બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / વડોદરાના સમાચાર / વડોદરામાં પોલીસ સ્ટેશન સામે જ બબાલ, અસામાજિક તત્વોએ જાહેર માર્ગ પર કરી મારામારી
Last Updated: 11:51 AM, 13 November 2025
વડોદરામાં કાયદો વ્યવસ્થાને લઈને ફરી એક વખત પ્રશ્નચિહ્ન ઉભું થયું છે. શહેરના તાલુકા પોલીસ સ્ટેશનની સામે જ કેટલાક અસામાજિક તત્વોએ ખુલ્લેઆમ મારામારી કરી હતી. ઘટના દરમિયાન જાહેર માર્ગ પર વાહનોની અવરજવર ચાલુ હોવા છતાં શખ્સો એકબીજાને ઘુસ્સા અને લાતો મારી રહ્યા હતા.
ADVERTISEMENT
પ્રત્યક્ષદર્શીઓ અનુસાર, એક શખ્સે અન્ય વ્યક્તિ પર હુમલો કર્યો, અને આજુબાજુ હાજર લોકોએ તેને રોકવાનો પ્રયત્ન કર્યો છતાં પણ તે સતત મારતો રહ્યો. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા પોલીસે કાર્યવાહી અંગે ગંભીર સવાલો ઊભા થયા છે.
વડોદરામાં જાહેર રસ્તા પર શખ્સે અન્ય શખ્સને માર માર્યો pic.twitter.com/614GwYnynr
— news (@v181989) November 13, 2025
ADVERTISEMENT
અહેવાલો અનુસાર, હુમલાખોર શખ્સ નશાની હાલતમાં હતો અને ઘટનાસ્થળ પોલીસ સ્ટેશનથી થોડા જ અંતરે હતું. છતાં પણ પોલીસને ઘટનાની ખબર નહોતી કે કોઈ તાત્કાલિક કાર્યવાહી થઈ નહોતી, જેને લઈ નાગરિકોમાં અસંતોષ ફેલાયો છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે છેલ્લા કેટલાક સમયથી વડોદરામાં લુખ્ખા તત્વો નિર્ભય બની ગયા છે અને પોલીસની ગશ્ત તથા કાર્યવાહી માત્ર કાગળ પર જ સીમિત રહી ગઈ છે.
આ પણ વાંચોઃ સુરતમાં મસમોટા GST કૌભાંડનો પર્દાફાશ, ભંગારના ધંધાના નામે સામે આવી 19 કરોડની કરચોરી
ADVERTISEMENT
વાયરલ થયેલા વીડિયોને આધારે હવે પોલીસ વિભાગ હરકતમાં આવ્યો છે અને ઘટનાની તપાસ શરૂ કરી છે. જોકે, નાગરિકો હવે કડક પગલાંની માંગ કરી રહ્યા છે જેથી આવનારા સમયમાં આવી ઘટનાઓ ફરી ન બને.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.