ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / વિશ્વ / Ukraine soldier Mykhailo Dianov before and after Russian captivity

સંઘર્ષ / હટ્ટાકટ્ટા યૂક્રેની સૈનિકની રશિયાની કેદમાં કાળજું કંપાવી દે તેવી થઇ હાલત, જુઓ પહેલા અને પછીનો Photo

Published By: Mayur

Last Updated: 09:05 AM, 27 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રૂસની કેદમાં રહેલા એક યૂક્રેની સૈનિકના ફોટાને જોઇને યુદ્ઘની ભયાનકતા વિષે સરળતાથી જાણવા મળી શકે છે. સોશિયલ મીડિયા પર આ કમજોર શરીરવાળા સૈનિકના ફોટા વાયરલ થઇ રહ્યાં છે.

ADVERTISEMENT

  • યૂક્રેની સૈનિકના ફોટા વાયરલ 
  • સૈનિક પર થયા અત્યાચાર
  • સોશિયલ મીડિયા પર તેના ફોટા વાયરલ

Russia-Ukraine war: યુદ્ધ જ્યારે પણ થાય તેના પરિણામો ખૂબ ભયાનક હોય છે. રૂસ-રશિયા યુદ્ઘમાં બંને દેશની સેનાઓ એકબીજાને હરાવવામાં લાગેલી છે પણ એ તમામ ઘટનાઓની વચ્ચે ક્યાંક માણસાઇ પણ હારતી નજરે પડે છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલ આ ફોટો એક યુક્રેની સૈનિકની છે. આ સૈનિક રૂસની કેદમાં રહીને પાછો વળ્યો છે. આ સૈનિકની કેદમાં જવાથી પહેલા અને છૂટ્યાં બાદના બંને ફોટા જોઇને તમારું હ્દય હચમચી જશે.  આ સૈનિકનું નામ છે મિખાઇલો ડાયનોવ.

શાનદાર સૈનિક કે બીમાર યૂક્રેની સૈનિક?
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલ સૈનિક મિખાઇલો ડાયનોવની તસવીરો જોઇને એ વાત તો સ્પષ્ટ છે કે કેદ પહેલા આ વ્યક્તિ કેટલો દેખાવડો છે પણ કેદ બાદનો ફોટો જોઇ આ વ્યક્તિને ઓળખવું લગભગ અસંભવ બની જાય છે. એક શક્તિશાળી સૈનિક મિખાઇલો ડાયનોવના હાડકાંઓની રચનામાં મોટો બદલાવ નજરે ચડે છે. શરીર પર ઘા લાગેલા છે તો આંખોમાં ચમક પણ પહેલાં જેવી રહી નથી. 

મારિયુપોલમાં થઇ હતી ધરપકડ
રૂસ-યૂક્રેનના યુદ્ઘ દરમિયાન મિખાઇલો ડાયનોવને રૂસ અને યૂક્રેનના દક્ષિણ-પૂર્વ શહેર મારિયુપોલથી રૂસની સેનાએ ધરપકડ કરી હતી. તેને અજોવસ્ટલ સ્ટીલ વર્કસના રક્ષણ દરમિયાન પકડવામાં આવ્યો હતો. મિખાઇલો ડાયનોવને 4 મહિના સુધી કુખ્યાત રૂસી જેલમામાં રાખી અને બુધવાર રાત્રે છોડી દેવાયો હતો.

મે અને આ મહિનાના ફોટા વચ્ચે છે મોટો તફાવત
સોશિયલ મીડિયા પર શેર થયેલ મિખાઇલો ડાયનોવનો ફોટો ભયભીત કરી મૂકે તેવો છે. આ નિર્દયતાનો શિકાર થયેલ આ સૈનિકના ચહેરા પર ઉઝરડા સ્પષ્ટ દેખાઇ રહ્યાં છે. તેમને છૂટ્યાં બાદ કીવ સૈન્ય હોસ્પિટલમાં લઇ જઇ સારવાર કરાઇ હતી.  

સંકળાયેલા મુદ્દાઓ

Photo Viral Russia Soldier russia vs ukraine Russia-Ukraine war

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ