બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / ગુજરાત / અમદાવાદ / UGVCL 4 lack electricity bill Dhedhal Vasana Bavala Ahmedabad

અમદાવાદ / 3 પંખા, 2 વીજ બલ્બ અને 1 ફ્રીઝ રાખનાર મજૂર વ્યક્તિને ફટકાર્યું 4 લાખનું બીલ, VTVના અહેવાલ બાદ જાગ્યું તંત્ર

Hiren

Last Updated: 09:50 PM, 9 November 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદના બાવળા તાલુકાના ઢેઢાળ વાસણા ગામમાં એક સામાન્ય પરિવારને UGVCLએ 4,75,976 રૂપિયાનું વીજ બીલ ફટકાર્યું હતું. જોકે VTVના અહેવાલ બાદ તંત્ર સફાળુ જાગ્યુ છે.

  • ગરીબના ઘરે આવ્યું 4 લાખનું અધધ વીજ બીલ
  • VTVના અહેવાલ બાદ તંત્રે ભુલ સુધારી
  • ગ્રાહકે વાંરવાર રજુઆત કરવા છતા તંત્ર કરતુ હતુ આખં આડા કાન

ગુજરાતમાં વહીવટી તંત્રના અણઘડ વહીવટનો જીવતો જાગતો દાખલો સામે આવ્યો હતો. અમદાવાદ જિલ્લાના બાવળામાં મજૂરી કરી ગુજરાન કરતા એક ગોહિલ પરિવારનું વીજ બીલ સાંભળશો તો તમારી આંખો પહોળી થઈ જશે. રામ ભરોસે UGVCL ચાલતી હોય તેમ એક સામાન્ય ઘરના વ્યક્તિને લાખોનું બીલ ફટકાર્યું હતું. જોકે બાદમાં બે વખત લેખિતમાં UGVCLને રજૂઆત છતા કોઇએ ન સાંભળતા VTVએ એક અહેવાલ રજૂ કર્યો હતો. આ અહેવાલ બાદ તંત્રે ભુલ સુધારી હતી. VTVએ 4 લાખ 75 હજારનુ વીજ બિલનો અહેવાલ દર્શાવ્યો હતો. વીજ ગ્રાહકનુ એવરેજ બિલ 1500થી 2000 રૂપિયા આવતું હતું. ગ્રાહકે વાંરવાર રજુઆત કરવા છતા તંત્ર આખં આડા કાન કરતું હતું. જોકે VTVના અહેવાલ બાદ તંત્ર સફાળુ જાગ્યુ છે. ગ્રાહકના વીજ બીલમાં સુધારો કરી આપ્યો છે. 4 લાખ 75 હજારના બીજ બીલ સામે 1786 રૂપિયાનું નવુ બીલ આપ્યું છે. બાવળા તાલુકાના ઢેઢાળ વાસણા ગામના ગ્રામજન સાથે આ ઘટના બની હતી.

3 પંખા, 2 વીજ બલ્બ અને 1 ફ્રીઝ

સામાન્ય પરિવારના આ ઘરમાં ત્રણ જેટલા પંખા છે, એક-બે જેટલા વીજ બલ્બ છે અને એક નાનકડું ફ્રીઝ છે. ઘરમાં ન તો ઘરઘંટી છે, નતો હીટર કે એસી, કે નતો કોઈ મોટા વીજ ઉપકરણો અને ઘરની સ્થિતિ પણ નાજૂક છે. હવે આવું ઘર હોય તો વિચારો કે વીજબીલ કેટલું આવે? તમારો જવાબ હશે હજાર કે બે હજાર રૂપિયા. વધુમાં વધુ માની લઈએ કે 2500 રૂપિયા આવે. પરંતુ અમદાવાદ જિલ્લામાં આવેલા બાવળાના વાસણામાં આવેલા ઘરનું 4,75,976 રૂપિયા બીલ આવ્યું હતું.

4 લાખનું અધધ વીજ બીલ

UGVCL કેવી રીતે કામ કરે છે? તેના કર્મચારીઓ અને સિસ્ટમ કેવી રીતે કામ કરે છે? તે આ બીલ પરથી જ ખબર પડે છે. જે પરિવારને આટલું અધધ બીલ આવ્યું તે ગોહિલ પરિવારના મોભી એક સામાન્ય મજૂર છે. મજૂરી કરી પોતાનું ગુજરાન ચલાવે છે. તેમનું કહેવું હતું કે સામાન્ય રીતે અમારે બે હજારથી 2500 બીલ દર બે માસે આવે છે. પરંતુ આટલું બીલ આવ્યું તે કેવી રીતે ભરવું તે પ્રશ્ન થઈ ગયો હતો. પરિવારે અગાઉ કહ્યું હતું કે આ મામલે અમે બે વખત લેખિતમાં UGVCLને રજૂઆત કરી છે પરંતુ કોઈ અધિકારી ચેકિંગમાં આવ્યો નથી. નતો કોઈ સરખો જવાબ આપતો. જોકે VTV ન્યૂઝ દ્વારા 4 લાખ 75 હજારનું વીજબિલનો અહેવાલ દર્શાવવામાં આવ્યો હતો. VTVના અહેવાલ બાદ તંત્ર સફાળુ જાગ્યુ છે.

અનેક આવા કિસ્સા બન્યા હજુ સુધી કોઈ સમાધાન કેમ નહીં?

ગુજરાતમાં આ કોઈ પહેલો કિસ્સો નથી કે જ્યારે વીજ કંપનીઓએ લાખોની બીલ ફટકાર્યું હોય. અગાઉ અનેક ગરીબ લોકોને લાખોના બીલ આપણા ગરવા ગુજરાતની વીજ કંપનીઓએ આપ્યા છે. ત્યારે સવાલ થાય છે કે આખરે આવું થાય છે કેમ? શું મીટરમાં ખામી છે કે પછી વીજ યુનિટ ચેક કરતા કર્મચારીઓમાં ખામી? કેમ પછી સિસ્ટમનો કોઈ વાંક છે. જે હોય તે આનું સમાધાન થવું જોઈએ. કારણ કે તમારા વાંકે કોઈ સામાન્ય વ્યક્તિ હેરાન થવો ન જ જોઈએ.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ