બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / Tunisha Sharma Death Her Ex Boyfriend Sheezan Mohammad Khan In Police Custody

મર્ડર કે સુસાઇડ? / તુનિશા મોત કેસમાં શીજાન મોહમ્મદ ખાનની ધરપકડ: માતાએ જ લગાવ્યા ગંભીર આરોપ, જાણો શું?

Published By: Parth

Last Updated: 08:24 AM, 25 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ટીવી દુનિયાની અભિનેત્રીએ માત્ર 20 વર્ષની વયે આપઘાત કરી લીધો હોવાની આશંકા, જોકે હત્યાના એંગલથી પણ થઈ રહી છે તપાસ.

  • તુનિશા શર્મા શંકાસ્પદ મોત મામલે મોટા સમાચાર 
  • કો સ્ટાર અને પૂર્વ બોયફ્રેન્ડ શીજાનની ધરપકડ 
  • માતાએ લગાવ્યા ગંભીર આરોપ 

મનોરંજન જગતમાં અભિનેત્રીઓ દ્વારા નાની ઉંમરમાં જ આપઘાત કરી લેવાના કેસમાં વધારો થઈ રહ્યો છે. એવામાં તુનિશા શર્મા કેસમાં હવે આપઘાત માટે ઉશ્કેરણી તથા હત્યાના એંગલથી પણ પોલીસ તપાસમાં જોતરાઈ છે. માત્ર 20 વર્ષની વયે અભિનેત્રીને એવું તો કયું ડિપ્રેશન હતું કે તેણે આવું પગલું ભર્યું તે માટે પણ તપાસ કરવામાં આવી રહી છે. જોકે કોઈ જ સુસાઇડ નોટ મળી નથી. 

એકસ બોયફ્રેન્ડની ધરપકડ કેમ? 
ટીવી ઈન્ડસ્ટ્રીની પોપ્યુલર અભિનેત્રી તુનિશા શર્માની શંકાસ્પદ મોત બાદ ઘણા બધા લોકો આઘાતમાં છે, ફેન્સ પણ કાર્યવાહીની માંગણીઓ કરી રહ્યા છે. તુનિશાનો મૃતદેહ સેટ પર ફાંસી પર લટકતી હાલતમાં મળી આવ્યો હતો. જોકે શરૂઆતી રિપોર્ટમાં માનવામાં આવી રહ્યું છે કે તુનિશા ડિપ્રેશનમાં હતી, જોકે સમગ્ર મામલે મુંબઈ પોલીસ હત્યાના એંગલથી પણ તપાસ કરી રહી છે. એકસ બોયફ્રેન્ડ શીજાન મોહમ્મદ ખાનની ધરપકડ કરી લેવામાં આવી છે, આટલું જ નહીં FIR પણ દાખલ કરવામાં આવી છે. 

માતાએ જ નોંધાવી ફરિયાદ 
નોંધનીય છે કે તુનિશા અને શીજાન રિલેશનશીપમાં હતા હાલમાં જ બંનેનું બ્રેકઅપ થયું હતું જે બાદ તે ખૂબ પરેશાન રહેતી હતી. સમગ્ર મામલે પોલીસે આપઘાત કરવા માટેની ઉશ્કેરણીની ધારા શીજાન સામે લગાવી છે. આજે તેને કોર્ટમાં પણ હાજર કરી રિમાન્ડ માંગવામાં આવશે. 

નોંધનીય છે કે તુનિશાની માતાને ડૉક્ટર્સે જ જાણકારી આપી હતી તેને આપઘાત કરવાના વિચારો આવી રહ્યા છે. એવામાં માતાએ જ શીજાન સામે FIR નોંધાવી છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Sheezan Mohammad Khan Tunisha Sharma Tunisha Sharma death Tunisha Sharma Death

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ