બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / us donald trump confirm death of al qaeda heir hamaza bin laden

મોત / ઓસામા બિન લાદેનના પુત્ર હમજા બિન લાદેનનું મોત, અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કરી પુષ્ટી

Published By: Shalin

Last Updated: 08:07 PM, 14 September 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પૂર્વ અલકાયદા પ્રમુખ ઓસામા બિન લાદેનના પુત્ર અને અલકાયદાના નવા ઉત્તરાધિકારી હમજા બિન લાદેનનું મોત થયું છે. તેના મોતની પુષ્ટિ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કરી છે. આ સમાચાર એજન્સી એએફપીએ આપી છે. જોકે, આ પહેલીવાર નથી જ્યારે હમજા બિન લાદેનના મોતના સમાચાર સામે આવ્યા હોય.

  • ગત મહીને પણ હમજા બિન લાદેનના મોતના સમાચાર સામે આવ્યા હતા
  • હમજા બિન લાદેન અમેરિકાના આંતકવાદ વિરોધી અભિયાનમાં માર્યો ગયો
  • હમજા બિન લાદેન પર 10 લાખ ડોલર ઇનામ જાહેર કરાયું હતું

આ પહેલા, ગત મહીને પણ મીડિયા રિપોર્ટમાં દાવો કરાયો હતો કે અમેરિકાએ ગુપ્તચર જાણકારી પ્રાપ્ત કરી છે કે ઓસામા બિન લાદેનનો પુત્ર મરી ચૂક્યો છે. ટ્રમ્પે એક નિવેદનમાં કહ્યું, ''અલકાયદાનો ટોચનો નેતા અને ઓસામા બિન લાદેનનો પુત્ર હમજા બિન લાદેન અફઘાનિસ્તાન-પાકિસ્તાન ક્ષેત્રમાં અમેરિકાના આંતકવાદ વિરોધી અભિયાનમાં માર્યો ગયો. જોકે, અમેરિકી રાષ્ટ્રપતિએ એ જણાવ્યું નથી કે હમજાની મોત ક્યારે અને ક્યાં થઇ.

આ વર્ષે માર્ચ મહીનામાં અમેરિકાએ હમજા બિન લાદેન વિશે જાણકારી આપનારને 10 લાખ ડોલર પુરસ્કાર આપવાનું એલાન કર્યું હતું. અમેરિકાએ કહ્યું કે હમજા પોતાના પિતાની મોતનો બદલો લેવા તેના પર હુમલાનું ષડયંત્ર રચી રહ્યો છે. તેને જોતા આટલા મોટા ઇનામનું એલાન કર્યું હતું. 

જ્યારે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદે (UNSC) હમજા બિન લાદેનનું નામ પોતાની પ્રતિબંધ સૂચીમાં ઉમેર્યું હતું. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ અને અમેરિકા તરફથી હમજાને લઇને કડક નિર્ણય લેવા માટે સાઉદી અરબે પણ હમજાની નાગરિકતા રદ્દ કરી દીધી હતી.
 

સંકળાયેલા મુદ્દાઓ

Al Qaeda Hamza bin Laden World News Death

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ