બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અજબ ગજબ / રાજકોટના સમાચાર / Underdeveloped Baby born morbi civil hospital bhadiyad rajkot

વિચિત્રતા / મોરબીમાં એવા બાળકનો જન્મ થયો કે ડૉક્ટરો પણ આશ્ચર્યચકિત થઇ ગયા!

Published By: Hiren

Last Updated: 07:21 PM, 15 February 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પ્રવર્તમાન સમયમાં અવારનવાર દેશ અને દુનિયામાં કેટલીક અજીબો ગરીબ ઘટના બનતી હોય છે. ત્યારે મોરબીમાં પણ આવી જ એક અજીબો ગરીબ ઘટના પ્રકાશમાં આવી હતી. જેમાં એક પ્રસૂતાએ મોરબીની સિવિલ હોસ્પિટલમાં ડિલિવરી દરમિયાન માથા વગરના બાળકને જન્મ આપ્યો હતો અને અલ્પ વિકસિત માથાવાળા બાળકનો જન્મ થતા તબીબો પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. હાલ આ બાળકને વધુ સારવાર અર્થે રાજકોટ ખેસડાયો છે.

  • જન્મ સમયે બાળકનું માથું અલ્પ વિકસતિ હતું
  • બાળક જીવિત છે, માતાની તબિયાત પણ સારી છે
  • બાળક મનોવિકલાંગ પણ થઈ શકે તેવી સંભવના

મોરબીના ભડિયાદ ગામે રહેતા જયશ્રીબેન બીપીનભાઈ મકવાણા નામની પરિણીતાને ગત તા. 10 ના રોજ પ્રસૂતિની પીડા ઉપડતા તેમને તાકીદે સિવિલ હોસ્પીટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા. ગતરાત્રે તા. 14 તેમને પ્રસુતિની વધુ પીડા ઉપડતા ડીલીવરી કરવામાં આવી હતી. જેમાં સિવિલ હોસ્પિટલના ડો. સાલ્વી કાસુન્દ્રા, ડો. વૈશાલી વડનગરા, તેમજ સ્ટાફના આરતી જયસ્વાલ અને વિજયભાઈએ આ પ્રસૂતાની મહિલાની પ્રસુતિ કરાવી હતી.

પરંતુ આશ્ર્ચર્ય એ વાતનું હતું કે આ પ્રસૂતિએ જે બાળકને જન્મ આપ્યો તે બાળકને માથું જ ન હતું અને આ બાળકનું માથું એકદમ અલ્પ વિકસિત હતું. તેથી તબીબો પણ મૂંઝાયા હતા. જોકે બાળકની તબિયત એકદમ સારી છે. પણ માથું ન હોવાથી આ બાળકને વધુ સારવાર અર્થે રાજકોટ ખસેડાયો છે.

ડિલિવરી કરી ત્યારે જન્મ થયેલા બાળકનું માથું જ ન હતુંઃ ડો. સાલ્વી કાસુન્દ્રા

આ બનાવ અંગે સિવિલ હોસ્પિટલના તબીબ ડો. સાલ્વી કાસુન્દ્રાએ જણાવ્યું હતું કે, પ્રસૂતાની ડિલિવરી કરી ત્યારે જન્મ થયેલા બાળકનું માથું જ ન હતું. કફચ વિટામિનની ખામી અથવા ચેપ લાગ્યો હોય તો પણ આવું બની શકે છે. જોકે અધૂરા દિવસોમાં પ્રસુતિ થઈ છે. સામાન્ય રીતે ગર્ભાવસ્થા દરમિયાન પ્રથમ ત્રણ માસમાં ગર્ભશિશુનું માથું વિકસિત થઈ જતું હોય છે. પણ આ કિસ્સામાં નવીનતા જોવા મળી છે. 

બાળક જીવિત છે, માતાની તબિયાત પણ સારી છે

આ બાળકના જીવ ઉપર પણ આગામી સમયમાં જોખમ રહેલું છે અને આ બાળક મનોવિકલાંગ પણ થઈ શકે તેવી સંભવના છે. જોકે હાલ આ બાળક જીવિત છે અને બાળક સાથે તેની માતાની તબિયત પણ સારી છે. જ્યારે જયશ્રીબેનનું આ પ્રથમ સંતાન છે. સગર્ભાવસ્થા દરમિયાન પ્રસુતાઓને લેવી પડતી દવા સરકારી હોસ્પિટલમાં મફત મળતી હોવા છતાં કેટલાક લોકો દવા ન લેતા હોય એવી ખામી થાય છે. આથી તેમણે મહિલઓને સર્ગભાવસ્થા દરમિયાન દવા લેવાની કાળજી લેવા પર ભાર મુક્યો હતો.

સ્ટોરી: હરનીશ જોશી (મોરબી)

સંકળાયેલા મુદ્દાઓ

Rajkot News gujarat morbi news ગુજરાત મોરબી રાજકોટ rajkot

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ