બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / VTV વિશેષ / Uniform civil code is required to unite Hindu-Muslim laws

કાયદો / હિન્દુ-મુસ્લિમના અલગ અલગ કાયદાઓને એક કરવા માટે યુનિફોર્મ સિવિલ કોડ કેમ જરૂરી?

Published By: Dharmishtha

Last Updated: 05:01 PM, 10 November 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભાજપે વર્ષ 2014ની લોકસભાની ચૂંટણીનાં ઘોષણાપત્રમાં યુનિફોર્મ સિવિલ કોડનો મુદ્દો ઉઠાવ્યો હતો. જેને લઈને ભાજપ પર ધૃવિકરણનાં આક્ષેપ થયાં હતાં. આ અગાઉ જવાહરલાલ નહેરુ - આંબેડકરએ હિન્દુ માટે વિશેષ સિવિલ કોડનો પ્રયાસ કર્યો હતો. જોકે નહેરુ-આંબેડકરનાં સિવિલ કોડનો વિરોધ થયો હતો. જ્યારે બિનસંપ્રદાયિક દેશમાં ધર્મ વિશેષ માટેનાં કાયદાઓનો વિરોધ થયો હતો. જાણો દરેક ધર્મ માટેનાં પર્સનલ લૉ ...

  • ભાજપનાં 2014ની લોકસભાની ચૂંટણી ઢંઢેરામાં હતો આ મુદ્દો
  • નેહરૂ-આંબેડકરના હિન્દુ સિવિલ કોડનો થયો હતો વિરોધ
  • બિનસંપ્રદાયિક દેશમાં ધર્મ વિશષ માટેના કાયદાઓનો થયો હતો વિરોધ

યુનિફોર્મ સિવિલ કોડ કેમ જરૂરી ?

જુદા-જુદા ધર્મનાં અલગ કાયદાઓથી ન્યાયતંત્ર પર બોજ વધે છે. વર્ષોથી પડતર કેસનાં ઉકેલ માટે ફાયદો મળી શકે છે. આ ઉપરાંત તમામ માટે એક સરખા કાયદા હોવાથી એક્તામાં વધારે થઈ શકે છે. તમામ નાગરિકોનાં સમાન ફરજ અને હકો સુનિશ્વિત બને છે. મુસ્લિમ મહિલાઓની પરિસ્થિતિ સુધરી શકે છે. યુનિફોર્મ સિવિલ કોર્ડથી એક ધર્મનિરપેક્ષ દેશ તરીકે ભારતની છબી મજબૂત થશે. વોટબેંક 8અને ધૃવિકરણની રાજનીતિ પર લગામ કસી શકાશે.

હિંદુઓ માટે પણ છે અલગ કાયદા

તત્કાલિન PM નહેરૂએ હિન્દુઓ માટે પણ પર્સનલ લૉ લાગુ કર્યો હતો. જેનો ભારે વિરોધ થતાં પર્સનલ લૉને ટુકડે-ટુકડે લાગુ કર્યો હતો. હિન્દુ મેરેજ એક્ટ, હિન્દુ એડોપ્શન & ભરણપોષણનો કાયદો, હિન્દુ સક્સેશન એક્ટ અને હિન્દુ માયનોરિટી & ગાર્ડિયનશીપ એક્ટ જેવા ચાર કાયદાઓએ હિન્દુ મહિલાઓને સશક્ત બનાવી હતી. આ કાયદા અંતર્ગત મહિલાઓને સંપત્તિનો પણ અધિકાર મળ્યો છે. હિન્દુઓમાં આંતરજ્ઞાતિ વિવાહ માટે પણ આ મહત્વનો કાયદો છે. આ કાયદાને લીધે જ બીજા લગ્ન પર પ્રતિબંધ લાગ્યો છે.

મુસ્લિમ પર્સનલ લૉ શું છે ?

મુસ્લિમ લૉનાં કારણે મુસ્લિમ મહિલાઓને અન્યાય થતો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ મુસ્લિમ લૉમાં પુરુષો માટે ત્રિપલ તલાક અને બીજા લગ્નનું પ્રાવધાન છે. મુસ્લિમ મહિલા પોતાના પતિની સંપત્તિ પર હક દાવો નથી કરી શકતી. તેમજ તલાક બાદ પણ મહિલા 4 મહિના સુધી લગ્ન કરી શકતી નથી.

શું છે ઈસાઇ પર્સનલ લૉ?


છુટાછેડા માટે ઈસાઈ પર્સનલ લૉમાં વિચિત્ર જોગવાઈ છે. છુટાછેડા માટે દંપતિએ બે વર્ષ જુદા રહેવું ફરજિયાત છે. યુવતીનો પોતાની માતાની સંપતિ પર પણ કોઈ અધિકાર નથી.

કયાં દેશોમાં યુનિફોર્મ સિવિલ કોડ છે?


પાકિસ્તાન,બાંગ્લાદેશ, મલેશિયા, તુર્કિસ્તાન, ઇન્ડોનેશિયા, સુડાન અને ઇજિપ્ત જેવા દેશોમાં યુનિફોર્મ સિવિલ કોર્ડ છે.

સંકળાયેલા મુદ્દાઓ

Gujarati News Hindu Muslim Uniform law કાયદો ગુજરાતી ન્યૂઝ મુસ્લિમ સિવિલ કોડ હિન્દુ Law

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ