બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / સુરતના સમાચાર / સુરતમાં મસમોટા GST કૌભાંડનો પર્દાફાશ, ભંગારના ધંધાના નામે સામે આવી 19 કરોડની કરચોરી

કાર્યવાહી / સુરતમાં મસમોટા GST કૌભાંડનો પર્દાફાશ, ભંગારના ધંધાના નામે સામે આવી 19 કરોડની કરચોરી

Vishal Khamar

Last Updated: 11:10 AM, 13 November 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરતમાં કરોડો રૂપિયાની જીએસટી કૌભાંડનો પર્દાફાશ થવા પામ્યો છે. નકલી પેઢીઓના નામે બોગસ બિલ બનાવતો હતો. DGGI ની એક આરોપીએ ધરપકડ કરી છે.

સુરત શહેરમાં એક મોટું GST કૌભાંડ બહાર આવ્યું છે. ડિરેક્ટોરેટ જનરલ ઓફ ગુડ્સ એન્ડ સર્વિસિઝ ટેક્સ ઇન્ટેલિજન્સ (DGGI)ની ટીમે 125 કરોડ રૂપિયાનું બનાવટી ટ્રાન્ઝેક્શન કરીને સરકારને 19 કરોડ રૂપિયાનું નુકસાન પહોંચાડનાર શખ્સને ઝડપી લીધો છે.

મુખ્ય આરોપી શેખ યુસુફ અબ્દુલ ગફુરએ એમ.એસ. સ્ક્રેપના ધંધાના નામે પેઢી ખોલી હતી અને ન્યૂ નાલબંધ ટ્રેડિંગ નામે પણ અલગ કંપની શરૂ કરી હતી. આ બંને કંપનીઓનો ઉપયોગ માત્ર બોગસ બિલિંગ માટે થતો હતો. આરોપીએ નકલી કંપનીઓના નામે ખોટા બિલ બનાવી GST ઇનપુટ ટેક્સ ક્રેડિટ (ITC) મેળવ્યો હતો.

સરકારને મોટો ચૂનો લગાવવામાં આવ્યો

તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે આરોપીએ 125 કરોડ રૂપિયાનું ખોટું ટ્રાન્ઝેક્શન દર્શાવી આશરે 19 કરોડ રૂપિયાની ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવી લીધી હતી. આ રકમનો ઉપયોગ પછી અન્ય વ્યવહારોમાં કરી સરકારને મોટો ચૂનો લગાવવામાં આવ્યો હતો.

4 દિવસની જ્યુડીશીયલ કસ્ટડીમાં મોકલી દીધો

DGGIની ટીમે છાપા મારીને આરોપી યુસુફ અબ્દુલ ગફુરને ગોરાટ રોડ સ્થિત તેના આલિશાન ફ્લેટમાંથી ઝડપી લીધો હતો. આરોપી પાસે કરોડો રૂપિયાની મિલકત અને વૈભવી જીવનશૈલી હોવાનું પણ બહાર આવ્યું છે. આરોપીને કોર્ટમાં રજુ કરતા કોર્ટએ તેને 14 દિવસની જ્યુડીશીયલ કસ્ટડીમાં મોકલી દીધો છે. DGGIની ટીમ હવે આ કૌભાંડમાં સામેલ અન્ય શખ્સો અને નકલી કંપનીઓની પણ તપાસ કરી રહી છે.

આ પણ વાંચોઃ 6 લાખનો દંડ, PMJAYમાંથી પણ સસ્પેન્ડ, રાજ્યમાં ગેરરીતિ આચરનારી હોસ્પિટલો સહિત ડૉક્ટર વિરૂદ્ધ એક્શન

સુરતના ઉદ્યોગ જગતમાં આ કૌભાંડને કારણે ખળભળાટ મચી ગયો છે. કરચોરીના આ કેસે ફરી એકવાર બતાવ્યું છે કે બોગસ બિલિંગના માધ્યમથી કરચોરી કરનાર તત્વો સામે DGGI કડક પગલાં લઈ રહી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

GST Scam Surat Surat News
Vishal Khamar

Vishal Khamar is working as Sr. Sub-editor at VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ