બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / બોલિવૂડ / Tumbbad 2 માટે મેકર્સનો મેગા પ્લાન રેડી, મુંબઈમાં બની રહ્યું છે 7 એકરનું શહેર
Last Updated: 12:37 PM, 24 March 2026
જો તમે હોરર ફિલ્મોના શોખીન છો, તો તમારા માટે ખૂબ જ સારા સમાચાર છે. આઠ વર્ષ પહેલાં રિલીઝ થયેલી 'તુમ્બાડ' બોલિવૂડની શ્રેષ્ઠ હોરર ફિલ્મોમાંની એક માનવામાં આવે છે. જ્યારે 'તુમ્બાડ' 2018 માં રિલીઝ થઈ હતી, ત્યારે તે એટલી લોકપ્રિય નહોતી. જોકે, જ્યારે 2024 માં તેને ફરીથી રિલીઝ કરવામાં આવી ત્યારે તેને જબરદસ્ત પ્રતિસાદ મળ્યો. આ પ્રતિસાદ જોઈને, નિર્માતાઓએ એક મોટું પગલું લીધુ અને તેની સિક્વલની જાહેરાત કરી. 'તુમ્બાડ 2' ની જાહેરાત થઈ ત્યારથી, તેણે ઘણી ચર્ચા જગાવી છે, અને ચાહકો સિનેમાઘરોમાં તેની સિક્વલની રિલીઝની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ દરમિયાન, 'તુમ્બાડ 2' પર એક મહત્વપૂર્ણ અપડેટ સામે આવી છે, જેણે ચાહકોના ઉત્સાહમાં વધારો કર્યો છે.
ADVERTISEMENT
'તુમ્બાડ' એ માત્ર લોકપ્રિયતા મેળવી નથી અને તેને બેસ્ટ હિન્દી હોરર ફિલ્મોમાંની એક માનવામાં આવે છે, પરંતુ તે 2014 માં ફરીથી રિલીઝ પણ થઈ હતી, જે અત્યાર સુધીની બીજી સૌથી વધુ કમાણી કરનારી ભારતીય ફિલ્મ બની હતી. ત્યારથી લોકો 'તુમ્બાડ 2'ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. તાજેતરમાં, બોલિવૂડ અભિનેતા નવાઝુદ્દીન સિદ્દીકી સોહમ શાહની ફિલ્મમાં જોડાયા છે. હવે, જાણવા મળ્યું છે કે, નિર્માતાઓ તેને નેક્સ્ટ લેવલ પર લઈ જવા માટે એક વિશાળ સેટ બનાવી રહ્યા છે.
ADVERTISEMENT
'તુમ્બાડ 2' માટે 7-8 એકડનું શહેર
ADVERTISEMENT
હવે જેમ જેમ અવેટેડ સિક્વલ 'તુમ્બાડ 2' નું પ્રોડક્શન નજીક આવી રહ્યું છે, તેમ તેમ અહેવાલો ફેલાઈ રહ્યા છે કે નિર્માતાઓ વધુ મોટા અને મોટા પાયે કામ કરી રહ્યા છે. મીડિયા અહેવાલો અનુસાર, ફિલ્મના પ્રથમ શેડ્યૂલ માટે મુંબઈમાં એક વિશાળ, શહેર જેવો સેટ બનાવવામાં આવી રહ્યો છે.
રિપોર્ટ્સ અનુસાર, 'તુમ્બાડ 2' ના શૂટિંગ માટે મુંબઈમાં 7 થી 8 એકર જમીન પર આખા શહેર જેવો એક વિશાળ સેટ બનાવવામાં આવી રહ્યો છે. તે ફિલ્મના પહેલા શેડ્યૂલ માટે તૈયાર કરવામાં આવી રહ્યો છે. આનાથી ફિલ્મના સ્કેલનો ખ્યાલ આવે છે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ રાજા રઘુવંશીના હનીમૂન હત્યાકાંડ પર બનેલી ફિલ્મનો ફર્સ્ટ લુક જાહેર, સોનમના રોલમાં જોવા મળી સાન્યા
ફિલ્મના પ્લોટ વિશે વધુ માહિતી નથી, સિવાય કે સોહમ શાહ ફરીથી તેની ભૂમિકા ભજવશે. નવાઝુદ્દીન સિદ્દીકી અને સોહમ શાહ પહેલી વાર સ્ક્રીન સ્પેસ શેર કરશે. આ ફિલ્મ સોહમ શાહ ફિલ્મ્સ અને પેન સ્ટુડિયોના બેનર હેઠળ બનાવવામાં આવી રહી છે. નિર્માતાઓ આ વર્ષના અંત સુધીમાં શૂટિંગ શરૂ કરવાની યોજના બનાવી રહ્યા છે. રિલીઝ તારીખ અંગે હજુ સુધી કોઈ ડિટેલ્સ જાહેર કરવામાં આવી નથી.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.