બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / સાંતલપુર હાઈવે પર ભયાનક અકસ્માત, હિટ એન્ડ રન ઘટનામાં બે યુવકોના મોત
Last Updated: 01:00 PM, 13 November 2025
સાંતલપુર–કચ્છ નેશનલ હાઈવે પર ગઈ મોડી રાત્રે બનેલી હિટ એન્ડ રન ઘટનામાં બે યુવાન બાઇક સવારનું ઘટના સ્થળે જ કરૂણ મોત થયું હતું. ઘટના સાંતલપુર તાલુકાના પર ગામ નજીક બની હતી, જ્યાં અજાણ્યા વાહને બાઇકને જોરદાર ટક્કર મારતા બાઇક પર સવાર બંને યુવકોને ગંભીર ઈજા પહોંચી હતી.
ADVERTISEMENT

ભરત બાબુભાઇ આહીર ( મૃતક 25 વર્ષ)
ADVERTISEMENT
અજાણ્યા વાહનચાલકે અડફેટે લીધા
મળતી માહિતી મુજબ અકસ્માતમાં મોત પામેલા યુવકોની ઓળખ દાત્રાણા ગામના ભરત આહીર અને રમેશ આહીર તરીકે થઈ છે. બંને મિત્રો કોઈ કામસર બાઇક પર સવાર થઈ નિકળ્યા હતા ત્યારે અજાણ્યા વાહનચાલકે તેમને અડફેટે લીધા હતા. ટક્કર એટલી જોરદાર હતી કે બંનેનું ઘટના સ્થળે જ મોત થયું હતું.
ADVERTISEMENT

રમેશ કરસણભાઈ આહીર ( મૃતક 22 વર્ષ)
ADVERTISEMENT
આ પણ વાંચોઃ વડોદરામાં પોલીસ સ્ટેશન સામે જ બબાલ, અસામાજિક તત્વોએ જાહેર માર્ગ પર કરી મારામારી
પોલીસે તાત્કાલિક સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી
ADVERTISEMENT
અકસ્માતની જાણ થતાં જ સાંતલપુર પોલીસે તાત્કાલિક સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી. પોલીસે અજાણ્યા વાહનચાલકની શોધખોળ શરૂ કરી છે અને નજીકના સીસીટીવી ફૂટેજના આધારે વધુ પુરાવા એકત્રિત કરવામાં આવી રહ્યા છે. સ્થાનિક લોકોએ અકસ્માતને પગલે ભારે દુઃખ વ્યક્ત કર્યું છે તથા હાઈવે પર રાત્રિના સમયે વધતા અકસ્માતો અંગે ચિંતા વ્યક્ત કરી છે. સાંતલપુર પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.