બ્રેકિંગ ન્યુઝ
VTV / વિશ્વ / US joe biden administration approves 450 million dollar f 16 fleet sustainment programme to pakistan
ADVERTISEMENT
બાઇડન પ્રશાસને પાકિસ્તાનના F-16 ફાયટર જેટની જાળવણી માટે 45 કરોડ ડૉલરની મદદને મંજૂરી આપી દીધી છે. અમેરિકાના વિદેશ મંત્રાલયે કહ્યું કે, આ નાણાકીય મદદથી પાકિસ્તાન રક્ષા ક્ષેત્રે પોતાની હાલની જરૂરિયાતોને પૂર્ણ કરવાની ક્ષમતાને બનાવી રાખશે. અમેરિકાની ડિફેન્સ સિક્યોરિટી કોર્પોરેશન એજન્સીએ બુધવારે આ અંગે માહિતી આપી.
મહત્વનું છે કે, પાકિસ્તાનને અમેરિકા તરફથી લડાકૂ જેટ એફ-16ના ઉપકરણો અને જાળવણી માટે આટલી મોટી મદદ આપવી ભારત માટે ઝટકો છે. જોકે, અમેરિકા તરફથી કહેવામાં આવ્યું છે કે, આ ક્ષેત્રના સૈન્ય સંતુલન પર કોઈ અસર નહીં પડે.
ADVERTISEMENT
વર્ષ 2018 બાદ આ પાકિસ્તાનને અમેરિકા તરફથી પહેલી મોટી સુરક્ષા સહાયતા છે. 2018માં અમેરિકાના તત્કાલિન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પાકિસ્તાનને અપાતી સુરક્ષા સહાયતાને રોકી દીધી હતી. ટ્રમ્પે કહ્યું હતું કે, આતંકવાદ વિરોધી અમેરિકાની લડાઈમાં પાકિસ્તાન કોઈ મદદ નથી આપી રહ્યું.
કોંગ્રેસ તરફથી જાહેર કરવામાં આવેલી નોટિફિકેશન અનુસાર, પાકિસ્તાનને આપવામાં આવતી આ સુરક્ષા મદદમાં કોઈ પ્રકારના નવા હથિયાર અને યુદ્ધ સામગ્રીને સામેલ નથી કરવામાં આવી. પેન્ટાગને કહ્યું કે, આ સુરક્ષા સહાયતા દ્વારા પાકિસ્તાન આતંકવાદ વિરૂદ્ધ લડાઈમાં અમેરિકાનો સાથ આપશે જેનાથી અમેરિકાની વિદેશ નીતિ અને રાષ્ટ્રીય સુરક્ષાને મજબૂતી મળશે.
ADVERTISEMENT
પાકિસ્તાન આતંકવાદ-વિરોધી પાર્ટનર
યૂનાઇટેડ સ્ટેટ ગર્વમેન્ટે પાકિસ્તાનને 45 કરોડ અમેરિકન ડોલરના F-16 જેટની જાળવણી કાર્યક્રમને મંજૂરી આપવા અંગે કોંગ્રેસને સૂચિત કરી છે. અમેરિકન વિદેશ વિભાગના એક પ્રવક્તાએ કહ્યું કે, અમેરિકન મૂળ ઉપકરણો અને જાળવણી માટે પેકેજ આપવામાં આવ્યું છે.
વિદેશ વિભાગના પ્રવક્તાએ વધુમાં કહ્યું કે, પાકિસ્તાનનું F-16 પ્રોગ્રામ અમેરિકા અને પાકિસ્તાનના દ્વિપક્ષીય સંબંધો માટે ઘણુ જરૂરી છે. અમેરિકા તરફથી આપવામાં આવેલી આ સહાયતા વર્તમાન અને ભવિષ્યના આતંકવાદ વિરોધી ખતરા સામે લડવા માટે પાકિસ્તાનની ક્ષમતાને બનાવી રાખશે. તેમણે કહ્યું કે, અમને આશા છે કે પાકિસ્તાન તમામ આતંકવાદી સંગઠનો વિરૂદ્ધ સતત કાર્યવાહી કરશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.