બ્રેકિંગ ન્યુઝ
ADVERTISEMENT
શ્વેતા તિવારીને મુંબઇની એક હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યાં છે. તેનો ઇલાજ ચાલુ છે. તે હાલમાં જ સ્ટંટ બેઝ શો 'ખતરો કે ખિલાડી 11'માં જોવા મળી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તે જલ્દી 'બિગ બોસ 15'માં ટ્રાઇબ લીડર બની સામેલ થવાની છે. શ્વેતા તિવારીની ટીમનું કહેવું છે કે, તે ઠીક છે અને રિકવર થઇ રહી છે. તેને નબળાઈ અને લો બ્લડ પ્રેશરની સમસ્યા બાદ હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવી હતી. હાલમાં તે સંપૂર્ણ ઠીક છે.
ADVERTISEMENT
સમાચાર મુજબ, ટીમ તરફથી એક નિવેદન જાહેર કરવામાં આવ્યું છે, જેમાં કહ્યું છે 'અમને ઘણા ફોન કોલ્સ આવી રહ્યાં છે. કોલ્સ કરનારા ફેન્સ શ્વેતાના સ્વાસ્થ્ય અંગે જાણવા માંગે છે. શ્વેતા તિવારીને લો બલ્ડ પ્રેશર અને નબળાઈ અનુભવાતા તેને હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવી હતી. તે ગત કેટલાક દિવસોથી સતત ટ્રાવેલ કરી રહી હતી. બની શકે છે તેને કારણે તેને નબળાઈ અનુભવ થઇ હોય.
ADVERTISEMENT
ADVERTISEMENT
શ્વેતાની ટીમે કહ્યું કે, 'અમે એ તમામ લોકોનો આભાર માનીએ છીએ જેણે એક્ટ્રેસ માટે દુઆઓ કરી છે, તે હાલમાં આરામ કરે છે અને ધીમે ધીમે સ્વસ્થ થઇ રહી છે. થોડાં દિવસોમાં તે ઘરે પરત આવી જશે.' થોડાં દિવસો પહેલાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો હતો જેમાં દિવ્યાંકા ત્રિપાઠી, શ્વેતાના પગ દબાવતી જોવા મળી રહી હતી.
શ્વેતા તિવારીએ ખૂબ જ મેહનત અને સ્ટ્રગલથી ટીવી ઇન્ડસ્ટ્રીમાં આ સ્થાન મેળવ્યું છે. તેનાં બંને લગ્ન નિષ્ફળ રહ્યાં. બંને લગ્નથી તેને બે બાળકો છે જેમની સાથે તે ખૂબ જ ખુશ છે અને સુંદર બોન્ડિંગ શેર કરે છે. તેની તસવીરો અને વીડિયો પણ તે અવારનવાર સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.