાં છે. 

અમેરિકા ફર્સ્ટ પોલિસીને કારણે ઘણા બધા ભારતીયોને જોબ અને વર્ક વિઝાથી વંચિત

આ માટેનું મુખ્ય કારણ એ છે કે રિપબ્લિકન પાર્ટી અને ડોનાલ્ડ ટ્રમ્પ તેમની અમેરિકા ફર્સ્ટ પોલિસીને કારણે ઘણા બધા ભારતીયોને જોબ અને વર્ક વિઝાથી વંચિત રાખી રહ્યા છે. આ પગલે ઘણા ભારતીયોએ પોતાની નોકરી અને નાગરિકતા ગુમાવી છે જયારે ઘણા ભારતીય વિદ્યાર્થીઓને કંપનીઓ જોબ નોકરી આપતા અચકાઈ રહી છે. 

બાયડનની ચીન તરફી પોલિસીથી ભારતીયો નારાજ

બીજી તરફ જોઈ બાયડનની ચીન તરફી પોલિસીથી ભારતીયો નારાજ છે. ટ્રમ્પનું ચીન સામેનું આકરું વલણ ભારતીયોને પસંદ છે કારણ કે ચીન અત્યારે ભારત સાથે બોર્ડર વિવાદમાં ઘેરાયેલું છે. ચીનની આર્થિક નીતિઓ અને તેમની વિદેશ નીતિની સામે ટ્રમ્પે ઘણા આકરા નિર્ણયો લીધા છે જેને લીધે ચીન પણ ટ્રમ્પની સામે પડ્યું છે. 

આવી સ્થિતિમાં અમેરિકનો કોને જીતાડશે તે તો હવે સમય જ કહી શકશે.
 

સંકળાયેલા મુદ્દાઓ

Donald Trump joe biden us elections 2020 અમેરિકા ચુંટણી જોઈ બાયડન ડોનાલ્ડ ટ્રમ્પ US Elections 2020

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ