ન્યૂઝ અપડેટ્સ
ADVERTISEMENT
ADVERTISEMENT
યુક્રેનમાં રશીયાએ હુમલો કરી દીધા વિશ્વમાં ચિંતાનો માહોલ છે. ખાસ કરીને ભારતને લઈને લોકો સવાલ ઉઠાવી રહ્યા છે. કે ભારત કોના પક્ષમાં છે તે એક ગંભીર મુદ્દો બન્યો છે. મોટા ભાગના દેશો રશિયાની હાલ નિંદા કરી રહ્યા છે. પરંતુ ભારત આ મામલે રશિયા સામે હજું કશું નથી બોલ્યું. જેથી આ મામલે અમેરિકાના રાષ્ટ્રપતિ બાયડન સામે પણ સવાલો કરવામાં આવ્યા છે.
Question by @lalitkjha: India is one of your major defence parters, is India fully in sync with US on Russia?
— Sidhant Sibal (@sidhant) February 24, 2022
US Prez Biden: We are in consultations with India today, haven’t resolved that completely pic.twitter.com/EM6sFjDOMJ
ADVERTISEMENT
પત્રકારોએ બાયડનને સવાલ કર્યો
ADVERTISEMENT
બાયડને આ મામલે જણાવ્યું કે યુક્રેન પર જે સંકટ આવ્યું છે, તેને લઈને અમેરિકા ભારત સાથે પણ વાત કરશે. વાઈટ હાઉસમાં પ્રેસ કોન્ફરન્સ કરતી વખતે પત્રકારો દ્વારા બાયડનને સવાલ કરવામાં આવ્યો હતો. કે રશિયાએ જદે હુમલો કર્યો છે તેને લઈને ભારત અમેરિકા સાથે છે ? ત્યારે બાયડને એવો જવાબ આપ્યો કે આ મામલે અમે ભારત સાથે વિચાર વિમર્શ કરીશું.
અમેરિકા ભારતના પૂર્ણ સમર્થનની કરે છે માગ
ADVERTISEMENT
આપને જણાવી દઈએ કે અમેરિકી રાષ્ટ્રપતિ વિભાગ, વિદેશ વિભાગ અને અમેરિકી સુરક્ષા પરિષદથી લઈને વિભિન્ન સ્તરો પર બાયડન પ્રશાસન યુક્રેન સંકટ પર ભારતના પૂર્ણ સમર્થનની માગ કરી રહ્યા છે.
પીએમ મોદીએ પુતિન સાથે પણ કરી હતી વાત
ઉલ્લેખનીય છે અમેરિકાના વિદેશ મંત્રી એંટની બ્લિંકન અને ભારતના વિદેશ મંત્રી એસ જયશંકર બંનેએ યુક્રેન સંકટ પર વાતતીચ કરી હતી. જેમા અમેરિકાના વિદેશ મંત્રીએ આ હુમલાને લઈને કડક નિંદા કરી હતી. આ ઉપરાંત વડાપ્રધાન મોદીએ પણ રશિયાના રાષ્ટ્રપતિ પુતિન સાથે વાત કરીને વાતચીતથી સમસ્યાનો ઉકેલ લાવવા માટે વાત કરી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો