બ્રેકિંગ ન્યુઝ
VTV / બિઝનેસ / અજબ ગજબ / વિશ્વ / us court decision bank cannot recover the amount biggest mistake in banking history citibank losing rs 3650 crore
Last Updated: 12:03 PM, 18 February 2021
ADVERTISEMENT
હવે શેષ રકમ વસૂલી નહીં શકાય
હકિકતમાં કોસ્મેટિક કંપની રેવલોનના ધીરાણદારને સિટી બેંકને 58 કરોડ રુપિયા વ્યાજ પેટે આપવાના હતા. પરંતુ ભૂલતી બેંક તરફથી ધીરાણદારોના ખાતામાં 10 ગણાથી વધારે 6554 કરોડ રુપિયા (લગભગ 900 ડોલર) નાંખી દીધા. આ લેણદેણ ગત ઓગસ્ટમાં થઈ હતી. ઉલ્લેખનીય છે કે આ મામલામાં અમેરિકાની એક કોર્ટે ચુકાદો સંભળાવતા કહ્યું કે હવે શેષ રકમ વસૂલી નહીં શકાય.
ADVERTISEMENT
.jpg)
કેટલાક ધીરાણદારોએ તો બેંકને પૈસા પાછા આપી પણ દીધા. જ્યારે 10 ધીરાણદાતાઓ પાસેથી 3650 કરોડ રુપિયા (લગભગ 50કરોડ ડોલર) પાછા ન આવ્યા તો અમેરિકન બેંકે કોર્ટનો દરવાજો ખખડાવ્યો. જ્યાં તેમને નિરાશા હાથ લાગી છે. સિટીબેંક રેવલોન અને તેમના ધીરાણદાતાઓની વચ્ચે એજન્ટની ભૂમિકા ભજવી રહી હતી.
ADVERTISEMENT
કોર્પોરેટ ક્લાઈન્ટ સાથે જોડાયેલો અનેખો મામલો
અમેરિકન જિલ્લા જજે કહ્યું કે કોર્પોરેટ ક્લાઈન્ટ સાથે જોડાયેલો છે અનોખો મામલો. કાયદો હકિકતમાં તે લોકોને સજા આપે છે જે પોતાના ખાતામાં જમા રકમને અયોગ્ય રીતે ખર્ચે છે. જજે કહ્યું કે ડિજિટલ સમયમાં આ પ્રકારની ભૂલ સામાન્ય વાત છે અને આને તાત્કાલીક સુધારી શકાય છે. પેન્સિલવેનિયામાં એક દંપત્તીને ભૂલથી ખાતામાં આવેલી રકમને ખર્ચ કરવા પર સજા પણ સંભળાવાઈ છે.
ADVERTISEMENT
સિટી બેંકને એક દિવસનું મોડુ કરવું પડ્યુ ભારે
જજે કહ્યું કે સિટીબેંકથી આ લેવડદેવડ ભૂલથી થઈ છે તો બેંકે તાત્કાલીક આના માટે કેમ પગલા ન ભર્યા. જ્યારે પૂરા એક દિવસ બાદ બેંક આ મામલામાં કાર્યવાહી પ્રક્રિયા શરુ કરી અને નોટિસ જારી કરવાનું શરુ કર્યુ. ત્યારે બેંકના કેટલાક કર્મચારીઓની વચ્ચે મોબાઈલ પર થયેલી વાતચીતને આધાર બનાવીને કહ્યું કે આને જોઈને લાગે છે કે આ ભૂલ ઈરાદાપૂર્વકની હતી. ભૂલની જાણકારી પર કર્મચારીઓ એક બીજાની મજાક બનાવી રહ્ય હતા. બેંકે કોઈ પગલા નથી ભર્યા.
ADVERTISEMENT

2012-13માં ભારતીય બેંકથી પણ થઈ હતી ભૂલ
ADVERTISEMENT
ભારતની એક મુખ્ય સરકારી બેંકથી પણ આ પ્રકારની ભૂલ થઈ હતી. જેમાં બેંકે ભૂલથી અનેક ખાતામાં વ્યાજની ચૂકવણી કરી દીધી હતી. પરંતુ આ મામલામાં તાત્કાલીક માનક સંચાલન પ્રક્રિયા શરુ કરવામાં આવી છે અને લેવડ દેવડને રદ્દ કરી દેવામાં આવી હતી. સમગ્ર રકમ બેંકની પાસે પાછી આવી ગઈ હતી અને કોઈ નુકસાન થયું નહોંતુ.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.