ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / AMTSની બસ રિપેર કરતા બે ફોરમેન કચડાયા, ઘટનાસ્થળે જ મોત, આખરે કઇ રીતે સર્જાયો આ અકસ્માત
Last Updated: 03:24 PM, 27 January 2025
ADVERTISEMENT
Ahmedabad News : મેટ્રોસિટી અમદાવાદમાં વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. વાસ્તવમાં અમદાવાદના ઘોડાસર સ્થિત નવા ઓવરબ્રિજ ઉપર અકસ્માતની દર્દનાક ઘટનામાં બે લોકોના મોત થયા છે. પ્રાથમિક વિગતો મુજબ AMTSની બસ રિપેર કરતા બે વ્યક્તિ કચડાઇ જતાં બંને કર્મચારીઓના ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મોત થયા હતા. આ સમગ્ર મામલે હાલ પૂરતો એક તરફથી ઓવરબ્રિજ બંધ કરી દેવાયો છે અને ટ્રાફિક DCPએ તપાસ શરૂ કરી છે.
ADVERTISEMENT
અમદાવાદના ઘોડાસર સ્થિત નવા ઓવરબ્રિજ ઉપર અકસ્માતની ઘટના સામે આવી છે. વિગતો મુજબ અહીં AMTS બસમાં કોઈ ફોલ્ટ હોઇ બે ફોરમેં રીપેર કરી રહ્યા હતા. આ દરમિયાન અચાનક એક બેફામ આઇસરે સ્પીડમાં આવી ટક્કર મારતા બંને કર્મચારીના દર્દનાક મોત થયા હતા.
વધુ વાંચો : હવેથી ગુજરાતના આ શહેરમાં અશાંતધારાની મંજૂરી માટે ધક્કા નહીં ખાવા પડે, જાણો કેમ
ADVERTISEMENT
આ તરફ આઈશરની જોરદાર ટક્કરને કારણે કર્મચારીના જીવ ગયા બાદ બંનેના મૃતદેહને પોસ્ટમોર્ટમ અંગે મોકલી આપવા કવાયત હાથ ધરાઈ છે. આ તરફ ઘટનાને લઈ ઓવરબ્રિજ એક તરફથી બંધ કરવામાં આવ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો