ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / Two individuals have said that the LIC agent will be out of business

અમદાવાદ / એલઆઈસી એજન્ટને ધંધામાં બરકત થશે તેમ કહી બે શખ્સોએ કર્યું એવું કે...

Published By: Intern

Last Updated: 04:34 PM, 8 March 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શહેરમાં દિવસેને દિવસે ચોરીના બનાવો વધતા જાય છે ત્યારે વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. સરદારનગરમાં છૂટા લેવાના બહાને બે ગઠિયાએ એલઆઇસી એજન્ટને લાલચ આપી ઠગાઈ કરી હતી.

ADVERTISEMENT

  • બે ગઠીયાએ કરી ઠગાઈ
  • વીંટીઓ પ૦ રૂપિયાની નોટમાં મુકાવ્યા બાદ તેમની નજર ચૂકવીને સોનાની વીટીઓ લઈ ફરાર
  • પોલીસે ગુનો નોંધી ફરાર યુવકો અંગે વધુ તપાસ હાથ ધરી છે

 

સરદારનગરમાં છૂટા લેવાના બહાને બે ગઠિયાએ એલઆઇસી એજન્ટને લાલચ આપી કે ધંધામાં બરકત થશે. ગઠિયાઓ આમ કહીને સોનાની વીંટીઓ પ૦ રૂપિયાની નોટમાં મુકાવ્યા બાદ તેમની નજર ચૂકવીને સોનાની વીટીઓ લઈ ફરાર થઇ જતાં ચકચાર મચી ગઈ છે.

સરદારનગરની ન્યૂ મહારથી સોસાયટીમાં રહેતા અને એલઆઈસી એજન્ટ તરીકે કામ કરતા મૂલચંદભાઈ ગોવાનીએ એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં આ અંગે ફરિયાદ કરી છે. મૂલચંદભાઇ, તેમનાં પત્ની અને પુત્ર તથા પુત્રવધૂ સાથે સંયુક્ત પરિવારમાં રહે છે. મૂલચંદ અને તેમનો પુત્ર બંને સરદારનગર સર્કલ પાસે ઓફિસ રાખીને એજન્ટનું કામ કરે છે.

ગઈ કાલે મૂલચંદભાઈનો પુત્ર કમલેશ બપોરે જમવા ગયો હતો અને મૂલચંદભાઈ ઓફિસ પર હાજર હતા તે સમયે બપોરના બાર વાગ્યાની આસપાસ બે યુવકોએ મૂલચંદભાઇની ઓફિસમાં આવીને સો રૂપિયાના છૂટા માગ્યા હતા, જેથી મૂલચંદભાઇએ તે બે યુવકોને સો રૂપિયાના છૂટા આપ્યા હતા. ત્યારબાદ બીજા સો રૂપિયા કાઢીને મૂલચંદભાઇ પાસે છૂટા માગ્યા હતા. તે પછી બે યુવકોએ મૂલચંદભાઇને કહ્યું કે તમે હાથની આંગળીમાં પહેરેલી વીંટીઓ વળી ગઈ છે, જેથી તમે કાઢીને પચાસની નોટમાં મૂકી પાંચ મિનિટ માટે ટેબલના ડ્રોઅરમાં મૂકશો તો ધંધામાં બરકત થશે. આમ કહેતાં મૂલચંદભાઇએ  બે યુવકોને પહેરેલ સોનાની વીંટીઓ કાઢીને આપી હતી. ત્યારબાદ બે યુવકોએ પચાસની નોટમાં પડીકુંવાળીને મૂલચંદને આપતાં તેમણે ડ્રોઅરમાં મૂકી દીધું હતું.

તે પછી બંને યુવકોએ બે હજારની નોટ કાઢી છૂટા માગ્યા પણ મૂલચંદ પાસે છૂટા ન હોવાથી બાજુની દુકાનથી છૂટા લેવાનું કહ્યા પછી બે યુવકો છૂટા પૈસા લેવા જવાના બહાને ફરાર થઇ ગયા હતા. બે યુવકો પરત ન આવતાં તેમણે ડ્રોઅરમાં મૂકેલ પડીકું ખોલીને જોયું તો બે સોનાની વીંટીઓ તેમાં નહોતી. આથી તેઓ ચોંકી ગયા હતા. તેમણે તાત્કાલિક ઓફિસ બહાર જઈને જોયું તો તે યુવકો બાઈક લઈ ફરાર થઇ ગયા હતા. તેમણે તાત્કાલિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી ફરાર યુવકો અંગે વધુ તપાસ હાથ ધરી છે.
 

સંકળાયેલા મુદ્દાઓ

Gujarati News ahmedabad gujarat અમદાવાદ ગુજરાત ગુજરાતી ન્યુઝ ahmedabad

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ