બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / ઈઝરાયલને મળ્યો અમેરિકાનો સાથ, ઈરાન પર હુમલા બાદ ટ્રમ્પની પહેલી પ્રતિક્રિયા

મોટું નિવેદન / ઈઝરાયલને મળ્યો અમેરિકાનો સાથ, ઈરાન પર હુમલા બાદ ટ્રમ્પની પહેલી પ્રતિક્રિયા

Jinal Chauhan

Last Updated: 01:52 PM, 28 February 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમેરિકા અને ઇરાન વચ્ચેનો તણાવ હવે વધુ ગંભીર બની રહ્યો છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના કડક નિવેદન અને મોટી સૈન્ય તૈનાતી બાદ પરિસ્થિતિ વધુ ગરમાઈ ગઈ છે.

ઇરાન પર અમેરિકાના હુમલા બાદ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું કે અમેરિકા હવે “મેજર કોમ્બેટ ઓપરેશન્સ” એટલે કે મોટી સૈન્ય કાર્યવાહી શરૂ કરી છે. તેમનું કહેવું છે કે તેનો હેતુ ઇરાન સરકાર તરફથી ઊભા થતા ખતરાઓને દૂર કરવાનો છે. ટ્રમ્પે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે તેઓ ઇરાનના મિસાઇલ ઉદ્યોગને સંપૂર્ણ રીતે નષ્ટ કરી દેશે અને ઇરાનની નૌસેનાને પણ તબાહ કરી નાખશે.

ઇરાન પર અમેરિકાના હુમલા પછી અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે થોડા સમય પહેલા અમેરિકાએ ઇરાનમાં મોટી સૈન્ય કાર્યવાહી શરૂ કરી છે. પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વિડિયો સંદેશમાં તેમણે જણાવ્યું કે આ કાર્યવાહીનો હેતુ અમેરિકાના લોકોને સુરક્ષિત રાખવાનો અને ઇરાન તરફથી ઉભા થતા ખતરાને દૂર કરવાનો છે.

ટ્રમ્પે ઇરાન સરકારને ખૂબ કઠોર અને જોખમી ગણાવ્યું છે. તેમણે કહ્યું કે અમેરિકા ઇરાનને ક્યારેય પરમાણુ હથિયાર બનાવવાની મંજૂરી નહીં આપે. તેમના કહેવા મુજબ ઇરાન ફરીથી પોતાના પરમાણુ કાર્યક્રમને આગળ વધારવાનો પ્રયાસ કરી રહ્યું છે અને લાંબા અંતર સુધી અટેક મિસાઇલ બનાવે છે જે અમેરિકા અને તેના મિત્ર દેશો માટે ખતરો બની શકે છે.

અમેરિકા ઈરાનની મિસાઈલ નષ્ટ કરી દેશે

ટ્રમ્પે સ્પષ્ટ કહ્યું કે અમેરિકા ઇરાનની મિસાઇલોને નષ્ટ કરી દેશે અને તેમની મિસાઇલ બનાવતી ફેક્ટરીઓ પણ બરબાદ કરી દેશે. તેમણે કહ્યું કે ઇરાનની નૌસેનાને પણ સંપૂર્ણ રીતે તબાહ કરવામાં આવશે અને ઇરાનને ક્યારેય પરમાણુ હથિયાર મેળવવા નહીં દેવામાં આવે. સાથે જ તેમણે ઇરાનની સૈન્ય સંસ્થા IRGC ને હથિયાર નાખીને સમર્પણ કરવા માટે પણ કહ્યું છે.

આ સૈન્ય તૈનાતીમાં દુનિયાના મોટા યુદ્ધજહાજોમાં ગણાતા USS Gerald R. Ford અને USS Abraham Lincoln પણ સામેલ છે. ફોર્ડ અમેરિકાનું સૌથી નવું અને દુનિયાનું સૌથી મોટું એરક્રાફ્ટ કેરિયર છે જેમાં પરમાણુ રિએક્ટર છે અને તે 75થી વધુ સૈન્ય વિમાનો લઈ જઈ શકે છે. જ્યારે અબ્રાહમ લિંકન પણ પરમાણુ શક્તિથી ચાલે છે અને તેમાં લગભગ 90 જેટલા સૈન્ય વિમાનો તૈનાત કરી શકાય છે.

vtv app promotion

આ પણ વાંચોઃ ઈરાન પર ઈઝરાયલનો મોટો હુમલો, ભયંકર બ્લાસ્ટથી તેહરાન ધ્રૂજી ઉઠ્યું, રક્ષામંત્રીની પુષ્ટિ

ટ્રમ્પના આ કડક નિવેદન પછી વિસ્તારમાં તણાવ વધુ વધી ગયો છે. ઈરાન તરફથી જવાબી કાર્યવાહી કરવાની તૈયારી ચાલી રહી હોવાનું કહેવામાં આવી રહ્યું છે. હાલ પરિસ્થિતિ ઝડપથી બદલાઈ રહી છે અને હવે આખી દુનિયાની નજર આગળ શું થાય છે તેના પર ટકી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

US attack on Iran USS Gerald R Ford USS Abraham Lincoln
Jinal Chauhan

Jinal Chauhan is working as a Jr. Sub Editor in VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ