અભિનેત્રી ઉર્વશી રૌતેલાએ ક્રિકેટર વૃષભ પંતની સેન્ચ્યુરી પર પુછવામાં આવેલા સવાલનો જવાબ આપતા મજાકિયા કોમેંટ કરી છે જે હવે વાયરલ થઈ રહી છે.
ઉર્વશી રૌતેલાએ કરી વૃષભ પંત પર કોમેંટ
ભૂતકાળમાં ઉર્વશી અને ઋષભ વચ્ચે રહી ચૂક્યો છે સંબંધ
યુઝરે પૂછ્યું પંતની સેન્ચુરી જોઈ? ઉર્વશીએ કહ્યું મને ખાલી પેન્ટ ખબર છે, જેમાં 100 રૂપિયા મળ્યા
બોલીવુડ એક્ટરેસ ઉર્વશી રૌતેલા પોતાની હોટ તસ્વીરોને કારણે હંમેશા ચર્ચામાં રહે છે. એક સમય હતો જયારે ઉર્વશીનું નામ તેમની ફિલ્મો સિવાય ઇન્ડિયન ક્રિકેટર વૃષભ પંત સાથે પણ જોડાયેલ હતું.
બંને અવારનવાર સાથે જોવા મળતા હતા. પછી બંને વચ્ચે નાજીકતાની ખબર ઉડી. પરંતુ પછી અચાનક ખબર આવી કે બંનેએ એકબીજાને સોશ્યલ મીડિયા તથા વોટ્સઅપ પર બ્લોક કરી દીધા હતા જેનાં પાછળનું કારણ કોઈ જાણતું નથી. ત્યાર બાદ ઉર્વશીએ વૃષભને લઈને કોમેંટ કરી છે. અસલમાં, ઉર્વશી રૌતેલાને એક યુઝરે પૂછ્યું હતું કે વૃષભ પંતની સેન્ચ્યુરી જોઈ કે નહી. આ પર ઉર્વશીએ જવાબ આપતા કહ્યું કે તેઓ બસ એક વસ્તુ જાણે છે અને તે છે પેન્ટ. તેમની આ કોમેંટ વાયરલ થઇ રહી છે. ઉર્વશીએ એમ પણ કહ્યું કે પેન્ટ આખી દુનિયા પહેરે છે અને તેમાંથી મને 100 રૂપિયા મળ્યા.
ઉર્વશીની ચર્ચિત ફિલ્મો
જણાવી દઈએ કે ઉર્વશી રૌતેલાની કરિયરની શરૂઆત એક્શન-રોમાંસ પર આધારિત ફિલ્મ ' સાહબ ધ ગ્રેટ ' થી થઇ હતી. ઉર્વશીની પ્રસિદ્ધ ફિલ્મોમાં સનમ રે, ગ્રેટ ગ્રાન્ડ મસ્તી, હેટ સ્ટોરી 4 તથા પગલપંતી જેવી ફિલ્મો શામેલ છે.