ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / વડોદરાના સમાચાર / હવેથી ગુજરાતના આ શહેરમાં અશાંતધારાની મંજૂરી માટે ધક્કા નહીં ખાવા પડે, જાણો કેમ

પહેલ / હવેથી ગુજરાતના આ શહેરમાં અશાંતધારાની મંજૂરી માટે ધક્કા નહીં ખાવા પડે, જાણો કેમ

Last Updated: 03:11 PM, 27 January 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યમાં પહેલીવાર વડોદરા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અશાંતધારાને લઈ મહત્વનો નિર્ણય લીધો છે. અશાંતધારાને લઈ તંત્રમાં દર મહિને 1800 થી 2000 નાગરિકોએ અરજી કરી હતી.

ADVERTISEMENT

વડોદરામાં રોજ હજારો લોકો મિલકત ખરીદ વેચાણ કરતા હોય છે. સરકારે કેટલાક વિસ્તારમાં અશાંતધારો કાયદો અમલમાં મૂક્યો છે. જેથી આવા લોકોને દસ્તાવેજ માટે અશાંતધારાની મંજૂરી મેળવવી જરૂરી હોય છે. વર્ષ 2024 માં વડોદરામાં નાયબ કલેક્ટર સીટીની કચેરીએ સમાન ધર્મના 20,000 નાગરિકોએ અશાંતધારાની અરજી કરી હતી, દર મહિને 1800 થી 2000 નાગરિકોએ જનસેવા કેન્દ્રમાં અરજી કરી હતી.

અશાંતધારાની અરજી મંજૂર કરશે

જેમાં અરજદારોને અરજી કર્યા બાદ અશાંતધારાનો હુકમ મંજૂર થયો કે નહીં તેની ચકાસણી કરવા સરકારી કચેરીએ વારંવાર ધક્કા ખાવા પડતા હતા, પણ હવે SDM સીટી દ્વારા એક પોર્ટલ બનાવી ક્યૂઆર કોડ જનરેટ કરવામાં આવ્યો છે. જેમાં અશાંતધારાની અરજી કરનાર નાગરિકોને માત્ર એક જ વાર 20 રૂપિયાની ફી ભરી અરજી કરવાની રહેશે. બાદમાં 10 દિવસમાં ક્યુઆર કોડ સ્કેન કરી ઓનલાઇન અશાંતધારાનો હુકમ તેમને ઘરે બેઠા મોબાઈલ પર મળી જશે. જેથી નાગરિકોને વારંવાર સરકારી કચેરીના ધક્કા ખાવા નહીં પડે. SDM સીટી જે અશાંતધારાની અરજી મંજૂર કરશે, તેને તેમના કચેરીથી જ જિલ્લા સબ રજીસ્ટારની ઓફિસોમાં મોકલી આપવામાં આવશે. જેથી અશાંતધારાના હુકમમાં થતી ગેરરીતિ પણ બંધ થઈ જશે. 1 જાન્યુઆરી 2025થી નવા નિર્ણયની અમલવારી પણ કરી દેવામાં આવી છે.

અશાંતધારાની અરજી

નર્મદા ભવન જન સેવા કેન્દ્રમાં અશાંતધારાની અરજી કરવા આવતા અરજદારોને જાણકારી મળે તે માટે તમામ જગ્યાએ ક્યુઆર કોડ લગાવી દેવાયા છે. નાગરિકોને નવા નિયમની જાણકારી આપવામાં આવી રહી છે. તંત્રના નિર્ણયને અરજદાર આવકારી રહ્યા છે. જેમાં હવે વારંવાર સરકારી કચેરીના ધક્કા ખાવા નહીં પડે તેવી વાત પણ કરે છે.

એવું શું થયું કે અમેરિકાને આ દેશે પીઠ બતાવી દીધી, પરત મોકલ્યા ગેરકાયદે પ્રવાસીઓના 2 વિમાન, જાણો કારણ

અશાંતધારાને લઈ તંત્ર દ્વારા માત્ર સમાન ધર્મના લોકો મહત્વનો નિર્ણય કરાયો છે. જ્યારે અસમાન ધર્મના લોકો માટે જૂની પ્રક્રિયાને યથવાત રાખવામાં આવી છે. અશાંતધારાની અરજી 90 દિવસમાં મંજૂર કે નામંજૂર કરવાનો નિયમ છે, જેમાં સમાન ધર્મના અરજદારોને માત્ર 10 દિવસમાં જ હુકમ આપી દેવામાં આવશે તેવો નિર્ણય કરાયો છે. ત્યારે જો પ્રજાલક્ષી નિર્ણય આખા રાજ્યમાં લાગુ કરાય તો અશાંતધારની અરજી મેળવવામાં નાગરિકોને રાહત મળશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Vadodara District Administration Vadodara News Vadodara Unrest
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ