ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / વિશ્વ / Ukraine Russia War

યુદ્ધના ભણકારા / રશિયા અને યુક્રેન વચ્ચે ગમે ત્યારે એટેક થવાની આશંકા, હુમલાના ડરથી અમેરિકાએ ૮,૫૦૦ સૈનિકોને હાઈએલર્ટ પર મૂક્યા

Published By: Pravin

Last Updated: 05:20 PM, 25 January 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રશિયા અને યુક્રેન વચ્ચે હવે યુદ્ધ રેખાઓ દોરાઈ ગઈ છે. ગમે ત્યારે એટેક થવાની આશંકા સેવાઈ રહી છે. હુમલાના ડરથી અમેરિકાના સૈનિકો હાઈએલર્ટ પર છે.

ADVERTISEMENT

રશિયા હવે યુક્રેન પર ગમે તે ઘડીએ આક્રમણ કરી શકે છે એવા ડર અને દહેશતના કારણે અમેરિકાએ પોતાના ૮,૫૦૦ સૈનિકોને હાઈએલર્ટ પર મૂક્યા છે. આ સત્તાવાર જાણકારી અમેરિકાના ડિફેન્સ હેડક્વાર્ટર પેન્ટાગોનના પ્રવક્તા જોન કિર્બીએ પ્રેસ બ્રીફિંગ દરમિયાન આપી છે. યુક્રેનના સરહદી વિસ્તારોમાં સૈન્ય ક્ષમતા સતત વધી રહી છે. નાટો અને અમેરિકા યુક્રેન પર રશિયાના સંભવિત આક્રમણ સામે સુસજ્જ છે અને અમેરિકાએ પોતાના ૮,૫૦૦ સૈનિકોને હાઈએલર્ટ પર મૂકીને સ્ટેન્ડ બાય રાખ્યા છે. જોકે પેન્ટાગોને એવી સ્પષ્ટતા કરી છે કે, હાલ તરત સૈનિકોની તહેનાતીને લઈને હજુ સુધી કોઈ નિર્ણય લેવાયો નથી.

૮,૫૦૦ સૈનિકોમાં બ્રિગેડ કોમ્બેટ ટીમ, તબીબી કર્મીઓ, એરફોર્સ, ઈન્ટેલિજન્સ, વિજિલન્સ વગેરેનો સમાવેશ થાય છે. નાટોએ જણાવ્યું છે કે, તે બાલ્ટિક દરિયાઈ ક્ષેત્રમાં પોતાની હાજરીને વધારી રહ્યું છે. ૩૦ દેશોના સૈન્ય સંગઠનના કેટલાય સભ્યોએ પોતાનાં સૈનિકો અને શસ્ત્ર સરંજામ મોકલી દીધાં છે. ડેન્માર્કે બાલ્ટિક સમુદ્રમાં એક યુદ્ધ જહાજ મોકલ્યું છે, જ્યારે લિથુઆનિયામાં એફ-૧૬ ફાઈટર પ્લેન તહેનાત કરવામાં આવી રહ્યા છે.

આમ હવે રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ રેખાઓ દોરાઈ ગઈ છે અને ગમે તે ઘડીએ યુદ્ધ છેડાઈ શકે છે. કેટલાક મીડિયા રિપોર્ટ્સ અનુસાર, યુક્રેન બોર્ડર પર રશિયાએ એટેક કરી દીધો છે.

સંકળાયેલા મુદ્દાઓ

America Russia War Ukraine Russia War war ગુજરાતી ન્યૂઝ Ukraine Russia War

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ