બ્રેકિંગ ન્યુઝ
થોડા દિવસો પહેલાં આ રકમને અમેરિકી સંસદ (કોંગ્રેસ)માંથી મંજૂરી મળી ગઇ હતી. આ રકમથી કોરોનાથી પ્રભાવિત થયેલા ઉદ્યોગોને પ્રોત્સાહન અને નોકરી ગુમાવી ચૂકેલા લોકોને મદદ કરવામાં આવશે.
ADVERTISEMENT
યુનાઇટેડ કિંગ્ડમમાં વાયરસનો નવો સ્ટ્રેન સામે આવ્યા બાદ સ્થિતિ ગંભીર
યુનાઇટેડ કિંગ્ડમમાં વાયરસનો નવો સ્ટ્રેન સામે આવ્યા બાદ સ્થિતિ ગંભીર છે. અહીં ટિયર-૪ના પ્રતિબંધ છે એટલે બિનજરૂરી દુકાનો, મનોરંજનનાં સાધનો સંપૂર્ણ રીતે બંધ છે. કેટલાક દેશ ટ્રાવેલ બેનને વધુ સખત કરવાની માગણી કરી રહ્યા છે. યુકેના વૈજ્ઞાનિકોએ સરકારને અપીલ કરી છે કે દેશમાં લોકડાઉન લગાવી દેવું જોઇએ.
ADVERTISEMENT
કોરોનાના અત્યાર સુધી ૮,૧૧,૪૨,૧૧૩ કેસ સામે આવ્યા છે
દુનિયામાં કોરોનાના અત્યાર સુધી ૮,૧૧,૪૨,૧૧૩ કેસ સામે આવ્યા છે, તેમાંથી ૫,૭૨,૯૧,૨૧૮ લોકો ઠીક થઇ ચૂક્યા છે. મહામારીના કારણે ૧૭,૭૧,૮૮૪ લોકોએ જીવ ગુમાવ્યા છે.
ADVERTISEMENT
નવથી દસ મહિનામાં અત્યાર સુધી કોરોના વાયરસમાં જેટલો પણ બદલાવ આવ્યો છે તે મામૂલી છે
બીજી બાજુ WHOના મુખ્ય વૈજ્ઞાનિક ડો. સૌમ્યા સ્વામીનાથને કહ્યું છે કે ભારત સહિત દુનિયાભરમાં બની રહેલી વેક્સિન વાઇરસના નવા રૂપ પર પણ એટલી જ કારગત હશે, જેટલી શરૂઆતના સમયમાં મળેલા સ્વરૂપ પર હતી. નવથી દસ મહિનામાં અત્યાર સુધી કોરોના વાઇરસમાં જેટલો પણ બદલાવ આવ્યો છે તે મામૂલી છે. વાઇરસમાં આવનારાં આ સંભવિત પરિવર્તનને ધ્યાનમાં રાખીને જ વેક્સિન તૈયાર કરાઇ છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.