બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

VTV / ગુજરાત / અમદાવાદ / UAE PRESIDENT, 200 RUSSIAN OFFICIALS and many more guests will come in Vibrant Gujarat summit 2024

Vibrant Gujarat 2024 / UAE અને મોઝામ્બિકના રાષ્ટ્રપતિ બનશે ગુજરાતનાં મહેમાન: રશિયા મોકલશે 200 અધિકારીઓ... વાઇબ્રન્ટ સમિટ માટે અભૂતપૂર્વ તૈયારીઓ

Parth

Last Updated: 03:40 PM, 3 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Vibrant Gujarat 2024 : વાઇબ્રન્ટ ગુજરાત સમિટ 2024માં ગુજરાતનાં જાજરમાન મહેમાન બનશે UAEના રાષ્ટ્રપતિ. રાજ્ય સરકારે કરી અભૂતપૂર્વ તૈયારીઓ.

  • ગાંધીનગરના મહાત્મા મંદિરમાં યોજાશે વાઇબ્રન્ટ સમિટ 
  • ગુજરાત સરકાર દ્વારા મોટા ભાગની તૈયારીઓ પૂર્ણ 
  • ગેટવે ટૂ ધ ફ્યુચરની થીમ રાખવામાં આવી 

ગુજરાતમાં દર બે વર્ષે યોજાય છે બિઝનેસ અને રોકાણનો સૌથી મોટો ઉત્સવ, એટલે એક વાઇબ્રન્ટ ગુજરાત સમિટ. કોરોના વાયરસના કારણે ગઈ વખતે સમિટ યોજાઇ નહોતી જેથી ચાર વર્ષ બાદ સમિટ થવા જઈ રહી છે. આ વખતે વાઇબ્રન્ટ સમિટને 20 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે, એવામાં MOU ના નવા રેકોર્ડ્સ પણ સર્જાઇ શકે છે. આટલું જ નહીં એલોન મસ્કની ટેસ્લા દ્વારા પણ ગુજરાતમાં પ્લાન્ટનું એલાન થઈ શકે છે. 

PHOTO SOURCE : TWITTER / NARENDRA MODI 

વાઇબ્રન્ટ સમિટમાં સામેલ થવા માટે સંયુક્ત અરબ અમીરાત ( UAE ) ના રાષ્ટ્રપતિ મોહમ્મદ બિન ઝાયદ અલ નાહ્યાન, મોઝામ્બિકના રાષ્ટ્રપતિ ફિલિપ ન્યૂસી અને રશિયાના એક વરિષ્ઠ મંત્રી ગુજરાતનાં મહેમાન બનશે. આટલું જ નહીં કોર્પોરેટ અને બિઝનેસ જગતના એક લાખથી વધુ લોકો અમદાવાદ અને ગાંધીનગર આવશે. ગુજરાત સરકાર દ્વારા સમિટ માટે અભૂતપૂર્વ તૈયારીઓ કરવામાં આવી છે. 

ખાસ વાત એ છે મોઝામ્બિકના રાષ્ટ્રપતિ જ્યારે વિદ્યાર્થી હતા ત્યારે અમદાવાદમાં જ શિક્ષણ પ્રાપ્ત કર્યું હતું. એવામાં જ્યારે તેઓ ફરી અમદાવાદની ધરતી પર પગ મૂકશે કે એ પળ ખરેખર તેમના માટે ખૂબ જ ખાસ હશે. 

UAE ના રાષ્ટ્રપતિ અલ નાહ્યાન અને પ્રધાનમંત્રી મોદીની ગાઢ મિત્રતાથી તો આખી દુનિયા વાકેફ છે, આ મિત્રતાની ઝલક ફરીવાર જોવા મળશે. એક જ મહિના બાદ પ્રધાનમંત્રી મોદી પણ UAE ના મહેમાન બનવાના છે જ્યાં સ્વામિનારાયણ મંદિરનું લોકાર્પણ કરવામાં આવશે. 

બે દાયકા પહેલા થઈ હતી શરૂઆત 
સમિટમાં દુનિયાભરમાં દિગ્ગજ ઉદ્યોગપતિઓ અને રોકાણકારો ગુજરાત આવી રહ્યા છે. છેલ્લા બે દાયકાથી દર બે વર્ષે આ સમિટનું આયોજન કરવામાં આવે છે, જોકે કોરોના વાયરસના વિઘ્નના કારણે આ વખતે ચાર વર્ષ બાદ સમિટ યોજાઇ રહી છે. છેલ્લી સમિટ 2019માં યોજાઇ હતી. પ્રધાનમંત્રી મોદી જ્યારે ગુજરાતનાં મુખ્યમંત્રી હતા ત્યારે ગુજરાતમાં ઉદ્યોગોને આકર્ષવા માટે આ સમિટની શરૂઆત કરાવી હતી. 

નવા રેકૉર્ડ તૂટે તેવી શક્યતા 
10મી વાઇબ્રન્ટ સમિટ રાજ્ય માટે મહત્વપૂર્ણ સાબિત થશે. આ વખતે 20 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. સાથે સાથે રોકાણના નવા રેકૉર્ડ પણ સર્જાય તેવી શક્યતા છે. આ વખતે સમિટ પહેલા જ સરકારે ગિફ્ટ સિટીમાં દારૂની છૂટ આપવાનો મોટો નિર્ણય પણ કર્યો છે, જેની અસર પણ સમિટ પર જોવા મળી શકે છે. 

ટેસ્લા કંપનીનો પ્લાન્ટ બનશે ગુજરાતમાં? 
આ વખતે વાઇબ્રન્ટ સમિટમાં ઘણા બધા એલાન થઈ શકે છે જેમાં સૌથી વધુ ફોકસ ઓટો સેક્ટર પર રહેશે. ઈલેક્ટ્રિક કાર બનાવતી વિશ્વની સૌથી મોટી કંપની ટેસ્લા ગુજરાતમાં પ્લાન્ટ બનાવવાનું એલાન પણ કરી શકે છેઃ. આ સિવાય મારુતિ કંપની પણ એલાન કરે તેવી શક્યતા છે. ઓટો સેક્ટર સિવાય સેમીકંડક્ટર સેક્ટરની કંપનીઓ પણ ગુજરાતમાં નવા બિઝનેસની શરૂઆતને લઈને મોટા એલાન કરી શકે છે. 

દોઢ લાખ રૂપિયામાં મળી રહ્યો છે એક રૂમ 
અમદાવાદ અને ગાંધીનગરની થ્રી સ્ટાર હોટલના ભાડા 20 હજારથી દોઢ લાખ રૂપિયા સુધી પહોંચી ગયા છે જ્યારે ફાઇવ સ્ટાર હોટલમાં સુઈટ બે લાખ રૂપિયામાં મળી રહ્યા છે. ચાર વર્ષ બાદ આયોજિત સમિટમાં ભાગ લેવા માટે દેશ અને વિદેશના 70 હજાર લોકોએ નોંધણી કરાવી છે અને એક લાખથી વધુ લોકો અમદાવાદ અને ગાંધીનગરના મહેમાન બનવા જઈ રહ્યા છે. 

ગુજરાતના મહેમાન બનતા લોકોને આસપાસના ફરવા લાયક સ્થળોની પણ જાણકારી આપવામાં આવશે. ગુજરાત સરકાર તરફથી રસજીસ્ટર્ડ ડેલિગેટ માટે ખાસ હોટલોમાં રોકાણની વ્યવસ્થા કરવામાં આવી છે જેમાં કોર્ટીયાડ મેરિયટ, ક્રાઉન પ્લાઝા, ફેરફિલ્ડ મેરિયટ, ફોર્ચ્યુન લેન્ડમાર્ક, હયાત અમદાવાદ, નૉવેટેલ, પ્રાઈડ પ્લાઝા, રેડિસન બ્લૂ જેવી સેવન સ્ટાર હોટલો સામેલ છે. 

READ MORE : એક લાખથી વધુ મહેમાનો આવી રહ્યા છે ગુજરાત: અમદાવાદ-ગાંધીનગરની હૉટલો બુક, દોઢ લાખ સુધી પહોંચ્યું ભાડું

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ