બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / union health ministry orders removal of 4000 sex determination videos on youtube

કામની ખબર / સાવધાન ! YouTube પર આવા વીડિયો અપલોડ કરશો તો કૂટાઈ જશો, થશે જેલ, સરકારે આપી મોટી ચેતવણી

Hiralal

Last Updated: 03:59 PM, 2 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે યુટ્યુબને નોટીસ મોકલીને ગર્ભપરીક્ષણના 4000 વીડિયોને તાબડતોબ ડિલિટ કરવાનો આદેશ આપ્યો છે.

  • ભ્રૂણ પરીક્ષણ કરાવનાર લોકો ચેતે
  • પરીક્ષણના વીડિયો યૂટ્યબ કરનારની સામે કાર્યવાહી
  • કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે આપી ચેતવણી 

જે લોકો યુટ્યુબ પર ગર્ભપરીક્ષણના વીડિયો અપલોડ કરે છે તેમનું હવે આવી બન્યું છે. જો તમે પણ મોટું દેખાડવું આવું કરતાં હોય તો બંધ કરી દેજો નહીંતર દંડાઈ જશો.  કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે યુટ્યુબર્સને નોટિસ મોકલીને તેમની ચેનલ પર અપલોડ કરેલા પ્રિનેટલ સેક્સ-નિર્ધારણના વીડિયોને 36 કલાકની અંદર હટાવવાનો આદેશ આપ્યો છે. જો યુટ્યુબર્સ આવું નહીં કરે તો તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે અને આવા લોકોને જેલ પણ ભોગવવી પડી શકે છે. 

સરકારે યુટ્યુબ પર આવા ચાર હજાર વીડિયોની ઓળખ 
સરકારે યુટ્યુબ પર ભ્રૂણ પરીક્ષણના ચાર હજાર વીડિયોની ઓળખ કરી છે. આ તમામ વીડિયોને તાત્કાલિક ડિલિટ કરવાનો આદેશ આપ્યો છે અને જો આવું નહીં કરાય તો કાયદેસરની કાર્યવાહી ઉચ્ચારી છે. મંત્રાલયે લોકોને ભ્રૂણ પરીક્ષણથી દૂર રહેવાની પણ સલાહ આપી છે. પ્રી-કન્સેપ્શન એન્ડ પ્રી-નેટલ ડાયગ્નોસ્ટિક ટેકનિક એક્ટ 1994 (પીસીપીએનડીટી એક્ટ) હેઠળ દેશમાં પ્રિ-નેટલ સેક્સ નિર્ધારણ પર પ્રતિબંધ છે. આ કાયદા હેઠળ નિદાન કેન્દ્રોને નિયમોનું ચુસ્તપણે પાલન કરવાનું કહેવામાં આવે છે. આ કાયદો સ્ત્રી ભ્રૂણ હત્યાને રોકવા અને ભારતમાં ઘટી રહેલા લિંગ પ્રમાણને રોકવા માટે બનાવવામાં આવ્યો હતો.

મંત્રાલય સોશિયલ મીડિયા પર નજર રાખી રહ્યું છે
મંત્રાલયના સચિવ પી.વી.મોહનદાસે જણાવ્યું હતું કે મંત્રાલય આવી વાંધાજનક સામગ્રી માટે નિયમિતપણે સોશિયલ મીડિયા પર નજર રાખી રહ્યું છે. જ્યારે આ વીડિયો અમારા ધ્યાનમાં આવ્યો, ત્યારે અમે સૌ પ્રથમ વાંધાજનક ચેનલોની ઓળખ કરી અને તેમની એક યાદી બનાવી. બાદમાં અમે આવી ચેનલોને વિડિયો દૂર કરવા માટે નોટિસ મોકલી હતી. મોહનદાસે જણાવ્યું હતું કે, આ અગાઉ મંત્રાલયે સર્ચ એન્જિન ગૂગલને પણ આવી વાંધાજનક સામગ્રીને દૂર કરવા જણાવ્યું હતું. મોહનદાસે જણાવ્યું હતું કે, જો કોઈ પણ વ્યક્તિ વેબસાઈટ કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પીસીપીએનડીટી એક્ટનું ઉલ્લંઘન કરતી સામગ્રી જુએ છે, તો તે [email protected] ઈમેલ પર રાજ્ય અથવા મંત્રાલયના નોડલ અધિકારીઓને ફરિયાદ કરી શકે છે.

યુટ્યુબ પર ભ્રૂણ પરીક્ષણ વીડિયોના લાખો વ્યૂઝ 
હકીકતમાં, થોડા દિવસો પહેલા, દિલ્હીના રેડિયોલોજિસ્ટ ડો.અનુજ અગ્રવાલને યુટ્યુબ પર એક વીડિયો મળ્યો હતો, જેમાં એઈમ્સ હોસ્પિટલના નર્સિંગ સ્ટાફનો ભાગ હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. યુટ્યુબ ચેનલ ગર્ભાવસ્થા, ગર્ભાવસ્થાની ટિપ્સ અને પ્રિનેટલ સેક્સ-નિર્ધારણ તકનીકો પરના વિડિઓઝથી ભરેલી હતી. ચોંકાવનારી વાત એ હતી કે આ વીડિયોને લગભગ સાત લાખ લોકોએ જોયો હતો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ