ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / UPI server has been down in india 24 april 2022

ટ્રાન્ઝેક્શન ફેઈલ! / BIG NEWS: UPI સર્વર થયું ડાઉન, આખા દેશમાં PhonePe, Google Pay અને Paytmના યુઝર્સને મુશ્કેલી

Published By: Hiren

Last Updated: 10:07 PM, 24 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

છેલ્લા 1 કલાકથી યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (UPI) સર્વર ડાઉન થયું છે, જેના કારણે આખા દેશમાં ઓનલાઇન લેવડ-દેવડમાં મુશ્કેલી ઉભી થઇ છે.

ADVERTISEMENT

  • સમગ્ર દેશમાં UPI સર્વર ડાઉન થયું
  • PhonePe, Google Pay અને Paytmના યુઝર્સને મુશ્કેલી
  • આ વર્ષમાં બીજી વખત UPI સર્વર ડાઉન થયું

UPIને લઇને મહત્વના સમાચાર મળી રહ્યા છે. UPIનું સર્વર ડાઉન થઇ ગયું છે. જેને લઇને લોકોને પેમેન્ટ કરવામાં મુશ્કેલી સર્જાઈ રહી છે. લોકો યૂપીઆઈના ડાઉન થયા બાદ આની ફરિયાદ સોશિયલ મીડિયા પર ટ્વીટ કરીને કરી રહ્યા છે.

યુઝર્સ PhonePe, Google Pay અને Paytm જેવી મોટી UPI એપ્સ દ્વારા ટ્રાન્ઝેક્શન ન થઈ રહ્યું હોવાની Twitter પર ફરિયાદ કરી રહ્યા છે. યુઝર્સને લાંબા પ્રોસેસિંગ સમય બાદ નિષ્ફળ ચૂકવણીની સૂચના આપવામાં આવી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, વર્ષમાં આ બીજી વખત છે જ્યારે UPI સર્વર ડાઉન થયું છે, ગત વખત 9 જાન્યુઆરીએ સર્વર ડાઉન થયું હતું. NPCI એ હજુ સુધી વિક્ષેપ અંગે ઔપચારિક માહિતી આપી નથી.

UPI, નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) દ્વારા રીઅલ-ટાઇમ પેમેન્ટ સિસ્ટમ, ભારતના છૂટક વ્યવહારોમાં 60 ટકાથી વધુ હિસ્સો ધરાવે છે. આ પેમેન્ટ સિસ્ટમ મોટા પ્રમાણમાં વ્યવહારો સંભાળે છે, જેમાં મોટાભાગના નાની રકમના વ્યવહારો છે. 100 રૂપિયાથી નીચેના વ્યવહારો UPI વોલ્યુમના 75 ટકા હિસ્સો ધરાવે છે. માત્ર માર્ચ મહિનામાં જ UPIથી રૂ. 9.60 લાખ કરોડના 540 કરોડ વ્યવહારો થયા હતા.

સંકળાયેલા મુદ્દાઓ

India UPI Server Down ભારત યૂપીઆઈ સર્વર ડાઉન UPI server down

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ